Last Update : 29-November-2012, Thursday

 

અમદાવાદની એનજીઓની સુપ્રીમમાં રજૂઆત
લોકાયુક્ત પદે મહેતાની નિમણૂકનો ગુજરાત સરકારનો વિરોધ વ્યાજબી

ન્યાયમૂર્તિ મહેતા પૂર્વે સરકારની ટીકા કરી ચુક્યા હોવાથી પૂર્વગ્રહયુક્ત વર્તનની દહેશત હતી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૮
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને 'લોકાયુક્ત તરીકે આર. એ. મહેતાની નિમણુંક થઈ તે અંગે જે ધાસ્તી હતી તે યોગ્ય હતી' તેવી રજુઆત અમદાવાદની એક સેવા સંસ્થા (એનજીઓ) દ્વારા કરવામાં આવી છે. નિવૃત ન્યાયમૂર્તિ મહેતાની રાજ્યપાલ કમલા બેનીવાલે લોકાયુક્ત તરીકે નિમણુંક કરી હતી.
અમદાવાદ સ્થિત સેવા સંસ્થા 'નેશનલ કાઉન્સીલ ફોર સીવિલ લીબર્ટીઝે' (એનસીસીએલ) તેમના વકીલ સોલી જે સોરાબજી દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજુઆત કરી છે કે, 'ગુજરાતમાં રાજ્યપાલ કમલા બેનીવાલે લોકોયુક્ત તરીકે આર. એ. મહેતાની નિમણુંક કરી હતી. પણ ન્યાયમૂર્તિ મહેતા આ પૂર્વે, વર્ષ ૨૦૦૨ના તોફાનોમાં વિસ્થાપીત થયેલા લોકોના પૂનર્વસન સંદર્ભે સરકારની કામગીરીની ટીકા કરી હતી. તે સંજોગોમાં મુખ્ય પ્રધાન મોદીનું માનવું હતું કે લોકોયુક્ત મહેતા પહેલેથી જ સરકાર વિરુદ્ધ પૂર્વગ્રહ ધરાવે છે. અને તે અંગે જાહેરમાં બોલી ચુક્યા છે. તે સંજોગોમાં તેઓ સરકારના કાર્યોને તટસ્થ મુલ્યાંકન કરી શકશે નહીં. તેઓ સરકારના પગલાને 'સુકારાત્મક રીતે કે બિનપક્ષપાતિ' ધોરણે ચાલવા નહીં દે તે સંજોગોમાં મુખ્ય પ્રધાન કે સરકાર યોગ્ય કાર્યવાહી બજાવી નહીં શકે.
સુપ્રીમના ન્યાયમૂર્તિ બી. એસ. ચૌહાણની ખંડપીઠ સમક્ષ રજુઆત કરતા સોરાબજીએ ઉમેર્યું હતું કે સામાન્ય રીતે રાજ્યના પ્રધાનમંડળ અને મુખ્ય પ્રધાન સાથે વિચાર વિમર્શ કર્યા બાદ લોકાયુક્તની નિમણુંક કરવી જોઈએ. પણ તે ક્રમ જળવાયો ન હોવાથી ન્યાયમૂર્તિ મહેતાની નિમણુંક બીન બંધારણીય ગણી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલે ૨૫ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ ન્યાયમૂર્તિ મહેતાની લોકાયુક્ત તરીકે નિમણુંક કરી હતી. ગુજરાત સરકારે આ નિર્ણય હાઈકોર્ટમાં પડકારતા ૧૮ જાન્યુઆરીએ સરકારની રજૂઆત ફગાવી હતી. પણ ત્રણ મહિના બાદ બે ન્યાયમૂર્તિઓએ અલગ અલગ ચુકાદો આપ્યો હતો હવે આ સમગ્ર બાબત સુપ્રીમ કોર્ટ સમક્ષ ચાલે છે.બિઝનેસમેન નથી કે જેઓ વિદેશમાં પ્રાઇઝ્ડ હોટેલની મિલ્કતોની શોધ ચલાવી રહ્યા છે. પરંતુ આર્થિક મંદીને કારણે આ ક્ષેત્રે મોટાભાગના હોટેલિયર માટે આ ધંધો ખોટનો બની ગયો છે. ટાટાની માલિકીની ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડે તાજેતરમાં બર્મુડાની હોસ્પેટિલિટી ફર્મ ઓરિએન્ટ એક્સપ્રેસ હોટેલ્સમાં બહુમતિ હિસ્સો મેળવવા માટે બિડ કર્યું હતું. પરંતુ ૧૮૬ કરોડ ડોલરની તેની બિડ ફગાવી દેવામાં આવી છે. પરંતુ હજુ તે હિંમત હારી નથી અને વિદેશમાં પોતાની શાખ સુધારવા અને ભારતીય હરીફો સામે વટ પાડવા માટે તે ફરીથી ઓફર કરે તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીએ વર્ષ ૨૦૦૮થી ૨૦૧૧ દરમિયાન આ રકમ એકત્ર કરી હતી. જેને વાર્ષિક ૧૫ ટકા વ્યાજ સાથે રોકાણકારોને ત્રણ મહિનાની અંદર પાછી આપી દેવાનો સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો હતો.જેમાં બે દિવસના રેમન્ડ મેળવવામાં પોલીસને સફળતા મળી હતી.
દરમ્યાન દિલ્હી પોલીસે ઝી ગૃપના પ્રમોટર સુભાષ ચંદ્રાને તપાસમાં જોડાવા નોટીસ પાઠવી છે. પોલીસનું કહેવું છે કે આ બંને પત્રકારોની ધરપકડ બાદ સુધીર ચંદ્રાને નોટીસ પાઠવવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે વિન જીન્દાલની કંપનીએ પુરાવા રૃપે આપેલી સીડી ફોરેન્સીક સાયન્સ લેબને મોકલાઇ હતી. આ સીડી સત્તાવાર હોવાનું સાબીત થતા આ તપાસમાં ઝડપ આવી છે.
સમાચાર ચેનલ 'ઝી ન્યૂઝ'ના બે ન્યૂઝ એડીટરોની ધરપકડ કરવામાં આવી છે. ઝી ન્યૂઝે તેમના બન્ને કર્મચારીઓને તાત્કાલીક મુક્ત કરવા માંગણી કરી છે. કોંગ્રેસના સાંસદ નવીન જીન્દાલે કરેલી 'ખંડણી માંગવાની' ફરીયાદના પગલે 'ઝી ન્યૂઝ'ના બન્ને એડિટરોની ધરપકડ કરવામાં આવી હતી.
કોલ બ્લોક્સ કૌભાંડમાં જીન્દાલ પાવર અને સ્ટીલ લી.ની સંડોવણી અંગે સમાચાર પ્રસારીત નહી કરવા માટે બન્ને એડિટરોએ જીન્દાલ પાસે એક અબજ રૃપિયા ખંડણી માંગ્યાનો આક્ષેપ કર્યો હતો.
ઝી ન્યૂઝના વડા સુધીર ચૌધરી તેમજ 'ઝી બિઝનેસ'ના વડા સમીર અહલુવાલીયાની (મંગળવારે રાત્રે) ધરપકડ કરાઈ હતી. જીન્દાલની કંપનીએ જો કે આ સંદર્ભે ઓક્ટોબરમાં ફરીયાદ કરી હતી. પણ પોલીસે આ બન્ને એડીટરોની તાજેતરમાં ધરપકડ કરી છે. વકીલે સવાલ કર્યો હતો કે ૨જી ઓક્ટોબરે ફરીયાદ થઈ હતી તો હવે ધરપકડની શી જરૃર પડી ?
આ સંદર્ભે ઝી ન્યૂઝના વકીલ આર.કે. હાન્દુ એ પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે પોલીસે જાણીજોઈને રજા પૂર્વે ધરપકડ કરી છે. જેથી નિયમીત જામીન મેળવવા મુશ્કેલ પડે. વળી ધરપકડ પૂર્વે કેસમાં બિન જામીનપાત્ર કલમો લગાવાઈ છે. જેથી એડીટરોને મુક્ત કરાવવા મુશ્કેલ પડે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ધરપકડની જરૃરત જ શી છે ? ખરેખર આ સંદર્ભે કોઈ રમત કરવામાં આવી રહી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે સોનિયા, એહમદ પટેલ, ફર્નાન્ડિસ, જોષી વચ્ચે બેઠક
મતદાનની સ્લીપ હશે તો ઓળખકાર્ડની જરૃર નહી

થાનગઢ હત્યાકાંડ પ્રકરણમાં કમાન્ડોની એ.કે.૪૭માંથી ગોળીઓ છૂટી હતી

મધુબેન સાથે જૂના રસોઈયા રોહિતે ફરી નોકરી મેળવવા ઝઘડો કરેલો
૨૦૦૭માં પિતા હાર્યા તે ગોધરા બેઠક પર પુત્રને ટિકીટ ફાળવાઈ
ધોનીના ઇશારે બીસીસીઆઇએ ઇડન ગાર્ડનના ક્યુરેટરની હકાલપટ્ટી કરી

ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને વન ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી મજલ ખેડશે
ગ્રીસ પેકેજ મંજૂરી છતાં યુરો એસેટ જોખમ, યુ.એસ. ફિસ્કલ ક્લીફ ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોનું રૃ.૪૦૦ તૂટી રૃ.૩૨ હજારની અંદર વિશ્વ બજારમાં ૪૦ ડોલરનું ગાબડું
સેબીએ સાત જણાં પર પ્રતિબંધ મૂક્યો

લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૃ. બે લાખ કરોડનો આંક વટાવી ગયું

કેતન પારેખ સાથે સંકળાયેલી કંપનીઓમાં સોદા કરવા બદલએમઆઇટીએલ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકતી સેબી
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકા પર પરાજયનો ભય સર્જાયો
ગુજરાતની ગર્લ્સ ટીમ સબજુનિયર નેશનલ વોલીબોલમાં ચેમ્પિયન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved