Last Update : 29-November-2012, Thursday

 
દિલ્હીની વાત
 

ભાજપને ગૂંગળાવતા જેઠમલાણી
નવી દિલ્હી, તા.૨૮
ભાજપના રાજ્યસભાના સભ્ય અને નામાંકિત વકિલ રામ જેઠમલાણી શો-કોઝ નોટિસથી છંછેડાયા છે. નીતીન ગડકરી સામે તેમજ પક્ષે સીબીઆઈના વડાની નિમણુંક બાબતે વિરોધ કરનાર જેઠમલાણી શરૃઆતમાં એમ કહેતા હતા કે મને નોટીસ આપવાની કોઈનામાં તાકાત નથી, હવે તે કહે છે કે મને નોટિસ જ નથી મળી !! તેમના બળવાખોર સ્વભાવથી એવું લાગે છે કે તે પોતે જ હકાલપટ્ટી થવા ઈચ્છે છે. પરંતુ પક્ષપલટા વિરોધ ધારા હેઠળ પણ તેમને સમસ્યા નડશે. કેમ કે પક્ષમાંથી હકાલપટ્ટી પછી સંસદમાં તે અપક્ષ સાંસદ તરીકે રહી શકે નહીં. આ સંજોગોમાં તે ભાજપની તેમજ નીતીન ગડકરીની જાહેરમાં ટીકા કરતા રહેશે...
ભાજપ બે ભાગમાં...
નીતીન ગડકરીના બિઝનેસ ડીલીંગના કારણે ભાજપની ભ્રષ્ટાચાર વિરોધી ફાઈટ નબળી પડી છે. જેઠમલાણી માટે રાહતની વાત એ છે કે ગડકરીનો વિરોધ કરનારાની લાઈન દિન-પ્રતિદિન લાંબી થતી જાય છે. પ્રશ્ન એ પણ છે કે નાગપુર અને દિલ્હીમાં ગડકરીના બોસ ટીકાઓનો સામનો કેવી રીતે કરશે તે જોવાનું રહ્યું. ભાજપને ડર એ છે કે ગડકરી સામેનો વિરોધ પક્ષને બે ભાગમાં વહેંચી નાખશે. પરંતુ અહીં છુટા પડવા માટે પણ ૧૧૫ સાંસદોમાંથી ૭૫ સાંસદોની જરૃર રહે પક્ષની અંદરના વર્તુળો કહે છે કે જ્યાં સુધી ટીકાકારોને અડવાણીનો ટેકો નહીં મળે ત્યાં સુધી કશું થઈ શકે નહીં.
બાકીનાઓ સામે પગલાં
અહીં મહત્વનો મુદ્દો એ પણ છે કે જેઠમલાણી સામેના પગલાં લેવાયા એમ યશવંતસિંહા અને શત્રુધ્નસિંહા જેવાઓ સામે શા માટે ના લેવાયા !! જાણકારો માને છે કે યશવંતસિંહા અને શત્રુધ્નસિંહા કરતાં જેઠમલાણી સોફ્ટ ટાર્ગેટ હતા. આ બંને સિંહા પરના પગલાં મતદારોને અસર કરી શકે એમ છે.
રાજકીય ગેમની આંકડાની બાજીમાં જેઠમલાણીની અપીલ કોઈ ખાસ પ્રભાવ ઉભો નથી કરતી...
નીતીનના વિવિધ રૃપ
દિલ્હીના વર્તુળોમાં ચાલતી ચર્ચા અનુસાર ભાજપે ક્યારેય નીતીન ગડકરી જેવો નબળો અને વિવાદાસ્પદ પ્રમુખ નથી જોયો. ભૂતપૂર્વ પ્રમુખોની સરખામણીમાં તે ઓલરાઉન્ડર છે. પરંતુ રાજકીય ગેમમાં તે નિષ્ણાત નથી. પક્ષના નેતાઓ યાદ કરતા કહે છે કે પ્રમુખ તરીકે વટાયા પછી તે પોતાની સંગીતની કલા બતાવતા હતા. પછી તેમણે પોતાની જાતને કવિ તરીકે વણેવી હતી. પછી લિટરેચરની અને ફિલ્મ બનાવવાની વાત કરી હતી. છેલ્લે તે બિઝનેસમેન તરીકે જોવા મળ્યા હતા.
આર્ટિસ્ટ ઓફ બ્રશ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રીલેશન્સના પ્રમુખ ડો. કરણસિંહે ગઈકાલે રાત્રે નામાંકિત પેઈન્ટર પરેશ મઈતેને આર્ટીસ્ટ ઓફ બ્રશનો દયાવતી એવોર્ડ ફોર આર્ટ અપાયો હતો. પરેશે વિશ્વભરમાં ૬૦ જેટલા પ્રદર્શનો યોજ્યા છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved