Last Update : 29-November-2012, Thursday

 

ધનંજય બંગલોમાં ચકચારી હત્યાના શકમંદ આરોપી મળતાં નથી
મધુબેન સાથે જૂના રસોઈયા રોહિતે ફરી નોકરી મેળવવા ઝઘડો કરેલો

મનીલા પણ હમવતની, રાંચીના રોહીતને ફરી નોકરી અપાય તેમ ઈચ્છતી હતીઃ સુશીલને છોડી મનીલા રોહીત સાથે પલાયન?

અમદાવાદ, બુધવાર
ધનંજય બંગલોમાં મધુબેન અગ્રવાલની હત્યાના કેસમાં મુખ્ય શકમંદ મનીલા અને તેના સાગરિત રોહીતની પૂનઃ નોકરી મેળવવાની લાલસા કારણભૂત હોવાની આશંકા પોલીસ જૂએ છે. રસોઈયા તરીકે કામ કરતો રોહીત બુધવારે બપોરે આવ્યો ત્યારે ફરી નોકરી મેળવવા ઝઘડો કર્યા પછી ઉશ્કેરાટમાં આવી અન્ય સાગરિત સાથે મળીને મધુબેનની હત્યા કર્યાની થિયરી પોલીસ તપાસી રહી છે. રોહીતના વતન રાંચીની જ રહીશ મનીલા પણ રોહીતને નોકરી મળે તેમ ઈચ્છતી હતી. મંગેતર સુશીલને છોડી મનીલા રોહીત સાથે રહેવા ઈચ્છતી હોવાનો મુદ્દો પણ પોલીસ તપાસે છે. આથી જ, હત્યા બાદ લૂંટ કરી મનીલા રોહીત સાથે નાસી ગયાની પોલીસને શંકા છે. બન્નેને શોધવા પોલીસની એક ટીમ રાંચી પહોંચી છે.
મધુબેન અગ્રવાલની હત્યા પાછળ પોલીસ અલગ-અલગ થિયરીની તપાસ કરી રહી છે. આજે પોલીસ મજબૂત રીતે એવું માને છે કે, હત્યા અને લૂંટમાં નોકરાણી મનીલા અને જૂના રસોઈયા રોહીત મુખ્ય સૂત્રધાર છે. અન્ય સાગરિતોની મદદ લેવાની પણ પોલીસને આશંકા છે. પોલીસ તપાસમાં એવી વિગતો ખૂલી છે કે, છ મહીના અગાઉ મધુબેનને ત્યાં રોહીત રસોઈયા તરીકે નોકરી કરવા આવ્યો હતો. આ સમયે નોકરાણી મનીલા પણ ત્યાં નોકરી કરતી હતી. મનીલા અને રોહીતનું વતન ઝારખંડનું રાંચી હોવાથી બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી. રોહીત બે-ત્રણ વખત દારૃ પીધેલી હાલતમાં પકડાયો હોવાથી તેને નોકરીમાંથી રૃખસત અપાઈ હતી.
મનીલા અને રોહીતના સંપર્ક ચાલુ રહ્યા હતા અને મિત્રતા ગાઢ બની હતી. બીજી તરફ, ફેબુ્રઆરી મહીનામાં સુશીલ સાથે મનીલાના લગ્ન લેવાના હતા. તા. ૩૦ને શુક્રવારે લગ્ન માટે વતન જવાનું હતું. એ અગાઉ એકાદ મહીનાથી રોહીત ફરીથી રસોઈયા તરીકે નોકરી મેળવવા માટે મધુબેન પાસે આવવા લાગ્યો હતો. પણ, મધુબેન નોકરી આપવાની ના પાડતા હતા. ૨૪મીએ વિદેશથી પાછા ફરેલા મધુબેનને તા. ૨૬ની બપોરે રોહીત મળ્યો હતો અને નોકરીની માગણી કરી હશે તેવું પોલીસનું અનુમાન છે. આ બાબતે ઝઘડો થતાં અને મધુબેને આકરા વેણ કહેતાં તેમની હત્યા કરી લૂંટ ચલાવીને આરોપીઓ પલાયન થઈ ગયાની પોલીસને શંકા છે. પોલીસને એવી પણ શંકા છે કે, મનીલા સુશીલના બદલે રોહીત સાથે ઘર વસાવવા સુખરૃપ જીંદગી વિતાવવા હત્યા અને લૂંટનો પ્લાન ઘડાયો છે. ઘરમાં અગાઉથી તમંચો અને છરો છૂપાવાયો હોવાથી આ શંકા મજબૂત બને છે.
જો કે, હત્યાનું કારણ તો શકમંદ આરોપી મનીલા અને રોહીત પકડાયા પછી જ સ્પષ્ટ થશે. બન્ને વતન ગયા હોવાની આશંકાથી આનંદનગર પોલીસની એક ટીમ રાંચી પહોંચી છે. અમદાવાદ પોલીસે રાંચી પોલીસની મદદ પણ માગી છે. પોલીસને એ વાતનું આશ્ચર્ય છે કે, ઘરમાં નોકર અંગે મધુબેનના પતિ કે પુત્રને કોઈ જાણકારી નથી. તો, મનીલાનો પતિ સુશીલ પણ તેની પત્ની ઉપર ભરોસો હોવાની વાત સાથે હત્યા, લૂંટ અંગે કંઈ જાણતો ન હોવાનું પોલીસને કહી રહ્યો છે. આ સ્થિતિમાં પોલીસચોપડે નહીં નોંધાયેલા નોકરાણી અને જૂના નોકર એવા શકમંદ આરોપી સુધી પોલીસ પહોંચી શકી નથી અને ચર્ચાસ્પદ હત્યાનું રહસ્ય હજુ અકબંધ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે સોનિયા, એહમદ પટેલ, ફર્નાન્ડિસ, જોષી વચ્ચે બેઠક
મતદાનની સ્લીપ હશે તો ઓળખકાર્ડની જરૃર નહી

થાનગઢ હત્યાકાંડ પ્રકરણમાં કમાન્ડોની એ.કે.૪૭માંથી ગોળીઓ છૂટી હતી

મધુબેન સાથે જૂના રસોઈયા રોહિતે ફરી નોકરી મેળવવા ઝઘડો કરેલો
૨૦૦૭માં પિતા હાર્યા તે ગોધરા બેઠક પર પુત્રને ટિકીટ ફાળવાઈ
ધોનીના ઇશારે બીસીસીઆઇએ ઇડન ગાર્ડનના ક્યુરેટરની હકાલપટ્ટી કરી

ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને વન ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી મજલ ખેડશે
ગ્રીસ પેકેજ મંજૂરી છતાં યુરો એસેટ જોખમ, યુ.એસ. ફિસ્કલ ક્લીફ ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોનું રૃ.૪૦૦ તૂટી રૃ.૩૨ હજારની અંદર વિશ્વ બજારમાં ૪૦ ડોલરનું ગાબડું
સેબીએ સાત જણાં પર પ્રતિબંધ મૂક્યો

લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૃ. બે લાખ કરોડનો આંક વટાવી ગયું

કેતન પારેખ સાથે સંકળાયેલી કંપનીઓમાં સોદા કરવા બદલએમઆઇટીએલ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકતી સેબી
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકા પર પરાજયનો ભય સર્જાયો
ગુજરાતની ગર્લ્સ ટીમ સબજુનિયર નેશનલ વોલીબોલમાં ચેમ્પિયન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved