Last Update : 29-November-2012, Thursday

 

૨૦૧૨ કરતાં ૨૦૧૩નું વર્ષ વધુ ઉથલ-પાથલો વાળું રહેશે
વહેલી ચૂંટણીઓ કોઈનેય પોષાય એમ નથી

ઓનલાઇન - અરૃણ નહેરૃ
- આક્ષેપોની ગેમ ચાલુ છે ઃ બધા એકબીજા પર દોષનો ટોપલો નાખે છે ઃ વિવાદો રોજ ભડકી રહ્યા છે ઃ મુખ્ય રાજકીય પક્ષો કરતાં પ્રાદેશિક પક્ષોની વગ વધારે છે...
- ૨૦૧૪ની ચૂંટણીઓ માટે તૈયારી ઃ કોંગ્રેસનો મુખ્ય આશય પક્ષ અને સંગઠન વચ્ચે સંવાદ ચાલુ રહે તે માટેનો છે ઃ ભાજપ માટે ગડકરીની સમસ્યા

 

અમેરિકામાં પ્રમુખપદનો જંગ પ્રમુખ બરાક ઓબામા મજબુત માર્જીન સાથે જીતી ગયા હતા. મિટ રોમનીના ૨૦૦ સામે ઓબામા ૩૩૦ જેવી જંગી મતો સાથે છવાઈ ગયા હતા. જોકે ચૂંટણી દરમ્યાન આર્થિક મુદ્દાઓ, વૈશ્વિક આર્થિક સ્થિતિ વગેરે ચર્ચાયા હતા. યુકે અને યુરોપની આર્થિક સ્થિતિ કથળેલી છે જ્યારે મધ્યપૂર્વના દેશોની સ્થિતિ હિંસક બની રહી છે. બીજી તરફ BRIC (બ્રાઝીલ, રશિયા, ઈન્ડિયા, ચીન) દેશો નબળા આર્થિક ગ્રોથથી પીડાઈ રહ્યા છે. આમ દરેક ડામાડોળ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે. મેં અગાઉ પણ લખ્યું છે કે ૨૦૧૩નું વર્ષ ૨૦૧૨ કરતા વધુ મુશ્કેલી ભર્યું હશે. સપ્ટેમ્બરમાં જ્યારે આઈઆઈપીના આંકડા આવ્યા ત્યારે જ આપણને સંકેત મળી ગયા હતા. ૨૦ અબજની વેપારી ખાદ્ય એ સૌથી વધુ હતી. જ્યારે ટેલિકોમ ક્ષેત્રે સ્પેકટ્રમની હરાજીનો ફિઆસ્કો એ પણ બહુ સારી નિશાની ના કહી શકાય.
હકીકતોથી તમે દુર ના ભાગી શકો, તેમજ જ્યારે નેગેટીવ વિચારસરણી ચાલુ રહે તે પણ સારી વાત નથી. ઓડીટ રીપોર્ટના આધારે જ્યારે સમાચાર માધ્યમો અહેવાલો ચમકાવે છે ત્યારે ઘણું અર્ધસત્ય હોય છે. દરેક નિર્ણય શંકાસ્પદ કહી શકાય એવા હોય છે. પીઆઈએલ, એફઆઈઆર, ચાર્જશીટ વગેરે શહેર સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ સામે હોઈ શકે છે પરંતુ તેની વચ્ચે રહેવા બધા ટેવાઈ ગયા હોય એમ દેખાઈ આવે છે. સત્તાધારી પક્ષ અંગે કોઈ દોષ શોધી કાઢે છે તો તાત્કાલીક તેને બહુ મોટા મહાત્માનો દરજ્જો મળી જાય છે.
આક્ષેપોની ગેમ ચાલુ છે. રોજ રોજ નવા આક્ષેપો થાય છે પરંતુ આ સ્થિતિ માટે માત્ર સરકારને જવાબદાર ઠરાવી શકાય નહીં. આ નેગેટીવ પરિસ્થિતિ કહેવાય અને આપણે તેનો સામનો કરતા શીખી જવું પડશે. મેં અગાઉ પણ લખ્યું હતું કે હાઈકોર્ટે કોઈ નિર્ણાયક રોલ કરવો પડશે. કદાચ આવું થઈ પણ રહ્યું છે. જ્યારે કોઈ પીઆઈએલ થાય ત્યારે ટીવી ચેનલો (જ્યાં પ્રુફની જરૃર નથી) તેને સમાચાર બનાવી દે છે.
આ સંજોગોમાં કોંગ્રેસ, ભાજપ અને અન્ય આગળ પડતા પ્રાદેશિક પક્ષોએ તેમના હોદ્દેદારોને હતાશ તત્ત્વોના હાથા બનતા અટકાવવા પડશે.
કોંગ્રેસે કેબીનેટ સર્જરી કરીને કેટલાક ફેરફારો કર્યા છે. એક-બે જણા નારાજ હોઈ શકે છે પરંતુ તેમને સમજાવી શકાયા હતા. હવે પક્ષમાંના ફેરફારની રાહ જોવાય છે. ૨૦૧૪ની ચૂંટણીઓ માટેની તૈયારી રૃપે સરકારે તૈયારી કરી છે અને પક્ષે તેમજ સંગઠન વચ્ચેના સંવાદો અસરકારક રીતે ચાલુ રહે તેવા પ્રયાસ કરવામાં આવશે. કોંગ્રેસનું મોવડી મંડળ વારંવાર રાજ્યોમાં હાજર રહેશે તો કાર્યકરોની હિંમત વધશે તે મુદ્દે પણ વિચારાયું હતું. આંધ્રપ્રદેશ, કર્ણાટક, બંગાળ, ઝારખંડ, મધ્યપ્રદેશ, પંજાબ અને ઓડીસામાં કેટલાક વિવાદાસ્પદ પ્રશ્નો પક્ષે ઉકેલવાના છે. રાજકારણમાં કશું કાયમી નથી અને તકની આવન-જાવન ચાલુ રહે છે. જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી જાય છે એમ એમ રાજકીય જોડાણોની સિસ્ટમમાં પણ ફેરફાર જોવા મળશે.
મને આઘાત લાગે છે કે જ્યારે હું ભાજપની અંદર જ ભાજપના પ્રમુખ નીતીન ગડકરી સામે મતભેદો જોઉં છું. ઈન્ટરનલ ઓડીટને આગળ ધરીને કોઈ પરિણામ પર આવવું તેનો અર્થ નથી. સતત મુંઝવણો પછી પક્ષે સુધારણાના કેટલાક પગલાં ભર્યા છે. ભાજપને નવા પ્રમુખની જરૃર પડશે, આ નવા પ્રમુખ એવા હોવા જોઈએ કે જે દેશમાં જાણીતા હોય અને પક્ષની પ્રવૃત્તિમાં પુરો સમય આપે. ફીટનેસ પણ મહત્ત્વની છે. મને એ ખબર નથી કે જ્યારે આટલા બધા બુદ્ધિ પ્રતિભાવાળા ઉપલબ્ધ છે છતાં શા માટે નિર્ણય લેવામાં મુશ્કેલી પડે છે. બિહાર પર નજર કરીએ તો રાજ્યના ત્રણ નેતાઓ રવિશંકરપ્રસાદ, રાજીવ પ્રતાપ રૃડી કે શેહનવાઝ હુસૈન સફળ છે. તેઓ કેન્દ્રીય પ્રધાન બની ચૂક્યા છે તે પણ ખાલી જગ્યા પુરી શકે એમ છે.
ભાજપના પ્રમુખ અને તેમના બિઝનેસ હીતો સંબંધી મામલો યુ ટર્ન લઈ રહ્યો છે, જ્યારથી અટલબિહારી વાજપેઈ સક્રિય રાજકારણથી દુર ગયા છે ત્યારથી એક કરતા વધુ સત્તાના કેન્દ્રો ભાજપ અને આરએસએસ ગુંચવાડો સર્જે છે. આ સ્થિતિ ૨૦૧૪ની ચૂંટણીઓ સુધી ચાલુ રહેશે. હકીકત તો એ છે કે આ તબક્કે યુપીએ કે એનડીએના વર્ચસ્વ કરતાં પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ વધુ રહેશે. સેક્યુલર અને નોન-સેક્યુલર મોરચે પણ મતોનું અનુમાન થઈ શકે એમ નથી. લઘુમતી મતદારો પાસે કોઈ ખાસ વિકલ્પો નથી.
આપણી સામે શિયાળુ સત્ર પસાર થઈ રહ્યું છે. તૃણમુલ કોંગ્રેસે શિયાળુ સત્રમાં સરકારને પડકારવાની તૈયારી એડવાન્સમાં કરી લીધી હોય એમ લાગતું હતું.
તૃણમૂલ કોંગ્રેસ વહેલી ચૂંટણી ઈચ્છે છે પણ કોઈ પક્ષ વહેલી ચૂંટણી માટે તૈયાર નથી, દરેકને તેની સમસ્યા છે. કેમકે ચૂંટણી માટે હજારો કરોડના ખર્ચની જરૃર હોય છે. મને લાગે છે કે ચૂંટણીઓ સમયસર થશે પરંતુ રાજકીય ભાવિ અંગે કશું કહી શકાય નહીં. કેમકે યુપીએના જોડાણવાળા પક્ષો અને વિપક્ષો રાજકીય ઉથલપાથલો કર્યા કરે છે.
ટેલિકોમ ક્ષેત્રની વિગતો પણ વિચિત્ર છે. જે ૧,૭૬ હજાર કરોડની ખોટના આંકડા 'કેગે' આપ્યા તેના પગલે શ્રેણીબદ્ધ વિરોધો થયા હતા જેના કારણે વૈશ્વિક સ્તરે ઈમેજને ધક્કો વાગ્યો હતો, સ્પેકટ્રમની હરાજીથી અંદાજે ૪૦ હજાર કરોડ મળવાનો અંદાજ હતો.
પરંતુ પરિણામ શું આવ્યું ? આપણે બધા આપણા મત પ્રદર્શિત કરીએ છીએ, પરંતુ ભવિષ્ય માટે સુધારણાના પગલા લેવા જોઈએ. પેટ્રોલિયમ, કોલ, પાવર વગેરેને સાંકળતા ઉર્જા ક્ષેત્ર વિશે આપણે ગંભીર નથી અને જ્યારે દરેક વિષય પર શંકા થઈ રહી છે ત્યારે ભાવિ પગલાં લેવા મુશ્કેલ બને છે.
આપણે આક્ષેપોની ગેમ જોઈ રહ્યા છીએ. બધા લોકો દોષનો ટોપલો એકબીજાના માથે નાખી રહ્યા છે. બીજી તરફ વહિવટની ત્રણ પાંખો વચ્ચે ગંભીર અસમાનતા સંવેદનશીલ મુદ્દો બની છે. દરેક સિસ્ટમને જવાબદાર ગણવાની વાતનો પણ વિવાદ છે. આપણે વિવાદો અને ઉહાપોહને બહુ પ્રોત્સાહન ના આપવું જોઈએ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે સોનિયા, એહમદ પટેલ, ફર્નાન્ડિસ, જોષી વચ્ચે બેઠક
મતદાનની સ્લીપ હશે તો ઓળખકાર્ડની જરૃર નહી

થાનગઢ હત્યાકાંડ પ્રકરણમાં કમાન્ડોની એ.કે.૪૭માંથી ગોળીઓ છૂટી હતી

મધુબેન સાથે જૂના રસોઈયા રોહિતે ફરી નોકરી મેળવવા ઝઘડો કરેલો
૨૦૦૭માં પિતા હાર્યા તે ગોધરા બેઠક પર પુત્રને ટિકીટ ફાળવાઈ
ધોનીના ઇશારે બીસીસીઆઇએ ઇડન ગાર્ડનના ક્યુરેટરની હકાલપટ્ટી કરી

ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને વન ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી મજલ ખેડશે
ગ્રીસ પેકેજ મંજૂરી છતાં યુરો એસેટ જોખમ, યુ.એસ. ફિસ્કલ ક્લીફ ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોનું રૃ.૪૦૦ તૂટી રૃ.૩૨ હજારની અંદર વિશ્વ બજારમાં ૪૦ ડોલરનું ગાબડું
સેબીએ સાત જણાં પર પ્રતિબંધ મૂક્યો

લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૃ. બે લાખ કરોડનો આંક વટાવી ગયું

કેતન પારેખ સાથે સંકળાયેલી કંપનીઓમાં સોદા કરવા બદલએમઆઇટીએલ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકતી સેબી
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકા પર પરાજયનો ભય સર્જાયો
ગુજરાતની ગર્લ્સ ટીમ સબજુનિયર નેશનલ વોલીબોલમાં ચેમ્પિયન
 

 

 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved