Last Update : 29-November-2012, Thursday

 
 

બંગાળ એસોસિએશનને કોલકાતા ટેસ્ટનો ક્યુરેટર બદલી નાંખવા સૂચના અપાઇ
ધોનીના ઇશારે બીસીસીઆઇએ ઇડન ગાર્ડનના ક્યુરેટરની હકાલપટ્ટી કરી

અગાઉ ધોનીનો વિરોધ કરવા બદલ અમરનાથની પણ સિલેક્ટર્સ પેનલમાંથી હકાલપટ્ટી થઇ હતી

પ્રબિર મુખર્જીના સ્થાને આશીષ ભૌમિકને પીચની જવાબદારી સોંપવા જણાવાયું

કોલકાતા,તા.૨૮
કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં સ્પિન પીચની ધોનીની માંગણીને ના માનનારા પીચ ક્યુરેટરની હકાલપટ્ટી કરવામાં આવી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટના પ્રારંભને આડે સાત દિવસનો સમય બાકી છે ત્યારે બીસીસીઆઇએ બંગાળ ક્રિકેટ એસોસિએશનને સૂચના આપી છે કે તે પીચ ક્યુરેટર પ્રબિર મુખર્જીને દૂર કરીને આશીષ ભૌમિકને પીચ તૈયાર કરવાની જવાબદારી સોંપી દે. ક્રિકેટ વર્તુળોમાં ચર્ચાય છે કે ધોનીના ઈશારે જ ઇડન ગાર્ડનના પીચ ક્યુરેટરની હકાલપટ્ટી કરવામાં આવી છે.
ભારતીય ટીમના કેપ્ટન અને આઇપીએલની ચેન્નઇની ટીમના કેપ્ટન ધોની તેમજ બીસીસીઆઇના પ્રમુખ અને આઇપીએલની ચેન્નઇ ફ્રેન્ચાઇઝીના માલિક શ્રીનિવાસનના સંબંધો અંગે મીડિયામાં ઘણી ચર્ચા થઇ ચુકી છે અને હવે ધોનીના ઇશારે જ બીસીસીઆઇએ આ પગલું લીધું હોવાનું માનવામાં આવે છે. જો કે બંગાળ ક્રિકેટ એસોસિએશને તો આ અંગે કોઇ માહિતી ના હોવાનું રટણ કર્યું હતુ. નોંધપાત્ર છે કે અગાઉ ધોનીની કેપ્ટન્સી સામે પ્રશ્નાર્થ સર્જનારા મોહિન્દર અમરનાથની પણ પસંદગી સમિતિમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.
ધોનીએ મુંબઇ ટેસ્ટમાં હાર્યા બાદ ફરી કહ્યું હતુ કે, તેને કોલકાતામાં એવી પીચ જોઇએ છીએ કે જેના પર પહેલા જ દિવસથી બોલ ટર્ન થતો હોય. જો કે ઇડન ગાર્ડનના ક્યુરેટર મુખર્જીએ ધોનીની માંગણી તરફ ધ્યાન આપ્યું નહતુ. જેના કારણે ધોનીએ આ અંગે બોર્ડને જાણ કરતાં બોર્ડે ક્યુરેટરને જ બદલી નાંખવાનું પગલું લીધું હોવાની ચર્ચા ક્રિકેટ વર્તુળોમાં શરૃ થઇ છે. પીચની જવાબદારી જેને સોંપવામાં આવી છે તે આશીષ ભૌમિક ત્રિપુરા ક્રિકેટ એસોસિએશન સાથે સંબંધ ધરાવે છે. તે બોર્ડની સૂચના બાદ સાંજે કોલકાતા આવી પહોંચ્યા હતા. ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના સચિવ અરિંદામ ગાંગુલીએ કહ્યું કે, તે બીસીસીઆઇની સૂચના મુજબ ઇડન ગાર્ડન પહોંચ્યા છે પણ તેઓ ત્યાં સ્થાનિક ક્યુરેટરનું સ્થાન લેવાના છે કે નહીં તેની મને જાણ નથી.
ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના જોઇન્ટ સેક્રેટરી સુજન મુખર્જીએ કહ્યું કે, ભૌમિકની મુલાકાત તો એક નિયમિત પ્રક્રિયાને આધારિત છે. જ્યારે ૮૩ વર્ષીય મુખર્જી જ પીચ ક્યુરેટર તરીકે ચાલુ રહેશે. અગાઉ બીસીસીઆઇની પીચ અને ગ્રાઉન્ડ કમિટિના ચેરમેન દલજીત સિંઘે પણ કોલકાતાની પીચની મુલાકાત લીધી હતી.
બીસીસીઆઇના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ કહ્યું કે, આ બાબત સાવ સામાન્ય છે અને પીચ-ગ્રાઉન્ડ કમિટિના નિર્ણય મુજબ ભૌમિકને ઇડન ગાર્ડનના મેદાન પર મોકલવામાં આવ્યા છે. તેમાં ધોનીની કે અન્ય કોઇ ભુમિકા જ નથી. બધા ક્યરેટરો પોતાની રીત સ્વતંત્ર કામગીરી સંભાળી રહ્યા છે.

સ્પિન પીચ માંગવાનો
ધોનીને નૈતિક અધિકાર નથી
સ્પષ્ટવક્તા તરીકે જાણીતા મુખર્જીએ ધોનીની ટર્નિંગ પીચનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતુ કે, ક્યારેય કોઇ બે પીચોનું વલણ એક સરખું ના હોઇ શકે. જો ભારતીય કેપ્ટન ધોનીએ જાહેરમાં આવી કોમેન્ટ કરી હોય તો તે ખરેખર અનૈતિક કહેવાય. ઈંગ્લેન્ડની ટીમ સામે ભારત અંહી ૨૫મી ઓક્ટોબર,૨૦૧૧માં વન ડે રમ્યું હતુ અને તેમાં જીત સાથે ભારતે ઈંગ્લેન્ડને ૫-૦થી વ્હાઇટવોશ કર્યો હતો છતાં ધોનીએ આ પીચ તરફ અણગમો વ્યક્ત કર્યો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે સોનિયા, એહમદ પટેલ, ફર્નાન્ડિસ, જોષી વચ્ચે બેઠક
મતદાનની સ્લીપ હશે તો ઓળખકાર્ડની જરૃર નહી

થાનગઢ હત્યાકાંડ પ્રકરણમાં કમાન્ડોની એ.કે.૪૭માંથી ગોળીઓ છૂટી હતી

મધુબેન સાથે જૂના રસોઈયા રોહિતે ફરી નોકરી મેળવવા ઝઘડો કરેલો
૨૦૦૭માં પિતા હાર્યા તે ગોધરા બેઠક પર પુત્રને ટિકીટ ફાળવાઈ
ધોનીના ઇશારે બીસીસીઆઇએ ઇડન ગાર્ડનના ક્યુરેટરની હકાલપટ્ટી કરી

ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને વન ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી મજલ ખેડશે
ગ્રીસ પેકેજ મંજૂરી છતાં યુરો એસેટ જોખમ, યુ.એસ. ફિસ્કલ ક્લીફ ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોનું રૃ.૪૦૦ તૂટી રૃ.૩૨ હજારની અંદર વિશ્વ બજારમાં ૪૦ ડોલરનું ગાબડું
સેબીએ સાત જણાં પર પ્રતિબંધ મૂક્યો

લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૃ. બે લાખ કરોડનો આંક વટાવી ગયું

કેતન પારેખ સાથે સંકળાયેલી કંપનીઓમાં સોદા કરવા બદલએમઆઇટીએલ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકતી સેબી
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકા પર પરાજયનો ભય સર્જાયો
ગુજરાતની ગર્લ્સ ટીમ સબજુનિયર નેશનલ વોલીબોલમાં ચેમ્પિયન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved