Last Update : 29-November-2012, Thursday

 

FDI મુદ્દે વિપક્ષો વોટીંગ માગ પર અડગ ઃ નવેમ્બર વલણનો આજે અંત
ગ્રીસ પેકેજ મંજૂરી છતાં યુરો એસેટ જોખમ, યુ.એસ. ફિસ્કલ ક્લીફ ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઇ

ગ્રીસને પેકેજ છતાં વિશ્વ માટે જોખમી બનતી યુરો એસેટસ ઃ યુ.એસ. ફિસ્કલ ક્લીફની ચિંતાએ નરમાઇ

ૅ(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
ગુરુનાનક જયંતિ નિમિત્તે મુંબઇ શેરબજારો આજે બુધવારે બંધ રહ્યા હતા. જ્યારે અન્ય વૈશ્વિક શેરબજારોમાં ગ્રીસને ઉગારી લેવા માટે ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ (આઇએમએફ) અને અન્ય ધિરાણદારોએ ૫૭ અબજ ડોલરનું વધારાનું પેકેજ મંજૂર કરતા અને ગ્રીસનું દેવું ઘટાડવા સંમત થયા છતાં બજારો પર નહિવત અસર થઇ ગઇકાલે સાવચેતી બાદ નરમાઇ જોવાઇ હતી.
ગ્રીસને ડીફોલ્ટ થતું અટકાવવા છેલ્લી ઘડીના પ્રયાસમાં પેકેજને મંજૂરી છતાં ઇન્વેસ્ટરો આ ડીલની કેટલીક વિગતો હજુ અસ્પષ્ટ હોવાથી તથા એનાલીસ્ટો આ દેવું જળવાઇ રહેવા બાબતે કોઇ પર્યાપ્ત ખાતરી નહીં હોવાની ચિંતા દર્શાવતા તેમજ આ પ્રકારના અભિગમથી યુરો સહિત યુરોપીયન એસેટસ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ માટે જોખમી હોવાના અભિપ્રાય સાથે અમેરિકામાં ફિસ્કલ ક્લીફ મામલે ચર્ચાના નબળા સંકેતે પણ વૈશ્વિક બજારોમાં આજે નરમાઇ ફરી વળી હતી. યુ.એસ. કોંગ્રેસ દ્વારા કરવેરામાં ૬૦૦ અબજ ડોલરના વધારા અને જાન્યુઆરીથી શરૃ થતા ખર્ચ કાપને ટાળવા માટે (ફિસ્કલ ક્લીફ) સંમતિ સાધવી જરૃરી છે. જે સંમતિ કોંગ્રેસ દ્વારા નહીં સધાવાના સંજોગોમાં વૈશ્વિક અર્થતંત્ર માટે મોટી નેગેટીવ અસરની શક્યતા બતાવાઇ રહી છે.
ચીનને વધુ પડતું મહત્વ જોખમી ઃ જીમ ઓ નીલ ઃ એશીયાના બજારોમાં નરમાઇ ઃ નિક્કી ૧૧૫ પોઇન્ટ તૂટયો
એશીયાના બજારોમાં યુ.એસ, યુરોપની નેગેટીવ અસર સાથે વૈશ્વિક મોરચે અત્યારે સૌ કોઇ ચીનના મજબૂત આર્થિક વિકાસ પર વજન દઇ ચીનને વધુ પડતું મહત્વ જોખમી હોવાનું નિવેદન જીમ ઓ'નિલ દ્વારા કરવામાં આવ્યાની એશીયાના બજારોમાં નેગેટીવ અસર જોવાઇ હતી. જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૧૧૪.૯૫ પોઇન્ટ તૂટીને ૯૩૦૮.૩૫, ચીનનો સાંઘાઇ કોમ્પોઝિટ ઇન્ડેક્ષ ૧૭.૬૫ પોઇન્ટ ઘટીને ૧૯૭૩.૫૨, દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્ષ ૧૨.૪૨ પોઇન્ટ ઘટીને ૧૯૧૨.૭૮, તાઇવાન વેઇટેજ ઇન્ડેક્ષ ૪.૭૩ પોઇન્ટ વધીને ૭૪૩૪.૯૩ રહ્યા હતાં.
ફુત્સી ૧૨, ડેક્ષ ૧૮, કેક ઇન્ડેક્ષ ૧૨ પોઇન્ટ ઘટયા ઃ યુ.એસ.માં ફિસ્કલ ક્લીફ ચિંતાએ નરમાઇ
યુરોપના બજારોમાં ગઇકાલે ગ્રીસને ઉગારવા પેકેજ છતાં યુરો સહિતની એસેટસનું વિશ્વમાં વધતું જોખમ અને હજુ યુરો ડેટ માફ કરવા મુદ્દે કેટલીક બાબતો સ્પષ્ટ નહીં હોઇ સાવચેતીમાં નરમાઇ જોવાઇ હતી. સાંજે ચાલુ બજારે લંડન શેરબજારનો ફુત્સી ૧૨ પોઇન્ટ, જર્મનીનો ડેક્ષ ૧૮ પોઇન્ટ અને ફ્રાંસનો કેક- ૪૦ ઇન્ડેક્ષ પણ ૧૨ પોઇન્ટની નરમાઇ બતાવતા હતા. યુ.એસ.માં ફિસ્કલ ક્લીફ ૬૦૦ અબજ ડોલરના વેરા કાપ અને ખર્ચકાપ મુદ્દે કોંગ્રેસમાં સંમતિ નહી ંથઇ હોઇ યુ.એસ.ના બજારોમાં ગઇકાલે ડાઉ જોન્સની ૮૯ પોઇન્ટની નરમાઇ અને નાસ્દાકમાં ૯ પોઇન્ટની નરમાઇ બાદ આજે સાંજે પણ યુ.એસ.માં ફ્યુચર્સમાં ઘટાડાની ચાલ જોવાઇ હતી.
FDI મુદ્દે વોટીંગની માગ પર વિપક્ષો ભાજપ- ડાબેરી પક્ષો કાયમ ઃ ઉકેલ નહીં આવતા બજાર પર નેગેટીવ અસરની શક્યતા
મુંબઇ શેરબજારો આજે ગુરુનાનક જયંતિ નિમિત્તે બંધ રહ્યા હતા, પરંતુ મલ્ટિ બ્રાન્ડ રીટેલ ક્ષેત્રે એફડીઆઇ મંજૂરીનો વિપક્ષોનો વિરોધ કાયમ રહ્યો હોઇ યુપીએ સરકાર સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પક્ષનું સમર્થન મેળવવામાં અને ડીએમકેનો ટેકો મેળવવામાં પણ પરોક્ષ સફળ થયા છતાં એફડીઆઇ મુદ્દે વડા પ્રધાન વોટીંગની તરફેણમાં નહીં હોઇ વિપક્ષોની આ પ્રકારની માગને પડતી મૂકવા સંસદીય બાબતોના પ્રધાન કમલ નાથ પ્રમુખ વિપક્ષ ભાજપ વચ્ચે ખાસ કોઇ સમાધાન નહીં થઇ શકતા ભાજપ અને ડાબેરી પક્ષોની વોટીંગ માગ કાયમ રહી હોઇ મુંબઇ શેરબજારો પર આવતીકાલે નેગેટીવ અશર પડવાની શક્યતા અમુક વર્ગ મૂકી રહ્યો છે. સરકારને એફડીઆઇ મુદ્દે વોટીંગ કરવાની ફરજ પડવાના સંજોગોમાં વિરોધ પક્ષો છેલ્લી ઘડીએ સમર્થનમાંથી અસમર્થનમાં આવી જવાનો ડર હોઇ વોટીંગને ટાળવા પ્રયાસ થઇ રહ્યા છે.
ચાલુ વર્ષ માટે ભારતનો ૪.૫ ટકા આર્થિક વૃદ્ધિનો ઓઇસીડીનો નબળો અંદાજ ઃ શુક્રવારે બીજા ત્રિમાસિકના આંક પર નજર
આર્થિક સુધારા- રીફોર્મ્સના લેવાયેલા પગલા અને યુપીએના મક્કમ નિર્ધારે મૂડી'ઝ દ્વારા ભારતના રેટીંગ આઉટલૂકને સ્થિર જાળવી રાખ્યા છતાં એફડીઆઇ મુદ્દે વિપક્ષોના વિરોધ સાથે હવે બજારની નજર ૩૦, નવેમ્બરના શુક્રવારે જાહેર થનારા ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર, ૨૦૧૨ અંતના બીજા ત્રિમાસિકના આર્થિક વિકાસ- જીડીપી વૃદ્ધિના આંક પર પણ રહેશે. નાણા પ્રધાન પી. ચિદમ્બરમે ૫.૫ ટકા જેટલી આર્થિક વૃદ્ધિની શક્યતા બતાવી છે, પરંતુ ૫.૧ ટકા જેટલી નબળી વૃદ્ધિની અમુક વર્ગ શક્યતા મૂકી રહ્યો હોઇ નબળા આર્થિક વૃદ્ધિના આંકડા પણ બજારનું સેન્ટીમેન્ટ ખરડાવી શકે છે. આ સાથે ઓઇસીડી દ્વારા ભારતના ચાલુ વર્ષ ૨૦૧૨માં આર્થિક વૃદ્ધિનો ૪.૫ ટકા નબળો અંદાજ મૂકવામાં આવતા ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમીક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઇસીડી)ના અંદાજની પણ બજાર પર આવતીકાલે નેગેટીવ અસર પડી શકે એમ છે.
ટેક્નીકલી, નિફ્ટી સ્પોટ ૫૬૫૫ ક્લોઝિંગ સ્ટોપલોસ ઃ યુ.એસ. ડોલર રૃા. ૫૪.૬૫ ક્લોઝિંગ સ્ટોપલોસે ધ્યાન તેજી
ટેક્નીકલી, નજીકનો ટ્રેન્ડ ગઇકાલે નિફ્ટી સ્પોટ ૫૬૫૦ ઉપર બંધ આવતા પોઝિટીવ બન્યો છે. નિફ્ટી સ્પોટ ૫૬૫૫ના ક્લોઝિંગ સ્ટોપલોસે ધ્યાન ટેક્નીકલી તેજીનું બતાવાઇ રહ્યું છે. યુ.એસ. ડોલરમાં એનએસઇ ફોરેક્સ મુજબ ટેક્નીકલી ધ્યાન પોઝિટીવ- અપ બતાવાઇ રહ્યું છે. ટેક્નીકલી યુ.એસ. ડોલર રૃા. ૫૪.૬૫ના ક્લોઝિંગ સ્ટોપલોસે ધ્યાન તેજી બતાવાઇ રહ્યું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે સોનિયા, એહમદ પટેલ, ફર્નાન્ડિસ, જોષી વચ્ચે બેઠક
મતદાનની સ્લીપ હશે તો ઓળખકાર્ડની જરૃર નહી

થાનગઢ હત્યાકાંડ પ્રકરણમાં કમાન્ડોની એ.કે.૪૭માંથી ગોળીઓ છૂટી હતી

મધુબેન સાથે જૂના રસોઈયા રોહિતે ફરી નોકરી મેળવવા ઝઘડો કરેલો
૨૦૦૭માં પિતા હાર્યા તે ગોધરા બેઠક પર પુત્રને ટિકીટ ફાળવાઈ
ધોનીના ઇશારે બીસીસીઆઇએ ઇડન ગાર્ડનના ક્યુરેટરની હકાલપટ્ટી કરી

ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને વન ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી મજલ ખેડશે
ગ્રીસ પેકેજ મંજૂરી છતાં યુરો એસેટ જોખમ, યુ.એસ. ફિસ્કલ ક્લીફ ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોનું રૃ.૪૦૦ તૂટી રૃ.૩૨ હજારની અંદર વિશ્વ બજારમાં ૪૦ ડોલરનું ગાબડું
સેબીએ સાત જણાં પર પ્રતિબંધ મૂક્યો

લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૃ. બે લાખ કરોડનો આંક વટાવી ગયું

કેતન પારેખ સાથે સંકળાયેલી કંપનીઓમાં સોદા કરવા બદલએમઆઇટીએલ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકતી સેબી
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકા પર પરાજયનો ભય સર્જાયો
ગુજરાતની ગર્લ્સ ટીમ સબજુનિયર નેશનલ વોલીબોલમાં ચેમ્પિયન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved