Last Update : 29-November-2012, Thursday

 

ભારતીય સાડીને મળ્યો નવો લૂક

- શેરડીના સાંઠા જેવી પાતળી ગર્લ્સથી લઈને સ્થૂળકાય સ્ત્રીઓ રિસોર્ટ પર સાડી પહેરી શકે છે. ફેબ્રીકમાં હવે લાયક્રાનો સમાવેશ થયો છે.

ભારતીય ફેશન ડિઝાઈનરોએ આપણી પરંપરાગત સાડીમાં સંખ્યાબંધ અખતરા કરીને તેને નવી લાક્ષણિકતા બક્ષવા સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી કરી છે. જોકે મહાનગરોમાં રહેતી મોટા ભાગની માનુનીઓને તો પ્રસંગોપાત જ સાડી પહેરવાનું ગમે છે. આવી સ્થિતિમાં કોઈ રિસોર્ટ પર જાય ત્યારે સાડી પહેરે ખરું? આનો જવાબ 'ના'માં જ આવે. પણ ભારતીય ફેશન ડિઝાઈનરોએ છ વારની સાડીને નવી ભાત આપીને રિસોર્ટવેર તરીકે લોંચ કરી 'રિસોર્ટમાં શું પહેરું?' વિચારતી માનુનીઓની સમસ્યા હલ કરી દીધી છે. ખાસ કરીને આકર્ષક દેહયષ્ટિ ન ધરાવતી પામેલાઓને આ મુંઝવણ વધુ સતાવે છે. તેઓ કહે છે કે ભારતીય મહિલાઓની બોડી-ટાઈપમાં ખૂબ વિવિધતા જોવા મળે છે. શેરડીના સાંઠા જેવી પાતળી માનુનીથી લઈને સ્થૂળકાય સ્ત્રીઓ સુધ્ધાં રિસોર્ટ પર સાડી પહેરી શકે છે. આને માટે સાડીના ફેબ્રિકમાં લાયક્રા ભેળવવામાં આવ્યું છે. તેના ઉપર દરિયા કિનારાની રેતી ચોંટતી નથી, તેના ઉપર કરચલી પડતી નથી અને તેમાં ખિસ્સા પણ બનાવવામાં આવ્યાં છે.
ફેશન ડિઝાઈનરો વધુમાં જણાવે છે કે રિસોર્ટ સાડી ડેનિમ હોટ પેન્ટ સાથે પહેરી શકાય છે. વળી તેના પાલવના ભાગમાં વચ્ચે ઝિપ લગાવવામાં આવે તો તેની નેકલાઈન કમાલની દેખાય છે. આ સાડી પાતળી પરમારથી લઈને માંસલ દેહયષ્ટિ ધરાવતી કે થોડી સ્થૂળ માનુનીને પણ સુટ થાય છે. તેઓ માને છે કે રિસોર્ટનો પોશાક એકદમ આરામદાયક અને ફલોઇંગ હોવો જોઈએ. આપણી સાડી કરતાં વધુ સુવિધાજનક પરિધાન કયું હોઈ શકે. બસ તેમાં થોડો ફેરફાર કરવાની જરૃર રહે છે.
એક સાડી ડ્રેપર કહે છે કે છ વારની સાડીને તમે અસંખ્ય રીતે પહેરી શકો છો. રિસોર્ટ પર કલરફુલ અને ફલોઇંગ ફેબ્રિકની સાડીને એવી રીતે પહેરો કે તે જમીન પસ ઘસડાય નહીં. ચાહે તે પેટિકોટ સાથે પહેરો કે પછી ચુડીદાર અથવા શોર્ટસ સાથે. રિસોર્ટ સાડી સાથે બ્લાઉઝ સ્લીવલેસ જ શોભશે અને કમ્ફર્ટેબલ પણ લાગશે. તે વધુમાં જણાવે છે કે શોર્ટ પર સાડીનો એક ભાગ પ્લિટ બનાવીને બેલ્ટ સાથે બાંધ્યા બાદ બીજો છેડો દક્ષિણી સાડી સ્ટાઈલમાં ખભા પર નાખી પીન-અપ કરી દો. રિસોર્ટ સાડીને અડધી સીવીને તેના પાલવને બે ભાગમાં વહેંચી વચ્ચેથી ઝિપ લગાવી દેવાથી તે બન્ને બાજુથી કફતાન જેવી દેખાશે. સાથે તેની નેકલાઈન પણ અનોખી લાગશે. આ અને આવા ઘણાં પ્રયોગ રિસોર્ટ સાડીમાં કરી શકાય.
જો કે, અત્યારની ગર્લ્સને સાડી પહેરવું ગમતુ નથી. કારણકે આજની ફેશનેબલ ગર્લ્સ માટે તો વનપીસ, જીન્સ, ટી શર્ટ, શોર્ટ શર્ટ વગેરે ઇન ડિમાન્ડમાં છે. પણ આજે આપણી પારંપરિક સાડીને એક દમ નવો લૂક મળ્યો છે. આજે સાડી તો પહેરાય છે પણ તેનો લૂક સાવ બદલાઇ ગયો છે. તેમાં પણ વિવિધ સ્ટાઇલીસ્ટ સાડીઓ આજે વિવિધ પ્રસંગો, ઇવેન્ટ, પાર્ટીઓમાં ગર્લ્સ પહેરતી જોવા મળી રહી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે સોનિયા, એહમદ પટેલ, ફર્નાન્ડિસ, જોષી વચ્ચે બેઠક
મતદાનની સ્લીપ હશે તો ઓળખકાર્ડની જરૃર નહી

થાનગઢ હત્યાકાંડ પ્રકરણમાં કમાન્ડોની એ.કે.૪૭માંથી ગોળીઓ છૂટી હતી

મધુબેન સાથે જૂના રસોઈયા રોહિતે ફરી નોકરી મેળવવા ઝઘડો કરેલો
૨૦૦૭માં પિતા હાર્યા તે ગોધરા બેઠક પર પુત્રને ટિકીટ ફાળવાઈ
ધોનીના ઇશારે બીસીસીઆઇએ ઇડન ગાર્ડનના ક્યુરેટરની હકાલપટ્ટી કરી

ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને વન ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી મજલ ખેડશે
ગ્રીસ પેકેજ મંજૂરી છતાં યુરો એસેટ જોખમ, યુ.એસ. ફિસ્કલ ક્લીફ ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોનું રૃ.૪૦૦ તૂટી રૃ.૩૨ હજારની અંદર વિશ્વ બજારમાં ૪૦ ડોલરનું ગાબડું
સેબીએ સાત જણાં પર પ્રતિબંધ મૂક્યો

લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૃ. બે લાખ કરોડનો આંક વટાવી ગયું

કેતન પારેખ સાથે સંકળાયેલી કંપનીઓમાં સોદા કરવા બદલએમઆઇટીએલ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકતી સેબી
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકા પર પરાજયનો ભય સર્જાયો
ગુજરાતની ગર્લ્સ ટીમ સબજુનિયર નેશનલ વોલીબોલમાં ચેમ્પિયન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved