Last Update : 29-November-2012, Thursday

 

હરદિપે વાપરેલી પિસ્તોલ તો દિવસો પૂર્વે તૂટેલી હતી તો પોન્ટીને ખરેખર કોણે માર્યો?
પોન્ટી ચઢ્ઢા મર્ડર કેસઃ કલ્પનાને ટક્કર મારતું વાસ્તવ

પાંચ-પાંચ રાજ્યોના સાત જેટલા પૂર્વ મુખ્યમંત્રીઓ ઘરોબો ધરાવતો શરાબનો કુખ્યાત કારોબારી પોન્ટી ચઢ્ઢા કઈ રીતે મર્યો? કોણે તેની હત્યા કરી? ઘટનાના ૧૧ દિવસ પછી ય પોલીસ આ હાઈપ્રોફાઈલ કેસમાં કેમ હજુ ફિફાં ખાંડી રહી છે?

આમ તો એક કુખ્યાત માફિયાનું મોત એ કોઈ રીતે ચર્ચાનો વિષય ન હોઈ શકે પરંતુ પોન્ટી ચઢ્ઢા તમામ રીતે અસામાજિકની યાદીમાં મોખરે બિરાજી શકે તેવો 'સક્ષમ' હોવા છતાં તેનું મૃત્યુ બે અઠવાડિયાથી દેશભરના માધ્યમોમાં જાતભાતની ચર્ચા જગાવી રહ્યું છે. પોન્ટીની કુંડળીના તમામ ખાનાઓ ખૂલી રહ્યા છે અને દરેક ખાનામાંથી નીકળતા શત્રુક્ષેત્રી કે મિત્રક્ષેત્રી ગ્રહો સ્વરૃપે જે નામો નીકળે છે એ પોતે ય એક હસ્તિ છે. શરૃઆતમાં પોન્ટી અને તેનો ભાઈ હરદીપ સંપત્તિની વહેંચણીના વિવાદમાં પરસ્પર ગોળીબાર કરીને માર્યા ગયા હોવાની થિયરી વહેતી થઈ હતી.
બાદમાં ઉત્તરાખંડ લઘુમતિ મોરચાના અધ્યક્ષ સુખબિરસિંઘ નામધારીની તેમાં સંડોવણી હોવાનું જાહેર થયું અને નામધારીની ધરપકડ પણ કરવામાં આવી. હવે લેટેસ્ટ ન્યૂઝ એવા છે કે હરદીપની લાશ પાસેથી મળેલી પિસ્તોલ, જેના વડે પોન્ટી પર ફાયરિંગ થયું હોવાનું કહેવાય છે એ પિસ્તોલની ચેમ્બર તો બનાવના ખાસ્સા સમય પહેલાં તૂટેલી હતી. તો પછી એ તૂટેલી પિસ્તોલથી ફાયરિંગ કેવી રીતે થયું? પરિણામે, હવે શંકાની સોય ત્રિકોણના કોઈક ત્રીજા ખૂણા ભણી મંડાઈ રહી છે.
બે દશક પહેલાં મુરાદાબાદના એક સામાન્ય સિંગચણાના વેપારીમાંથી રાતોરાત પ્રગતિ કરીને રૃ. ૨૦,૦૦૦ કરોડનો કારોબાર જમાવનાર પોન્ટી ચઢ્ઢા ગુજરાત માટે ખાસ જાણીતું નામ ભલે ન હોય પરંતુ ઉત્તરપ્રદેશ જેવા દેશના સૌથી મોટા અને ગુંડાગીરી માટે કુખ્યાત રાજ્ય ઉપરાંત ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી અને પંજાબ એમ કુલ પાંચ રાજ્યોમાં પોન્ટી ચઢ્ઢાની બોલબાલા હતી. મુલાયમસિંહ યાદવ, માયાવતી, કેપ્ટન અમરિન્દર અને રાજિન્દરકૌર ભટ્ટલ જેવા પૂર્વ મુખ્યમંત્રીઓ સાથે જેને ઘરોબો હોય અને તેમ છતાં ય તેની હત્યા થયા પછી પંદર દિવસ સુધી સુરાગ ન મળે ત્યારે સ્વાભાવિક રીતે જ અનેક પ્રશ્નો ખડા થતા હોય છે.
કાંટાથી જ કાંટો નીકળે એવી ચાણક્યનીતિ અપનાવીને મુલાયમે જ ઉત્તરપ્રદેશના કુખ્યાત માફિયાઓ ડી.પી.યાદવ અને રાજા ભૈયાની જોહુકમી ઓછી કરવા પોન્ટીને હવા આપી હોવાનું કહેવાય છે. ફૈઝાબાદ અને મુરાદાબાદ એ બે જિલ્લામાં દારૃનો પરવાનો મુલાયમે પોન્ટીને આપ્યો એ પછી પોન્ટીએ પાછું વળીને જોયું નથી. એ વખતે પોન્ટીએ મબલખ રૃપિયા વેર્યા, જ્યાં જરૃર પડી ત્યાં સશસ્ત્ર અથડામણો પણ કરી અને એ રીતે ડીપી, રાજા ભૈયા ગેંગને મ્હાત આપીને પોતાનું સ્થાન જમાવી દીધું.
એ જ વર્ષે બિહારમાં મધુબની અને દરભંગા જિલ્લામાં તેણે બાંધકામના સરકારી ઠેકા રાખ્યા. પોન્ટીની સફેદપોશ ગુનાઈત કારકિર્દીનું આ સૌથી મહત્વનું કદમ હતું. મધુબની અને દરભંગામાં નક્સલીઓ ઉપરાંત સ્થાનિક ગિરોહનો દબદબો એવો હતો કે ભાગ્યે જ કોઈ બહારનો માણસ અહીં પગ મૂકે. તેની સામે પોન્ટીએ અહીં વટ કે સાથ ઠેકેદારી જમાવી એથી હિન્દી બેલ્ટના અન્ડરવર્લ્ડમાં પોન્ટીના નામની એવી ધાક પ્રસરી ગઈ કે આ માણસ ગુંડાઓનો ગુંડો છે અને નેતાઓનો નેતા છે. એક હિન્દી પત્રિકાએ તો પોન્ટીના ચડતા સુરજ વખતે તેની પ્રશસ્તિમાં આ મતલબનું હેડિંગ પણ કર્યું હતું.
ઉત્તરપ્રદેશમાં રૃ. ૧૪,૦૦૦ કરોડના શરાબના કારોબાર પર પોન્ટીની પકડ હોય, ગ્રેટર નોઈડા ઉપરાંત ગાઝિયાબાદ, ગુડગાંવ જેવા વિકસી રહેલા શહેરોમાં તેના સંખ્યાબંધ મોલ, મલ્ટિપ્લેક્સ અને ટાઉનશીપ હોય ત્યારે સ્વાભાવિક રીતે જ અબજો રૃપિયામાં આળોટતો પોન્ટી એકને સાચવે તો બીજાને નારાજ કરે તેવું બનતું હોય. પરંતુ સંબંધો બનાવવાની, સાચવવાની અને એ સંબંધોમાંથી સતત ફાયદો કમાતા રહેવાની પોન્ટીની આવડત એવી હતી કે બે કટ્ટર હરિફો પણ પોન્ટીના તો અંગત મિત્રો જ હોય. માયાવતી અને મુલાયમ, કેપ્ટન અમરિન્દર અને પંજાબના મુખ્યપ્રધાન પ્રકાશસિંઘ બાદલના સાંસદ પુત્ર સુખબીરસિંઘ બાદલ રાજકીય રીતે પરસ્પરના કટ્ટર હરીફ છે પરંતુ પોન્ટીને આર્થિક ફાયદો કરાવવામાં એ દરેકની એકસરખી મિલિભગત રહી હોવાનું કહેવાય છે.
પોન્ટીના પિતા કુલવન્તસિંઘ અને પોન્ટી સિવાયના ત્રણ ભાઈઓ હરદીપ અને રાજિન્દર ઉપરાંત પોન્ટીનો દીકરો મનદીપ પોન્ટીની દરેક કંપનીઓમાં બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સ્થાન ધરાવે છે. મામૂલી વેપારીમાંથી અબજોના કારોબારી બન્યા પછી ઘણાંખરાં ઉદ્યોગ ઘરાણાંમાં બન્યું છે તેમ ભાઈઓ વચ્ચે તીવ્ર વિખવાદ ઊભો થવા માંડયો. પોન્ટી અને ત્રીજા નંબરના ભાઈ રાજિન્દરને એકબીજા સાથે બનતું હતું પરંતુ વચેટ ભાઈ હરદિપને પોતાને અન્યાય થઈ રહ્યો હોવાની પ્રબળ લાગણી હતી. આથી કહેવાય છે કે, પોન્ટીના બાપ કુલવન્તસિંઘની હયાતિમાં જ તેમણે ત્રણેય દીકરાઓને દિલ્હીના રકાબગંજ ગુરુદ્વારામાં બોલાવીને ગુરુગ્રંથ સાહિબના શપથ લેવડાવીને પોતે ન હોય ત્યારે સંપત્તિની સમાન હિસ્સે વહેંચણી કરવા સંમત કર્યા હતા.
એ વખતે સંમત થવા છતાં પોન્ટીને પોતાના પર આ રીતે દબાણ લાવવા માટે હરદિપ પ્રત્યેથી મન ઊઠી ગયું હતું. આમ છતાં બે વર્ષ પહેલાં કુલવન્તસિંઘના મૃત્યુ પછી પોન્ટીના સામ્રાજ્યની લગભગ સરખે હિસ્સે વહેંચણી થઈ હતી. એ મુજબ, ચાર રાજ્યોમાં ફેલાયેલા શરાબના પૈતૃક કારોબાર પર ત્રણેયનો સમાન હક્ક રાખવામાં આવ્યો હતો જ્યારે રિઅલ એસ્ટેટ, સુગર મિલ, પાવર પ્રોજેક્ટ, મલ્ટિપ્લેક્સ વગેરેમાં રોકાણ અને હથોટી મુજબ બટવારા થયા હતા.
અબજો રૃપિયાની સંપત્તિની વહેંચણી પત્યા પછી છેવટે દિલ્હીના બાહ્ય વિસ્તાર છત્તરપુર ખાતે આવેલ ૩ એકરના ફાર્મહાઉસ અંગે પોન્ટી અને હરદીપ વચ્ચે ખાસ્સી ચણભણ થઈ હોવાનું કહેવાય છે. ગત ૧૭ નવેમ્બરે પોન્ટી તેના આ કિલ્લાનુમા ફાર્મહાઉસ પર હતો. હંમેશની મુજબ તેના ચાલીશથી વધુ હથિયારબંધ સુરક્ષાકર્મીઓ પણ તૈનાત હતા ત્યારે હરદિપ ત્યાં આવ્યો હતો. એવું કહેવાય છે કે, હરદિપ આવે ત્યારે દરવાજો ખોલવાની સૂચના ખુદ પોન્ટીએ જ આપી હતી. મતલબ કે, બંને ભાઈઓ વચ્ચે કોઈક કારણસર મિટિંગ થવાનું નક્કી હતું. એ પછી જે થયું એ વિશે ખુદ પોલીસ પણ જાતભાતની થિયરીઓમાં અટવાઈ રહી છે.
આરંભે એવું કહેવાયું કે, હરદિપે જ પોન્ટી ચઢ્ઢાને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમાં પોન્ટીના સુરક્ષા કર્મીઓએ કરેલા વળતા ગોળીબારમાં હરદિપ માર્યો ગયો હતો. એ પછી ઉત્તરાખંડ લઘુમતિ મોરચાના અધ્યક્ષ સુખદેવસિંઘ નામધારીનું નામ ખૂલ્યું હતું અને નામધારીની ઘટનાસ્થળે એ વખતે હાજરી હોવાના પૂરાવા પણ મળ્યા હતા. જોકે નામધારીનું બયાન સતત બદલાતું રહ્યું છે. દરમિયાન, હરદિપે જે પિસ્તોલ વાપરીને પોન્ટી પર ફાયરિંગ કર્યું હોવાનું કહેવાય છે એ પિસ્તોલની ચેમ્બર તૂટેલી હોવાનું જાણવા મળ્યું છે અને દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના વેપન એક્સપર્ટના મતે પિસ્તોલ ઘણાં સમય પહેલાં તૂટેલી છે. જો એવું હોય તો હવે નવા સવાલ ઊભા થાય છે. જો નામધારીએ વળતા ગોળીબારમાં હરદિપને માર્યો તો પોન્ટીને કોણે માર્યો? પોન્ટને હરદિપે જ માર્યો તો હરદિપની પિસ્તોલ ક્યાં?
દિવસે દિવસે એક પછી એક કળણમાં અટવાતા જતા આ હાઈપ્રોફાઈલ કેસમાં આવનારા દિવસોમાં વધુ સનસનીખેજ વિગતો ખૂલે તેવી સંભાવના છે.
- સિવાય કે ત્યાં સુધીમાં પોન્ટીની રેઢી પડેલી તિજોરીનો ગરમાવો ઈન્વેસ્ટિગેશનના ખિસ્સામાં ગરમાવો લાવી દે.

Share |
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved