Last Update : 29-November-2012, Thursday

 

દેવ દિવાળીના દિવસે ઝવેરી બજારોમાં મંદીનો આંચકો
સોનું રૃ.૪૦૦ તૂટી રૃ.૩૨ હજારની અંદર વિશ્વ બજારમાં ૪૦ ડોલરનું ગાબડું

ચાંદીએ રૃ.૬૪ હજારની સપાટી તોડી ઃ લગ્નસરા ટાંકણે ભાવ તૂટતાં મોસમી માગ વધવાની જાગેલી આશા

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૮

દેશના ઝવેરી બજારોમાં આજે કાર્તિકી પૂનમ અને દેવ દિવાળીના દિવસે સોના-ચાંદીના ભાવોમાં ટોચ પરથી ઝડપી ઘટાડો આવતાં લગ્નસરા માટે બજારમાં આવી રહેલા ગ્રાહકોમાં રાહતની લાગણી ફેલાઈ હતી. ખાસ કરીને મોડી સાંજે વિશ્વ બજાર પાછળ મંદીનો વિશેષ આંચકો ભાવોમાં દેખાયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. મુંબઈમાં સોનાના ભાવો ૧૦ ગ્રામના આજે રૃ.૪૦૦ તૂટયા હતા જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૭૫૦થી ૮૦૦ તૂટી રૃ.૬૪ હજારની અંદર જતા રહ્યા હતા, સોનામાં આજે ૧૦ ગ્રામદીઠ રૃ.૩૨ હજારની સપાટી તૂટી હતી, જયારે સોનાના ૧૦ તોલાના બિસ્કિટમાં ભાવોમાં રૃ.૪૦૦૦નું ગાબડું પડયું હતું.
વિશ્વ બજારમાં સોનાના ઔંશના ભાવો ૧૭૪૭થી ૧૭૪૭.૫૦ ડોલરવાળા આજે સતત તૂટતા રહી મોડી સાંજે ૧૭૦૫.૫૦થી ૧૭૦૬ ડોલર બોલાઈ છેલ્લે ૧૭૧૨થી ૧૭૧૩ ડોેલર બોલાઈ રહ્યાના સમાચારો હતા, યુરોપમાં ગ્રીસને દેશમાંથી બહાર લાવી વિકાસના માર્ગે ચડાવવાનું પેકેજ મંજૂર થયાના નિર્દેશો વચ્ચે વિશ્વ બજારમાં સોનામાં ઉંચા ભાવોએ હેજફંડોની વેચવાલી વધી હતી, અમેરિકામાં વેરાકિય ખાદ્ય ઉકેલવા શરૃ થયેલા પ્રયત્નો પર બજારની નજર રહી હતી, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ઔંશના ૪૦થી ૪૨ ડોલર તૂટી જતાં તેની પાછળ ચાંદીના ભાવો પણ ૩૪.૧૦ થી ૩૪.૧૫ ડોલરવાળા આજે ઝડપી ઘટી નીચામાં ૩૨.૯૦થી ૩૨.૯૫ ડોલર બોલાઈ છેલ્લે ૩૩.૩૫થી ૩૩.૪૦ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર પાછળ મુંબઈમાં આજે સોનાના ભાવો તૂટી મોડી સાંજે ૯૯.૫૦ના રૃ.૩૧૯૭૫ તથા ૯૯.૯૦ના રૃ.૩૨૧૨૫ બોલાઈ રહ્યા હતા જયારે ૧૦ તોલાના સોનાના બિસ્કિટ ઘટી છેલ્લે રૃ.૩૭૬૫૦૦ બોલાયા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના ઘટી છેલ્લે રૃ.૬૩૪૦૦ આસપાસ રહ્યા હતા. અમદાવાદમાં આજે સોનાના ભાવો રૃ.૩૦૦ ઘટી ૯૯.૫૦ના રૃ.૩૨૩૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૨૫૫૦ રહ્યા હતા જયારે અમદાવાદ ચાંદી આજે રૃ.૮૦૦ ઘટી રૃ.૬૧૭૦૦ રહી હતી, લગ્નસરા વખતે ભાવો ઘટતાં ઝવેરી બજારમાં હવે મોસમી માંગ વધવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે સોનિયા, એહમદ પટેલ, ફર્નાન્ડિસ, જોષી વચ્ચે બેઠક
મતદાનની સ્લીપ હશે તો ઓળખકાર્ડની જરૃર નહી

થાનગઢ હત્યાકાંડ પ્રકરણમાં કમાન્ડોની એ.કે.૪૭માંથી ગોળીઓ છૂટી હતી

મધુબેન સાથે જૂના રસોઈયા રોહિતે ફરી નોકરી મેળવવા ઝઘડો કરેલો
૨૦૦૭માં પિતા હાર્યા તે ગોધરા બેઠક પર પુત્રને ટિકીટ ફાળવાઈ
ધોનીના ઇશારે બીસીસીઆઇએ ઇડન ગાર્ડનના ક્યુરેટરની હકાલપટ્ટી કરી

ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને વન ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી મજલ ખેડશે
ગ્રીસ પેકેજ મંજૂરી છતાં યુરો એસેટ જોખમ, યુ.એસ. ફિસ્કલ ક્લીફ ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોનું રૃ.૪૦૦ તૂટી રૃ.૩૨ હજારની અંદર વિશ્વ બજારમાં ૪૦ ડોલરનું ગાબડું
સેબીએ સાત જણાં પર પ્રતિબંધ મૂક્યો

લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૃ. બે લાખ કરોડનો આંક વટાવી ગયું

કેતન પારેખ સાથે સંકળાયેલી કંપનીઓમાં સોદા કરવા બદલએમઆઇટીએલ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકતી સેબી
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકા પર પરાજયનો ભય સર્જાયો
ગુજરાતની ગર્લ્સ ટીમ સબજુનિયર નેશનલ વોલીબોલમાં ચેમ્પિયન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved