Last Update : 29-November-2012, Thursday

 

આનંદીબહેનને ઘાટલોડિયા ઃ અમિત શાહને નારણપુરા ને સૌરભ પટેલને અકોટા
વિવાદ ટાળવા મોદીની રિપીટ ફોર્મ્યુલા ઃ કોંગ્રેસ અવઢવમાં

ગાંધીનગરની પાંચ બેઠકો સિવાય બધીજ બેઠકોની જાહેરાત કોંગ્રેસ યાદી જાહેર નહીં કરે સીધા મેન્ડેટ જ આપશે

ગીરીશ પરમાર અને વડોદરાનાં મનીષા વકીલને ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં ટિકિટ મળી
અમદાવાદ, તા.૨૮
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ બીજા તબક્કાની ચૂંટણી માટે આજે મોડી સાંજે ૮૯ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અગાઉની યાદીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ મણીનગર બેઠક પરથી જાહેર થયું હતું. પાંચ બેઠકોના નામ બાકી રાખવામાં આવ્યા છે. યાદીમાં નામો અટકળો મુજબના જ રહ્યા છે. મોટાભાગના ધારાસભ્યોને રિપિટ કરવામાં આવ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પાસે હજુ સુધી યાદી જાહેર કરી નથી અને સૂત્રોના કહેવા મુજબ ઉમેદવારોને સીધા મેન્ડેટ જ અપાશે. આજે સાંજે ભાજપમાં જોડાયેલા ગીરીશ પરામરને દાણીલીમડા બેઠકના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આનંદીબહેન પટેલ ઘાટલોડીયા બેઠકના ઉમેદવાર છે. જ્યારે ચૂંટણી લડવા અંગે અટકળો થતી એવા પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અમિત શાહ નારણપુરા બેઠકના ઉમેદવાર છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલ વડોદરાની અકોટા બેઠક પર પસંદ થયા છે. જ્યારે આરોગ્ય મંત્રી સિદ્ધપુર બેઠક પર યથાવત રહ્યા છે.
આજે જાહેર થયેલી યાદીથી કોઈ આશ્ચર્ય ઉજવે એવું નથી જે નામો જ્યાં ચર્ચાતા હતા ત્યાં જ મુકાયા છે. જિલ્લા પ્રમાણે જોઈએ તો કચ્છમાં જ્યંતિભાઈ ભાનુશાળીને અબડાસા બેઠક પર યથાવત રખાયા છે. જ્યારે ભુજની બેઠક પરના મંત્રી પાસણ આહિરને અંજાર બેઠક અને અંજાર બેઠકના ધારાસભ્ય ડૉ. નિમા આચાર્યને ભૂજ બેઠક ફાળવી છે. માંડવી બેઠક પર ધનજીભાઈ એંધાણીને પડતા મુકી તારાચંદ ઘેડાને ટિકીટ આપવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાની બેઠકો પર નવી બનેલી વાવ બેઠક ઉપર રાધનપુરના ધારાસભ્ય શંકર ચૌધરીને ટિકીટ આપી છે. કોંગ્રેસ પક્ષ રાધનપુર બેઠક પર ભાવસિંહ ઝાલાને પસંદ કરવામાં આવતાં ભાજપ દ્વારા રાધનપુર બેઠક માટે નગરજી ઠાકોરને પસંદ કર્યા છે.ધાનેરા બેઠક પર મફતભાઈ પુરોહિતના સ્થાને વસંતભાઈ પુરોહિતને પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે દાતા બેઠક પર વસંત ભટોળને પડતા મુકવામાં આવ્યા છે અને ગપાજી મરાડીને પસંદ કરવામાં આવ્યા છે.
મંત્રીઓ ફકીરભાઈ વાઘેલા, લીલાધર વાઘેલા, રમણ વોરા, જયનારાયણ વ્યાસ, પ્રફુલ પટેલ, પરબતભાઈ પટેલ વગેરે યથાવત રહ્યા છે.
પાટણ બેઠક પરથી આનંદીબહેન ખસી ગયા છે અને પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ રબારીને પસંદ કરવામાં આવ્યા છે.
સમીના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય દિલીપસિંહ ઠાકોરને ચાણસ્મા બેઠકની ટિકીટ આપી નારાજગી દૂર કરવામાં આવ્યા છે.
કડી બેઠક અનામત થતાં કેબીનેટ મંત્રી નીતિન પટેલને મહેસાણા બેઠક માટે પસંદ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરની ૧૬ બેઠકોમાં ઘાટલોડીયા બેઠક પર જે નામ નિશ્ચિત જણાતું હતું એ આનંદીબહેન પટેલને ટિકીટ મળી છે. જ્યારે પોતે ચૂંટણી લડવાના નથી, હું પિકચરમાં જ નથી એવું કહેતા હતા. એ અમિત શાહ નારણપુરાના ઉમેદવાર છે.
વેજલપુર બેઠક અનેક નામો ચર્ચામાં હતા. એ પૈકી કોઈ નામ પસંદ થયું નથી. પરંતુ વેજલપુર બેઠકને અડીને જ આવેલા વાસણા વોર્ડના પૂર્વ મેયર અમિત શાહ પસંદ થયા છે. વટવા બેઠક પર મંત્રી પ્રદીપસિંહ જાડેજા પસંદ થયા છે. તેઓ ઠક્કરબાપા નગર બેઠક લડવા માંગતા હતા. એલિસબ્રીજ બેઠક પર રાકેશ શાહ યથાવત રહ્યા છે. નિકોલ બેઠક પર જગદીશ પટેલનું નામ નિશ્ચિત જણાતું હતું. પરંતુ જગદીશ પંચાલને ટિકીટ મળી છે.
સહુથી વધુ દાવેદારો અને ઉગ્રતા જ્યાં આજે પણ છે એ નરોડા બેઠક પર ડૉ. નિર્મલા વાઘવાણીને ટિકીટ મળી છે. પટેલ સમાજ સિંધી ઉમેદવારોનો વિરોધ કરે છે.
રખિયાલના ધારા સભ્ય વલ્લભભાઈ કાકડીયાને ઠક્કરબાપા નગર બેઠક પર ટિકીટ મળી છે. જ્યારે બાપુનગર બેઠક પર પૂર્વ ડેપ્યુટી મેયર જગરૃપસિંહ રાજપૂતની પસંદગી કરવામાં આવી છે.
ભરત બારોટને દરિયાપુર અને ભૂષણ ભટ્ટને વાડીયા-જમાલપુર બેઠક પર યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે આજે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા ગીરીશ પરમારને દાણી લીમડા બેઠકની ટિકીટ મળી ગઈ છે.
અસારવા બેઠક લડવા માટે જ સ્વૈચ્છિક નિવૃત્ત થયેલા આર.એમ. પટેલને ટિકીટ મળી ગઈ છે. કેશુભાઈ જૂથના અને ૨૦૦૭માં પક્ષ છોડીને ગયેલા ફરી ભાજપમાં આવી ગયેલા આણંદના દિલીપ પટેલને આણંદ બેઠકની ટિકીટ મળી છે. જ્યારે પેટલાદ બેઠક ઉપર પૂર્વ સાંસદ દીપક પટેલને ટિકીટ મળી છે. વડોદરા શહેરમાં ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલા પડતા મુકાયા છે. તેમના સ્થાને મનીષાબેન વકીલને ટિકીટ મળી છે. યોગેશ પટેલને રાવપુરાના બદલે નવી બેઠક માંજલપુરથી ટિકીટ મળી છે.
જ્યારે નવી બનેલી અકોટા બેઠક જે કોંગ્રેસે એન.સી.પી.ને બેઠક સુપ્રત કરી છે ત્યાંથી ભાજપના વગદાર મંત્રી બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલને ટિકીટ આપવામાં આવી છે. ૨૦૦૭માં અપક્ષ લડીને જીતેલા અને પાછળથી ભાજપમાં જોડાયા હતા તે દિનુભાઈ પટેલને પાદરા બેઠકની ટિકીટ મળી છે.
ભાજપની યાદીમાં જૂના ને ટિકીટ મળી છે. પરંતુ નવા સિમાંકનના કારણે કેટલાંક ધારાસભ્યોની બેઠક બદલવામાં આવી છે.
આજે ૮૯ ઉમેદવારો જાહેર થયા છે. હજુ પાંચ બેઠકો દહેગામ, ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, પ્રાંતિજ અને દાહોદના નામો જાહેર કરવાના બાકી રહે છે.
ગઇકાલે કપડવંજમાં બિમલ શાહના બે હજાર કાર્યકરોનો હંગામો અને રાજીનામા ચોક્કસ માહિતીના આધારે જ હતા. બિમલ શાહને કપડવંજ બેઠક પરથી પડતા મુકયા છે અને કઠલાલના ધારાસભ્ય કેશુભાઈ ડાભીને ટિકીટ મળી છે.

 

બીજા તબક્કાના ભાજપના ઉમેદવારો

બેઠક નં.

નામ

ઉમેદવાર

અબડાસા

જયંતીભાઈ ભાનુશાળી *

માંડવી

તારાચંદભાઈ છેડા

ભૂજ

ડો. નીમાબેન આચાર્ય *

અંજાર

વાસણભાઈ આહીર *

ગાંધીધામ(અ.જા.)

રમેશભાઈ મહેશ્વરી *

રાપર

વાઘજીભાઈ ડી. પટેલ

વાવ

શંકરભાઈ ચૌધરી *

થરાદ

પરબતભાઈ પટેલ *

ધાનેરા

વસંતભાઈ પુરોહીત

૧૦

દાંતા(અ.જા.)

ગમાજી ખરાડી

૧૧

વડગામ(અ.જા.)

ફકીરભાઈ વાઘેલા *

૧ર

પાલનપુર

ગોવિંદભાઈ પ્રજાપતિ *

૧૩

ડીસા

લીલાધરભાઈ વાઘેલા *

૧૪

દિયોદર

કેશાજી શિવાજી ચૌહાણ

૧પ

કાંકરેજ

કિર્તીસિંહ પી. વાઘેલા

૧૬

રાધનપુર

નગરજી ઠાકોર

૧૭

ચાણસ્મા

દિલીપસિંહ વિરાજી ઠાકોર

૧૮

પાટણ

રણછોડભાઈ રબારી

૧૯

સિધ્ધપુર

જયનારાયણ વ્યાસ *

ર૦

ખેરાલુ

ભરતસિંહ એસ. ડાભી *

ર૧

ઉંઝા

નારણભાઈ એલ. પટેલ *

રર

વિસનગર

રૃષીકેશભાઈ પટેલ *

ર૩

બેચરાજી

રજનીભાઈ એસ. પટેલ *

ર૪

કડી(અ.જા.)

હિતેષ (હિતુ) એન. કનોડિયા

રપ

મહેસાણા

નીતિનભાઈ પટેલ *

ર૬

વિજાપુર

કાંતિલાલ રામાભાઈ પટેલ *

ર૭

હિંમતનગર

પ્રફુલ્લભાઈ પટેલ *

ર૮

ઈડર(અ.જા.)

રમણલાલ વોરા *

ર૯

ખેડબ્રહ્મા(અ.જ.જા.)

ભોજાભાઈ હુજાભાઈ મકવાણા

૩૦

ભીલોડા(અ.જ.જા.)

નિલાબેન મોડીયા

૩૧

મોડાસા

દિલીપસિંહ વી. પરમાર *

૩ર

બાયડ

ઉદેસિંહ પી. ઝાલા *

૩૩

પ્રાંતિજ

-જાહેરાત બાકી-

૩૪

દહેગામ

-જાહેરાત બાકી-

૩પ

ગાંધીનગર દક્ષિણ

-જાહેરાત બાકી-

૩૬

ગાંધીનગર ઉત્તર

-જાહેરાત બાકી-

૩૭

માણસા

ડી.ડી. પટેલ

૩૮

કલોલ

ડો. અતુલભાઈ પટેલ

૪૧

ઘાટલોડિયા

આનંદીબેન પટેલ *

૪ર

વેજલપુર

અમિત પોપટલાલ શાહ

૪૩

વટવા

પ્રદિપસિંહ જાડેજા *

૪૪

એલીસબ્રીજ

રાકેશ શાહ *

૪પ

નારણપુરા

અમિત શાહ *

૪૬

નિકોલ

જગદીશ પંચાલ

૪૭

નરોડા

ડો. નિર્મલાબેન વાઘવાણી

૪૮

ઠક્કરબાપાનગર

વલ્લભભાઈ કાકડીયા *

૪૯

બાપુનગર

જગરૃપસિંહ રાજપૂત

પ૦

અમરાઈવાડી

હસમુખભાઈ એસ. પટેલ

પ૧

દરિયાપુર

ભરતભાઈ બારોટ *

પર

જમાલપુર-ખાડિયા

ભૂષણ ભટ્ટ *

પ૩

મણીનગર

નરેન્દ્ર મોદી *

પ૪

દાણીલીમડા(અ.જા.)

ગિરીશ પરમાર

પપ

સાબરમતી

અરવિંદભાઈ પટેલ

પ૬

અસારવા(અ.જા.)

આર.એમ. પટેલ

પ૭

દસક્રોઈ

બાબુલાલ જમનાદાસ પટેલ *

૧૦૮

ખંભાત

સંજયભાઈ પટેલ

૧૦૯

બોરસદ

નયનાબેન રમણસિંહ સોલંકી

૧૧૦

આંકલાવ

જશવંતસિંહ કે. સોલંકી

૧૧૧

ઉમરેઠ

ગોવિંદભાઈ આર. પરમાર

૧૧ર

આણંદ

દિલીપભાઈ એમ. પટેલ

૧૧૩

પેટલાદ

દિપક પટેલ

૧૧૪

સોજીત્રા

વિપુલ પટેલ

૧૧પ

માતર

દેવુસિંહ ચૌહાણ *

૧૧૬

નડિયાદ

પંકજભાઈ વી. પટેલ *

૧૧૭

મહેમદાબાદ

સુંદરસિંહ ચૌહાણ *

૧૧૮

મહુધા

ખુમાનસિંહ સોઢા

૧૧૯

ઠાસરા

પ્રતિક્ષાબેન ટી. પરમાર

૧ર૦

કપડવંજ

કનુભાઈ બી. ડાભી *

૧ર૧

બાલાસિનોર

રાજેશ ગજાનંદ પાઠક (પપ્પુ પાઠક)

૧રર

લુણાવાડા

કાળુભાઈ માલીવાડ

૧ર૩

સંતરામપુર(અ.જ.જા.)

માનસિંહ વી. ભમાત

૧ર૪

શહેરા

જેઠાભાઈ જી. આહીર (જેઠા ભરવાડ) *

૧રપ

મોરવા હડફ(અ.જ.જા.)

બીજલભાઈ વી. ડામોર

૧ર૬

ગોધરા

પ્રવિણસિંહ પી. ચૌહાણ

૧ર૭

કાલોલ

અરવિંદસિંહ ચૌહાણ

૧ર૮

હાલોલ

જયદ્રથસિંહ પરમાર *

૧ર૯

ફતેપુરા(અ.જા.)

રમેશ ભૂરાભાઈ કટારા

૧૩૦

ઝાલોદ(અ.જ.જા.)

-જાહેરાત બાકી-

૧૩૧

લીમખેડા(અ.જ.જા.)

જશવંતસિંહ ભાભોર *

૧૩ર

દાહોદ(અ.જ.જા.)

નાગરસિંહ કે. પલાસ

૧૩૩

ગરબાડા(અ.જ.જા.)

મોહીન્દ્રાબેન અજીતસિંહ રાઠોડ

૧૩૪

દેવગઢ બારીયા

બચુભાઈ એમ. ખાબડ

૧૩પ

સાવલી

ઉપેન્દ્રસિંહ પી. ગોહીલ *

૧૩૬

વાઘોડિયા

મધુ શ્રીવાસ્તવ *

૧૩૭

છોટાઉદેપુર(અ.જ.જા.)

ગુલસિંગભાઈ આર. રાઠવા *

૧૩૮

જેતપુર પાવી(અ.જ.જા.)

જયંતિભાઈ એસ. રાઠવા

૧૩૯

સંખેડા(અ.જ.જા.)

અભેસિંહ તડવી *

૧૪૦

ડભોઈ

બાલકૃષ્ણ એન. પટેલ

૧૪૧

વડોદરા શહેર(અ.જા.)

મનીષાબેન આર. વકીલ

૧૪ર

સયાજીગંજ

જીતુભાઈ સુખડીયા *

૧૪૩

અકોટા

સૌરભ પટેલ *

૧૪૪

રાવપુરા

રાજેશ ત્રિવેદી

૧૪પ

માંજલપુર

યોગેશભાઈ પટેલ *

૧૪૬

પાદરા

દિનુભાઈ બી. પટેલ *

૧૪૭

કરજણ

સતિષભાઈ એમ. પટેલ

કુલ-૮૯

-

-

 

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે સોનિયા, એહમદ પટેલ, ફર્નાન્ડિસ, જોષી વચ્ચે બેઠક
મતદાનની સ્લીપ હશે તો ઓળખકાર્ડની જરૃર નહી

થાનગઢ હત્યાકાંડ પ્રકરણમાં કમાન્ડોની એ.કે.૪૭માંથી ગોળીઓ છૂટી હતી

મધુબેન સાથે જૂના રસોઈયા રોહિતે ફરી નોકરી મેળવવા ઝઘડો કરેલો
૨૦૦૭માં પિતા હાર્યા તે ગોધરા બેઠક પર પુત્રને ટિકીટ ફાળવાઈ
ધોનીના ઇશારે બીસીસીઆઇએ ઇડન ગાર્ડનના ક્યુરેટરની હકાલપટ્ટી કરી

ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને વન ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી મજલ ખેડશે
ગ્રીસ પેકેજ મંજૂરી છતાં યુરો એસેટ જોખમ, યુ.એસ. ફિસ્કલ ક્લીફ ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોનું રૃ.૪૦૦ તૂટી રૃ.૩૨ હજારની અંદર વિશ્વ બજારમાં ૪૦ ડોલરનું ગાબડું
સેબીએ સાત જણાં પર પ્રતિબંધ મૂક્યો

લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૃ. બે લાખ કરોડનો આંક વટાવી ગયું

કેતન પારેખ સાથે સંકળાયેલી કંપનીઓમાં સોદા કરવા બદલએમઆઇટીએલ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકતી સેબી
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકા પર પરાજયનો ભય સર્જાયો
ગુજરાતની ગર્લ્સ ટીમ સબજુનિયર નેશનલ વોલીબોલમાં ચેમ્પિયન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved