Last Update : 29-November-2012, Thursday

 
ભાજપના ભાગલા કરાવવા ઉપરાંત સંઘમાં પણ ભાગલા પડાવનાર ગડકરીને મોહન ભાગવત શા માટે વળગી રહ્યા છે ?
- ગડકરી નાગપુરના ભાગવતના જૂના દોસ્ત છે એટલે ?
- એ બહુ રૂપિયા આપે છે એટલે ?
- બીજો કોઈ વઘુ સારો નથી એટલે ?
- ગડકરીની કંપનીઓનો સંપૂર્ણ સ્ટાફ સંઘના સ્વયંસેવકોનો જ છે એટલે ?
- ગડકરી બ્રાહ્મણ છે એટલે ?

એકતા અને શિસ્ત માટે જેના લાખો કરોડો સ્વયંસેવકો આખા દેશમાં ગૌરવ લેતા હતા એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ યાને આરએસએસ અને એનું સંતાન ભારતીય જનતા પક્ષ આજે અનેકતા અને અશિસ્તનો ભોગ બની ગયો છે અને એને ભોગ બનાવનાર બહારનું કોઈ નથી પરંતુ સંઘના સર્વોચ્ચ વડા (સંઘની ભાષામાં એમને સરસંઘચાલક કહે છે) મોહન ભાગવત છે અને ભાજપના જ એવા સર્વોચ્ચ વડા એટલે પ્રમુખ નીતીન ગડકરી છે.
(સંઘના બીજા સરસંઘચાલક માધવરાવ સદાશિવ રાવ ગોવવલકર યાને ગુરૂજી હંમેશા કહેતા કે, સંઘનો નાશ કોઈ બહારનો નહીં કરી શકે પણ સંઘનો સ્વયંસેવક જ કરશે. એ વાત સાચી ઠરી રહી છે.)
ગડકરી ભાજપ કે સંઘ માટે અનિવાર્ય નથી. દુનિયામાં કોઈ કદી કોઈ માટે અનિવાર્ય નથી હોતું. પરંતુ ભાગવત એ ગડકરી અનિવાર્ય હોય એમ વર્તી રહ્યા છે.
ગડકરી કદી રાજકારણી હતા જ નહીં કે છે જ નહીં. એ શુઘ્ધ વેપારી છે. બીજા હોંશિયાર અને ચાલાક વેપારી જેવા વેપારી. એમનો પહેરવેશ જ એ બોલે છે. એમની ઉપરના વેપારી તરીકેની ગોલમાલ કરવાના આરોપોની તપાસ કરીને ‘‘ક્લીન ચીટ’’ આપવા માટે મોહન ભાગવતે કોઈ બહારના એટલે તટસ્થ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને બેસાડવાના બદલે સંઘના વર્ષોથી વફાદાર એવા અને સંઘની કેટલીક બીજી સંસ્થાઓની જવાબદારી જેઓ સંભાળી રહ્યા છે એ ગુરૂમૂર્તિને એમણે ચૂંટ્યા... ‘‘ઘરના ભુવા અને ઘરના ડાકલા’’ની જેમ.
ગડકરીનો વિરોધ કરનારાઓમાં ભાજપના વરિષ્ટ નેતા અને સંઘ જેમને દાદ નથી આપતો એ આડવાણી મોખરે છે. યશવંતસંિહા કે જેઠમલાણી વગેરે પછી.
આથી પેલા ગુરૂમૂર્તિ પેલા ગડકરીની કંપનીઓ અંગે સફાઈ આપવા આડવાણી પાસે ૩૦, પૃથ્વીરાજ રોડ ઉપર આવેલા નિવાસસ્થાને પહોંચ્યા. (એ નિવાસસ્થાન અને બીજા નેતાઓ અને પ્રધાનોના નિવાસસ્થાનો આપણા મારાતમારા ખર્ચે થએલા છે. નવેમ્બરની ૬ તારીખ અને સવારના ૧૧ વાગ્યાનો સમય હતો. તાજી કોફી અને થોડીક મીઠાઈને ન્યાય આપતા ગુરૂમૂર્તિએ ગડકરીની કંપનીઓ વિષે ચોખવટ કરી.
એક ચાલાક વેપારી તરીકે ગડકરીની જે કંઈ કંપનીઓ છે એમાં કશી ગેરરીતિ કે ગોલમાલ નથી. (પેલા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાઢ્રાની કંપનીઓ જેવું) રાજસભામાં ભાજપના સભ્ય છે અને જેઓ ગુજરાતમાં અવારનવાર ડોકીયા કરી જાય છે એ બળવીર પૂંજ પણ ગુરૂમૂર્તિની સાથે હતા. ગુરૂમૂર્તિનું કહેવું હતું કે, ‘‘ગડકરી આ બાબતમાં ગુનેગાર નથી. કેટલીક ટેકનીકલ ખામીઓના કારણે ગડકરી ઉપર આરોપ થાય છે.’’
પરંતુ આડવાણી ઉપર ગુરૂમૂર્તિની ચોખવટોની કશી અસર ન પડી. આડવાણીએ કહ્યું કે, ‘‘આ પ્રકરણના કારણે પક્ષની છાપને નુકશાન થઈ રહ્યું છે. ગડકરીને ક્લીનચીટ આપી શકાય તેમ છે જ નહીં. એમણે ડિસેમ્બરની ૧૭મી પહેલાં રાજીનામુ આપી દેવું જ જોઈએ.’’
ગુરૂમૂર્તિ એટલે સંઘના શિસ્તબદ્ધ સ્વયંસેવક. સંઘની એક સંસ્થા સ્વદેશી મંચના તેઓ વડા સંચાલક હતા. એ સંસ્થા ‘‘સ્વદેશી’’ના નામે વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ‘‘બ્લેકમેઈલ’’ કરતી હતી.
એટલે ગુરૂમૂર્તિએ આડવાણી સાથેની વાતચીતની જાણ નાગપુરમાં બેઠેલા એમના ‘‘આકાઓ’’ને કરી. નાગપુરે ગુરૂમૂર્તિને કહ્યું કે, તેઓ ભાજપના બીજા નેતાઓને મળે અને એમને ગડકરી વિષેની ચોખવટ સમજાવે. બીજી બાજુ નાગપુરે એટલે સંઘે ગડકરીને સૂચના આપી કે તેઓ એ જ દિવસે ભાજપના ૧૧, અશોક રોડ પર આવેલા કેન્દ્રિય કાર્યાલયમાં ભાજપના ટોચના નેતાઓની મીટીંગ બોલાવે અને એમાં ગુરૂમૂર્તિ હાજર રહે.
હવે, સવાલોનો સવાલ એ છે કે, આરએસએસએ ગડકરીને શા માટે ઓક્સીજન આપવો જોઈએ? શું સંઘને ગડકરી કરતાં સારો નહીં તો, ગડકરી જેવો કોઈ સ્વયંસેવક નથી મળતો? સંઘના લાખો કરોડો સ્વયંસેવકો છે એ શું બધા ડોબા જ છે? એ લાખો કરોડોમાંથી એકાદ ઉપર પણ સંઘ વિશ્વાસ મૂકી શકે એવું નથી? તો સંઘે ૮૭ વર્ષ સુધી કર્યું શું ? બધા વર્ષો પાણીમાં ગયા? જે કરોડો સ્વયંસેવકોએ સંઘ પાછળ બલિદાન આપ્યા એ એળે ગયા ?
બીજી વાત. ગડકરી સંઘને દોથા ભરી ભરીને રૂપિયા આપે છે... તો એવા રૂપિયા સંઘને આપનારા ઘણા છે. એમાં કોઈ સારો માણસ નથી મળતો સંઘને કે જેથી એ ગડકરીને વળગી રહ્યો છે?
ત્રીજી વાત. ગડકરીએ એની કંપનીઓમાં જે ૬૦૦થી ૧૦૦૦નો સ્ટાફ રાખ્યો છે એ બધા જ સંઘના સ્વયંસેવકો જ છે... તો શું ગડકરી ભાજપના પ્રમુખપદે ન હોય તો એ સ્ટાફ બેકાર થઈ જવાનો હતો?
ગડકરીને મોહન ભાગવત વળગી રહ્યા છે અને સંઘની સલામતીની છત્રી નીચે એમને રાખે છે. ગડકરીએ જાતે ૨૬ ઓક્ટોબરે સુષમા સ્વરાજ, અરૂણ જેટલી, આડવાણી વગેરેને જણાવી દીધેલું કે, તેઓ હવે પ્રમુખ તરીકે રહેવા નથી ઈચ્છતા. જોકે એમણે તો પહેલાં પણ ભાજપના પ્રમુખ બનવાનો દાવો કદી કરેલો જ નહીં. તેઓ એક વેપારી જ છે અને વેપાર સિવાય એમને બીજો રસ પણ ન હોય. ભાજપનું પ્રમુખપદ એમની ઉપર ત્યારે ભાગવતે ઠોકી બેસાડેલું. એમને બે વર્ષ પહેલાં પ્રમુખ બનાવ્યા ત્યારે જ બીજાઓને તો ઠીક, પણ ભાજપના જ નેતાઓને નવાઈ લાગેલી. એ પછી ભાજપના બંધારણમાં પ્રમુખપદની મુદતના વર્ષમાં ફેરફાર કરવાનું પણ ભાગવતે જ કરાવેલું. (સંઘ બીજાને અને પોતાનાને પણ ઉલ્લુ બનાવતો રહ્યો છે કે, સંઘને અને રાજકારણને સંબંધ નથી અથવા ભાજપની બાબતમાં સંઘ માથું નથી મારતો વગેરે વગેરે... જ્યારે હકીકતમાં ભાજપના ડગલેડગલામાં સંઘ માથું મારતો રહ્યો છે. સંઘને પૂછ્‌યા વિના ભાજપમાં પાંદડું પણ નથી હલી શકતું. વળી સંઘની બીજી લુચ્ચાઈ જૂઓ. ભાજપ જીતે તો સંઘ કહેશે કે અમારા કારણે જીત્યો અને ભાજપ હારશે તો કહેશે કે અમે ટેકો ન આપ્યો એટલે હાર્યો! અરે, ઈંદિરા ગાંધી જ્યારે જીત્યા ત્યારે પણ સંઘ કહેતો હતો કે અમે ટેકો આપ્યો એટલે એ જીત્યા! જૂઠાણું ચલાવવાની પણ કોઈ હદ હોય કે નહીં ?) એ જ રીતે અત્યારે પણ સંઘ જ ગડકરીને ઓક્સીજન આપી આપીને ઊભા રાખી રહ્યો છે. ગડકરીને બચાવવા એટલે જ ભાગવતે ગુરૂમૂર્તિનું નાટક કર્યું. એ ગુરૂમૂર્તિએ પણ ગડકરીને ક્લીનચીટ આપી નહીં. ફક્ત કંપનીઓ વિષે જ કહ્યું.
હવે ગડકરીની વિરૂદ્ધમાં રામ જેઠમલાણી, યશવંતસંિહા અને શત્રુધ્નસંિહા ખુલ્લા બહાર આવ્યા છે. અગાઉ કેજરીવાલે સૌ પ્રથમ ગડકરી વિરૂદ્ધ નિવેદન કરેલું ત્યારે સુષમા સ્વરાજ અને અરૂણ જેટલી ગડકરીના બચાવમાં બોલેલા પણ હવે એ પણ ચૂપ છે.
આમ, ગડકરીના કારણે ભાજપમાં જેમ ભાગલા પડ્યા છે એમ સંઘમાં પણ ભાગલા પડ્યા છે. સંઘની શિસ્ત (‘‘શિસ્ત’’ એટલે ‘‘બ્રેઈન વોશંિગ.’’ સંઘમાં શિસ્તના નામે બ્રેઈન વોશંિગ જ થાય છે.)ના કારણે કોઈ બોલતું નથી તો પણ સંઘના એક વખતના પ્રવકતા તથા બૌદ્ધિક પ્રમુખ મા.ગો. વૈદ્ય ગડકરીના પ્રકરણમાં કૂદી પડ્યા.
સો વાતની એક વાત... ગડકરી વેપારી છે અને ચાલાક વેપારીની જેમ એમણે બનાવટી કંપનીઓ ઊભી કરીને બનાવટી ડીરેક્ટરો કર્યા અને બનાવટી સરનામા રાખ્યા. એમની બનાવટી કંપનીઓ આ પ્રમાણે છે...
પૂર્તિ ગુ્રપ
(૧) અશ્વમી સેલ્સ એન્ડ માર્કેટીંગ
(૨) અર્નેવેલ ટ્રેડર્સ
(૩) સ્વીફ્‌ટસોલ (ઈન્ડિયા) પ્રા.લિ.
(૪) નિવિતા ટ્રેડર્સ
(૫) રિગ્મા ફીન ટ્રેડ
(૬) જસિકા મર્કન્ટાઈલ પ્રા.લિ.
(૭) લીવરેજ ફીનટ્રેડ પ્રા.લિ.
(૮) રીજેન્સી ઈક્વીફીન પ્રા.લિ.
(૯) ચેરીયટ ઈન્વેસ્ટ્રેડ પ્રા.લિ.
(૧૦) સ્ટાર લાઈટ ફિનકોમ પ્રા.લિ.
(૧૧) વિદ્યા વિલ્ડકોન પ્રા.લિ.
(૧૨) મનોહર ઈન્ફ્રાસ્ટ્રકચરલ પ્રા.લિ.
(૧૩) રોલર મલ્ટીટ્રેડ પ્રા.લિ.
(૧૪) ઓલવાઈઝ ફિનવેસ્ટ પ્રા.લિ.
(૧૫) જયનામ મર્કન્ટાઈટલ પ્રા.લિ.
(૧૬) મહાવિદેહ સિક્યોરીટીઝ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ
(૧૭) નીતે મર્કન્ટાઈટલ પ્રા.લિ.
(૧૮) અપડેટ મર્કન્ટાઈલ પ્રા.લિ.
ગડકરી વાણિયા નથી કે ખાનદાની વેપારી નથી. તેઓ મહારાષ્ટ્રના દેશજ બ્રાહ્મણ છે. વેપાર સાધારણ રીતે બ્રાહ્મણોના લોહીમાં નથી હોતો. બ્રાહ્મણ અબજોપતિ હોય એવું જ્વલ્લે જ બને. નારાયણ મૂર્તિ જેવા અબજોપતિ પોતાની બુદ્ધિના બળે અબજોપતિ બન્યા છે. વિજય માલ્યાને વારસામાં વેપાર મળેલો. આ બધા અપવાદ છે.
ગડકરી પણ પોતાની જાતને વેપારી ગણાવતા અચકાતા નથી. હા, એમાં તેઓ એટલું ઉમેરે છે કે, તેઓ વેપાર સમાજસેવા માટે જ કરે છે.
તેઓ રાષ્ટ્રીય પ્રમુખ થયા પછી જ્યારે દિલ્લી ગયેલા ત્યારે પણ એમણે પોતે વેપારી હોવાનું ગૌરવ જણાવેલું.
ગુણવંત છો. શાહ

 

સાચવી રાખો
અસ્થમા, મઘુમેહ, નપુંસકતા, થાયરોઈડ, હાઈડ્રોસીલ, માસિકની અનિયમિતતા વગેરે દૂર કરનાર એક સહેલું આસન
પહેલાં જમીન એટલે ફર્સ ઉપર ચટ્ટાઈ પાથરીને પીઠ ફર્સ ઉપર રહે એ રીતે સૂઈ જાઓ. શરીરને ઢીલું રાખીને ઊંડા શ્વાસ લો. એ વખતે બન્ને પગોને ઊંચે લઈને બને એટલા માથા તરફ ખેંચો. બન્ને પગ જોડેલા રાખો. પછી બન્ને હાથને કોણીથી કમરના નીચેના ભાગને ટેકો આપો. (સાથેના ફોટામાં છે એમ) મહેનત કે શ્રમ કર્યા વિના જેટલી વાર આ રીતે રહી શકાય એટલી વાર રહીને પાછા પગ આસ્તે આસ્તે જમીન ઉપર લાવો. એ પછી શવાસનમાં આરામ કરો.
આ આસનથી મઘુમેહ, અસ્થમા, નપુંસકતા, માસિકની અનિયમિતતા, હાઈડ્રોસીલ વગેરે મટાડે છે... પણ લાંબા ગાળે... ત્રણ ચાર વર્ષ સુધી નિયમીત કર્યા પછી.
ખાંસી, શરદી, તાવ, ફલુથી પણ બચાવ થાય છે.
હૃદયરોગ, બી.પી., સ્લ્પિ ડીસ્ક, સ્પોન્ડીલાઈટીસ, લીવર જેવા રોગીઓએ આ આસન ન કરવું.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે સોનિયા, એહમદ પટેલ, ફર્નાન્ડિસ, જોષી વચ્ચે બેઠક
મતદાનની સ્લીપ હશે તો ઓળખકાર્ડની જરૃર નહી

થાનગઢ હત્યાકાંડ પ્રકરણમાં કમાન્ડોની એ.કે.૪૭માંથી ગોળીઓ છૂટી હતી

મધુબેન સાથે જૂના રસોઈયા રોહિતે ફરી નોકરી મેળવવા ઝઘડો કરેલો
૨૦૦૭માં પિતા હાર્યા તે ગોધરા બેઠક પર પુત્રને ટિકીટ ફાળવાઈ
ધોનીના ઇશારે બીસીસીઆઇએ ઇડન ગાર્ડનના ક્યુરેટરની હકાલપટ્ટી કરી

ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને વન ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી મજલ ખેડશે
ગ્રીસ પેકેજ મંજૂરી છતાં યુરો એસેટ જોખમ, યુ.એસ. ફિસ્કલ ક્લીફ ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોનું રૃ.૪૦૦ તૂટી રૃ.૩૨ હજારની અંદર વિશ્વ બજારમાં ૪૦ ડોલરનું ગાબડું
સેબીએ સાત જણાં પર પ્રતિબંધ મૂક્યો

લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૃ. બે લાખ કરોડનો આંક વટાવી ગયું

કેતન પારેખ સાથે સંકળાયેલી કંપનીઓમાં સોદા કરવા બદલએમઆઇટીએલ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકતી સેબી
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકા પર પરાજયનો ભય સર્જાયો
ગુજરાતની ગર્લ્સ ટીમ સબજુનિયર નેશનલ વોલીબોલમાં ચેમ્પિયન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved