Last Update : 29-November-2012, Thursday

 

ગુજરાતની ૨૮ બેઠકોના મામલે
આજે સોનિયા, એહમદ પટેલ, ફર્નાન્ડિસ, જોષી વચ્ચે બેઠક

શંકરસિંહ સહિત ૨૮ બેઠકોનું કોકડું હજી ગુંચવાયેલું ઃ દિલ્હીની બેઠક ઉપર મીટ

(પ્રતિનિધિ ધ્વારા) ગાંધીનગર, બુધવાર
શંકરસિંહ વાઘેલાને ટિકીટ આપવી કે કેમ, તથા આ સહિત બીજા તબક્કાની કુલ ૯૫ પૈકી ૨૮ બેઠકો ઉપરના કોંગી ઉમેદવારોનો મામલો હજી ગૂંચવાયેલા છે. આવતીકાલ ગુરુવારે મોટેભાગે બપોરે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, તેમના રાજકીય સચિવ અહેમદભાઈ પટેલ, સ્ક્રૂટિની કમિટી ચેરમેન, સી.પી. જોષી, મહામંત્રી ઓસ્કર ફર્નાન્ડિસ તથા ગુજરાત કોંગ્રેસ પ્રભારી મોહન પ્રકાશ વચ્ચે બેઠક યોજાશે અને એમાં ૨૮ બેઠકો ઉપરના ઉમેદવારો ફાઈનલ થશે, એમ જણાવાઈ રહ્યું છે.
શંકરસિંહ સહિત નરહરિ અમીન, નરેશ રાવલ, સી.જે. ચાવડા, હિંમતસિંહ પટેલ, સાગર રાયકા સહિત સંખ્યાબંધ ટિકીટ માગતા નેતાઓનો મામલો કોંગ્રેસ હાઈકમાન્ડ માટે પેચીદો બન્યો છે. જો એકને ચૂંટણી લડવાની તક અપાશે તો બધા માટે નિયમમાં છૂટ મૂકાશે અને જો કોઈ એક માટે રોક લગાવાશે તો એ નિયમ બધાને લાગુ પડશે.
પરિણામે આ નીતિવિષયક બાબતે ઉપરોક્ત ચાર ટોચના નેતાઓની હાજરીમાં સોનિયા ગાંધી નિર્ણય લેશે, તેમ જણાવાઈ રહ્યું છે.
બીજી તરફ કોંગ્રેસના બીજા તબક્કાના જે ઉમેદવારો નિશ્ચિત નથી તે બધા પોતાની ટિકિટ કન્ફર્મ કરવા માટે દિલ્હીમાં ડેરાતંબુ નાખીને રોકાયા છે. આને કારણે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના આગેવાનોનો જમાવડો થઈ ગયો છે.
સૂત્રો કહે છે કે, પ્રથમ તબક્કામાં જેમ કોંગ્રેસના ત્રણ સાંસદો-કુંવરજી બાવળિયા, વિઠ્ઠલ રાદડિયા અને સોમાભાઈ પટેલને ફરી પાછા વિધાનસભા જંગમાં ઉતારવામાં આવ્યા છે, તેવું બીજા તબક્કામાં અન્ય સાંસદો સંદર્ભે બને તેવી શક્યતા જૂજ છે. પાટણના સાંસદ જગદીશ ઠાકોરને અગાઉ દહેગામથી ચૂંટણી લડવા જણાવાયું હતું, પરંતુ એમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે સોનિયા, એહમદ પટેલ, ફર્નાન્ડિસ, જોષી વચ્ચે બેઠક
મતદાનની સ્લીપ હશે તો ઓળખકાર્ડની જરૃર નહી

થાનગઢ હત્યાકાંડ પ્રકરણમાં કમાન્ડોની એ.કે.૪૭માંથી ગોળીઓ છૂટી હતી

મધુબેન સાથે જૂના રસોઈયા રોહિતે ફરી નોકરી મેળવવા ઝઘડો કરેલો
૨૦૦૭માં પિતા હાર્યા તે ગોધરા બેઠક પર પુત્રને ટિકીટ ફાળવાઈ
ધોનીના ઇશારે બીસીસીઆઇએ ઇડન ગાર્ડનના ક્યુરેટરની હકાલપટ્ટી કરી

ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને વન ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી મજલ ખેડશે
ગ્રીસ પેકેજ મંજૂરી છતાં યુરો એસેટ જોખમ, યુ.એસ. ફિસ્કલ ક્લીફ ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોનું રૃ.૪૦૦ તૂટી રૃ.૩૨ હજારની અંદર વિશ્વ બજારમાં ૪૦ ડોલરનું ગાબડું
સેબીએ સાત જણાં પર પ્રતિબંધ મૂક્યો

લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૃ. બે લાખ કરોડનો આંક વટાવી ગયું

કેતન પારેખ સાથે સંકળાયેલી કંપનીઓમાં સોદા કરવા બદલએમઆઇટીએલ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકતી સેબી
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકા પર પરાજયનો ભય સર્જાયો
ગુજરાતની ગર્લ્સ ટીમ સબજુનિયર નેશનલ વોલીબોલમાં ચેમ્પિયન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved