Last Update : 29-November-2012, Thursday

 

રુક જા ઓ 'જાનેવાલે' રુક જા

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
 

 

સામેથી થાય એને કહેવાય સામૈયું, તો પાછળથી થાય એને પાછળિયું કહેવાય કે નહીં? ઢોલ-તાસા અને શરણાઈની સૂરાવલી સાથે સામૈયાં થતાં જોયાં હશે, પણ પાછળથી વાજતેગાજતે પાછળિયાની વિધિ થતી નહીં જોઈ હોય.
ખેર, આ પાછળિયાની વિધિ જોવી હોય તો રાજસ્થાન જવું પડે. રાજસ્થાનમાં ઝુંજનુ જિલ્લામાં જઈ જાહેરમાં લઘુશંકા કે ગુરુશંકા કરવાની હિંમત કરવી પડે. લઘુશંકા કરવા માટે કે ગુરુશંકા કરવા માટે બેઠાં કે ખલાસ, ઢોલ ઉપર ધ્રીબાંગ ધ્રીબાંગ દાંડી પીટતા અને શરણાઈ વગાડતા સ્વયંસેવકો પાછળથી ગામ ગજાવતા આવી પહોંચશે અને જાહેરમાં ગંદકી કરવા બદલ જાહેરમાં ફજેતી કરશે.
ઝુંજનુ જિલ્લા પરિષદ હેઠળનાં ૩૪ ગામડામાં લોકોને જાહેરમાં ગંદકી કરતા રોકવા માટે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. કેન્દ્રના પ્રધાન જયરામ રમેશે તાજેતરમાં જ એવું આહવાન કર્યું હતું. 'નો ટોઈલેટ, નો બ્રાઈડ'. જે ઘરમાં જાજરૃ ન હોય ત્યાં દીકરી પરણાવશો નહીં એવી સલાહ આપી છે. બીજી બાજુ જાહેરમાં છીછી... પીપી કરીને ગંદકી કરતા લોકોને સબક શીખવવા રાજસ્થાનમાં નવો જ નુસખો અજમાવવામાં આવ્યો છે. ગંદકી કરતા રોકવા અને શરમાવવા માટે ગાઈ-વગાડીને દેકારો મચાવવામાં આવે એને કયો શો કહેવાય ખબર છે? રોક-શો (કે રોકશો?).
ભડકામણાં કપડાં પહેરતા જ નહીં
જે રાજ્યમાં નેતાઓ અને સરકારી બાબુઓ અવારનવાર ઊઘાડા પડતા હોય છે એવાં ઉત્તર પ્રદેશના સૌથી વધુ કમાઉ દીકરી સમાન વાણિજ્ય કર વિભાગ (પ્રોફેશનલ ટેક્સ ડિપા.) દ્વારા ઓફિસરો અને કર્મચારીઓને ઢંગથી કપડાં પહેરીને આવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભડકામણા કલરવાળા, ટૂંકાં કે ઢંગધડા વગરનાં વસ્ત્રો પરિધાન કરી પગમાં સ્પોર્ટસ શૂઝ કે ચપ્પલ પહેરીને કોઈએ નહીં આવવાનું. એક દમ મર્યાદાવાળાં, સ્વચ્છ અને શાલીન વસ્ત્રો પરિધાન કરીને જ આવવાનું જેથી બહારની વ્યક્તિ ઓફિસમાં આવે એ સારી છાપ લઈને જાય. વસ્ત્રોની સાથે વર્તન સુધારવાની પણ અધિકારીઓ અને કર્મચારીઓને સલાહ આપવામાં આવી છે. અરે મારા ભાઈ! સરકારી અધિકારીઓના વર્તનમાં પરિવર્તન આવી શકે? એવો સહેજે સવાલ થાય. કારણઃ રઘુકુલ રીતી સદા ચલી આઈ પ્રાણ જાય પર 'વર્તન' ન જાય.
આ દેશમાં રાજનેતાઓ એકબીજા સામે આક્ષેપબાજી કરીને જાહેરમાં એકબીજાનાં કપડાં ઉતારતા હોય છે ત્યારે બીજી તરફ સરકારી ઓફિસોમાં સ્ટાફને પૂરા કપડાં પહેરવાની શીખ આપવામાં આવે છે એ કેવું કહેવાય? વાણિજ્ય વિભાગની દીવાલો પર કંઈક આવી સૂચના લખાશેઃ કૃપયા પૂરે ઔર શાલીન વસ્ત્ર પરિધાન કરકે આઈયે... ભડકીલે કપડે પહનકે ન આયેં દફતર... મારે તો એક જ સલાહ આપવી છે કે સરકારી દફતરોમાં 'ખીસ્સા-ભરણી' ચાલતી હોય છે એ અટકાવવા એક જ સૂચના અપાવી જોઈએ ઃ દરેક સરકારી બાબુએ ખીસ્સા વગરનાં કપડાં પહેરીને આવવું. કફન અને કફની બન્નેમાં ખીસ્સાં નથી હોતા. એ જોઈને જ કોઈ શાયરે લખ્યું છે ને કે
કફન મેં જેબ નહીં હોતે...
ક્યોંકિ મોત રિશ્વત નહીં લેતી...
ચકલીને રાજ્યપક્ષીનો દરજ્જો
જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયાં કરતી હૈ બસેરા વો ભારત દેશ હૈ મેરા... સોનાની ચકલીઓ તો બસ ગીતના શબ્દોમાં બચી છે. બાકી કોંગ્રેસી રાજમાં સાદી નાની નાની ચકલીઓ પણ ક્યાં દેખાય છે? મોટા શિકારી પક્ષીઓ જેમ નાના પંખીઓનો ખાતમો બોલાવે એ જ ન્યાયે રાજકારણના મોટા મોટા શકરાબાજ નાની નાની ચકલીઓને ઓહિયાં કરી જાય છે.
મને લાગે છે કે ચકલીઓને બચાવવા માટે અને એમની જાળવણી કરવા માટે લોકોમાં જાગૃતિ આવે એટલા ખાતર દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતે ચકલીને દિલ્હી સ્ટેટના રાજ્યપક્ષીનો દરજ્જો આપીને યોગ્ય જ કર્યું છે કે નહીં? વધતા જતાં શહેરીકરણને કારણે ચકલીઓની આબાદી ઘટી રહી છે. એટલે જ કોંગ્રેસી મુખ્ય પ્રધાને ચકલીને રાજ્યપંખી (સ્ટેટ બર્ડ) જાહેર કરી તેને બચાવવાની અપીલ કરી છે. થોડા વખત પછી ચકલીઓ વધવા માંડશે પછી કોઈ એવું નહીં કહી શકે ફલાણા પક્ષની સભામાં તો ચકલુંય નહોતું ફરક્યું.
નેહરુ-ગાંધી ખાનદાનનાં પહેલાં વિદેશી વહુનું મતદાન
દેશી દુલ્હા વિદેશી વહુનું પૂંછડું વિપક્ષો હજી નથી છોડતા. સોનિયાજીએ અમિતાભ બચ્ચનનાં મમ્મીજી તેજી બચ્ચન પાસે સાડી પહેરતાં શીખી લીધી, ભારતીય પહેરવેશની સાથે રીતભાત અપનાવી લીધી, ઇટાલિયન ભાષા છોડીને ઈન્ડિયાની ભાષા બોલવાનું શીખી લીધું છતાં વિપક્ષો વિદેશી માર્કાવાળા રાજનેતાને નિશાન બનાવવાનું છોડતા નથી. ક્રિકેટપ્રેમી કૃષિપ્રધાન અને તકવાદી રાજકારણી શરદ પવારે એક જમાનામાં સોનિયાજીના વિદેશી મૂળને મુદ્દે કોંગ્રેસ સાથે છેડો ફાડી નવો પક્ષ રચી નાખ્યો. થોડા વખત પછી કોંગ્રેસ સાથે હાથ મિલાવીને યુપીએ સરકારમાં પ્રધાનપદ પાક્કું કરી લીધું. જોકે સોનિયાજીએ વડા પ્રધાનપદ ન સ્વીકારીને ભલભલા વિરોધીઓને ક્લીન બોલ્ડ કરી નાખ્યાં હતાં.
નેહરુ ખાનદાનમાં રાજીવ ગાંધીએ વિદેશી મહિલા સાથે લગ્ન કરવાની પહેલ નહોતી કરી. એમની પહેલાં પંડિત જવાહરલાલ નેહરુના રાજદ્વારી-પિતરાઈ બી. કે. નેહરુએ ૧૯૩૫માં મેગડોલના ફ્રિડમેન નામની હંગેરીની મહિલા સાથે લગ્ન કરી નામ આપ્યું હતું શોભા. ખરેખર નેહરુ-ગાંધી પરિવારની શોભા જ બની ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે તાજેતરમાં હિમાચલ પ્રદેશાં ચૂંટણી થઈ ત્યારે શોભા નેહરુએ ૧૦૪ વર્ષની જૈફ વયે મતદાન કર્યું હતું. કસૌલીના હિલ સ્ટેશનમાં રહેતાં વિદેશી મૂળનાં આ વૃદ્ધાએ મતદાનની પવિત્ર ફરજ બજાવીને મતદાન કરવાનું ટાળતા કેટલાય દેશી મૂળના લોકોનું નાક કાપ્યું હતું.
બાબા રામદેવ વધારે અખરોટના ભાવ
એક હાથબનાવટની કહેવત છે ઃ સાંધા ત્યાં વાંધા. પછી એ સાંધા સંબંધોના હોય, સિયાસત (રાજકારણ)ના હોય કે પછી શરીરના હોય. અત્યારે પહેલાં શરીરના સાંધાની વાત કરીએ. યોગાસન, પ્રયોગાસન અને ઉપયોગાસનનાં આસનો શીખવતા અને હવે રાજકારણના આસન તરફ નજર નોંધનારા બાબા રામદેવને લીધે અખરોટના ભાવ વધ્યા એમ કોઈ કહે તો પહેલાં માન્યામાં ન આવે. પણ હકીકત એ છે કે ઘૂંટણના સાંધાનો દુઃખાવો હોય તેને બાબા રામદેવ અખરોટ ખાવાની સલાહ આપે છે. શિબિરમાં કે પછી ટીવીમાં બાબા અખરોટ ખાવાની સલાહ આપતા ફરે છે. આને લીધે છેલ્લાં છ મહિનામાં અખરોટની બજારમાં તેજી આવી હોવાનું વેપારીઓ કહે છે.
ડ્રાયફ્રુટસ શરીર માટે ફાયદાકારક છે એની ના નહીં. પરંતુ તબીબી દ્રષ્ટિએ એવો કોઈ અભ્યાસ એવું સિધ્ધ નથી કરતો કે અખરોટ ખાવાથી ઘુંટણના સાંધાનો દુઃખાવો દૂર થઈ જાય છે. પણ આ તો બાબા રામદેવ કહે એને બ્રહ્મવાક્ય માનીને ઢીંચણની પીડા વેઠી થાકેલા 'ઢીંચણિયાઓ' અખરોટ ખાવા માંડે પછી ભાવ ઊંચે જ જાયને?
બાબા રામદેવ કમાલના જાદુગર છે. સેવાને નામે મેવા ઝાપટતા રાજકારણીઓની કિંમત કોડીની કરે છે અને સુક્કા મેવાની કિંમત વધારે છે. આ તો ભાઈ લોકશાહી દેશમાં ગીતાનું વચન કાને ધરીને તેમ જ ધર્મ અને રાજકારણની સેળભેળ કરી બાબા રામદેવ કર્મ કર્યે જાય છે. કર્મ કરતી વખતે ફ્રુટની આશા નહીં રાખવાની, પણ ડ્રાય-ફ્રુટની આશા તો રાખી શકાયને? જાવ... જાવ અખરોટ ખાવ.. વધારો ભાવ...

પંચ-વાણી
ટીવી પર શો આવે છે - ઝલક દિખલા જા
કેજરીવાલ 'શો' કરે છે - ગલત દિખલા જા.
***
પ્રજાને મૂંડવાનું કામ મોટે ભાગે રાજકારણીઓ જ કરે છે. મુંડનની આ મોનોપોલી જોઈને એમ કહી શકાય ઃ તાજી કરે ને-તાજી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે સોનિયા, એહમદ પટેલ, ફર્નાન્ડિસ, જોષી વચ્ચે બેઠક
મતદાનની સ્લીપ હશે તો ઓળખકાર્ડની જરૃર નહી

થાનગઢ હત્યાકાંડ પ્રકરણમાં કમાન્ડોની એ.કે.૪૭માંથી ગોળીઓ છૂટી હતી

મધુબેન સાથે જૂના રસોઈયા રોહિતે ફરી નોકરી મેળવવા ઝઘડો કરેલો
૨૦૦૭માં પિતા હાર્યા તે ગોધરા બેઠક પર પુત્રને ટિકીટ ફાળવાઈ
ધોનીના ઇશારે બીસીસીઆઇએ ઇડન ગાર્ડનના ક્યુરેટરની હકાલપટ્ટી કરી

ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને વન ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી મજલ ખેડશે
ગ્રીસ પેકેજ મંજૂરી છતાં યુરો એસેટ જોખમ, યુ.એસ. ફિસ્કલ ક્લીફ ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોનું રૃ.૪૦૦ તૂટી રૃ.૩૨ હજારની અંદર વિશ્વ બજારમાં ૪૦ ડોલરનું ગાબડું
સેબીએ સાત જણાં પર પ્રતિબંધ મૂક્યો

લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૃ. બે લાખ કરોડનો આંક વટાવી ગયું

કેતન પારેખ સાથે સંકળાયેલી કંપનીઓમાં સોદા કરવા બદલએમઆઇટીએલ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકતી સેબી
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકા પર પરાજયનો ભય સર્જાયો
ગુજરાતની ગર્લ્સ ટીમ સબજુનિયર નેશનલ વોલીબોલમાં ચેમ્પિયન
 

 

 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved