Last Update : 29-November-2012, Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૯-૧૧-૨૦૧૨, ગુરૂવાર
કારતક વદ એકમ
યજ્ઞનારાયણ ઇષ્ટિયાગ
વ્રજ માગશર

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૫૯ મિ. સુધી સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૫૨ મિ. (સૂ) ૭ ક. ૪૭ મિ. (મું) ૭ ક. ૪૩ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની વૃષભ (બ. વ. ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ રોહિણી સાંજના ૫ ક. ૪૯ મિ. સુધી પછી મૃગશીર્ષ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - વૃશ્ચિક, મંગળ- ધન, બુધ- તુલા, ગુરૂ- વૃષભ, શુક્ર- તુલા, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ)- મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન. ચંદ્ર- વૃષભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ૨૫૩૯ દક્ષિણાયન હેમંત ૠતુ. રા.દિ. પા. ૮
માસ તિથિ-વાર ઃ કારતક વદ એકમ ને ગુરૂવાર.
- યજ્ઞનારાયણ ઇષ્ટિયાગ રાયગઢ- બોલુંદ્રા (જી.ણ.)
- મૃત્યુયોગ સાંજના ૫ ક. ૪૯ મિ.થી શરુ
- રોહિણી
- કાર્તિક કૃષ્ણપક્ષ, વ્રજ માગશર.
- ગોપમાસ પ્રારંભ (વ્રતચર્યા)
- મથુરા રમણલાલજીનો ઉત્સવ
- સુરેન્દ્રનગર, સ્વામિનારાયણ મંદિર પાટોત્સવ
મુસલમાની હિજરી સન ૧૪૩૪ મોહરમ માસનો ૧૪ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ તીર માસનો ૧૪ રોજ ગોશ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપવું પડે. પુત્ર- પૌત્રાદિકના વિદ્યા-ભણતર વિવાહ લગ્ન અંગેના કામની વ્યસ્તતા રહે.

 

વૃષભ ઃ મસ્તક, ગરદન, ગળામાં, કમરમાં, દર્દપીડા કે માનસિક ચંિતા પરિતાપના કારણે સ્વસ્થતાપૂર્વક રોજીંદુ કામકાજ કરી શકો નહીં.

 

મિથુન ઃ વિવાદ- નુકસાનથી સંભાળવું, જવાબદારીવાળા કામમાં આકસ્મિક રૂકાવટ- મુશ્કેલી આવવાથી સમયસર કામ ઉકેલાય નહીં.

 

કર્ક ઃ શેરોની કામગીરીમાં, સોના- ચાંદી- તાંબાના, ચા, રૂ, સૂતરના, ખાંડના વેપાર- ધંધામાં ઘ્યાન રાખવું પડે, નોકરીમાં મીઠાશ રાખવી.

 

સંિહ ઃ સરકારી કામગીરી, જવાબદારીમાં તમારા નોકરી- ધંધાના કામમાં શાંતિ રાહત જણાય નહીં. આકસ્મિક ચંિતા દોડધામ જણાય.

 

કન્યા ઃ મહત્ત્વના કામમાં, નોકરી- ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. વિલંબમાં પડેલા કામ અંગે ચર્ચા- વિચારણા થાય.

 

તુલા ઃ શારીરિક- માનસિક અસ્વસ્થતા, ઉશ્કેરાટ- મુશ્કેલી- વિવાદ તમારા રોજીંદા કામમાં રૂકાવટ રખાવે, જોખમી નિર્ણય કરવો નહીં.

 

વૃશ્ચિક ઃ વિચારવામાં, બોલવામાં, વાતચીત કરવામાં આપે ઘ્યાન રાખવું પડે. પત્ની- સંતાન નોકરી- ધંધાના કામ અંગેની ચંિતા રહે.

 

ધન ઃ ખાવાપીવામાં, હરવા, ફરવામાં ઘ્યાન રાખવું, નોકરી- ધંધાના કામમાં ઘ્યાન આપી શકો પરંતુ ધાર્યું કામ ઉકેલાય નહીં, થાય નહીં.

 

મકર ઃ પુત્ર- પૌત્રાદિકના કામની ચંિતા રહે, છેલ્લી ઘડીની ઉતાવળ કે દોડધામમાં ઉદ્વેગ- ઉચાટ, ગભરાટ રહે, શાંતિથી દિવસ પસાર કરવો.

 

કુંભ ઃ નોકરી- ધંધાના કામની દોડધામ, મહેનત છતાં ધાર્યું કામ થાય નહીં જશ મળે નહીં શરદી કફ અન્ય બીમારીથી સંભાળવું.

 

મીન ઃ નોકરી- ધંધાના કામની ઉતાવળ, દોડધામ થાય નહીં તે માટે સમયસર અગાઉથી આયોજન ગોઠવવું, સરકારી કામ થઈ શકે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૯-૧૧-૨૦૧૨, ગુરૂવાર

આજથી શરુ થઈ રહેલું આપનું જન્મવર્ષ પુત્ર- પૌત્રાદિક, પત્ની, પરિવાર, પરદેશ, પ્રગતિ, પ્રતિપ્રયાણનું સફળતાવાળું બની રહે. અવિવાહિતને વિવાહ લગ્નનું નક્કી થાય. જેમના સાંસારિક જીવનમાં વિખવાદ- વિવાદ ચાલતો હોય, છૂટાછેડાનો પ્રશ્ન હોય તો તે ઉકેલાતા હળવાશ- રાહત જણાય. સંતાન સુખની પ્રાપ્તિ, પ્રગતિ સફળતા માટે આ વર્ષ મહત્ત્વનું બની રહે

 

વિશેષમાં - * નોકરી- ધંધાના કાર્યક્ષેત્રમાં તમારી મહેનત દોડધામનું શુભ ફળ મળવાની શરુઆત થાય તમારી આવક સુખસંપત્તિમાં વધારો થાય. મકાન, વાહન કે અન્ય ચીજવસ્તુની ખરીદી થઈ શકે.

 

* આ વર્ષમાં ધર્મકાર્ય, શુભકાર્ય, યાત્રા-પ્રવાસ થાય પરદેશના કામમાં સાનુકૂળતા રહે. પરદેશ જવાનું થાય કે પરદેશમાં રહેતા પુત્ર- પૌત્રાદિકને મળવાનું થતા આનંદ અનુભવો.

 

* સ્ત્રી વર્ગને જીવનનો એક નવો તબક્કો શરુ થાય. અવિવાહિતને વિવાહ-લગ્નનો પ્રશ્ન ઉકેલાય.

 

* વિદ્યાર્થી વર્ગને વિદ્યાભ્યાસ માટે સારી વિદ્યાસંસ્થા, વિદ્યાશાખા મળવાથી વિદ્યાભ્યાસ માટે દૂર જવાનું થાય.

 

સુપ્રભાતમ્

- જે માણસો રણમાં શૂરવીરતા બતાવી સ્વામીને ખાતર પોતાના પ્રાણ આપે છે, જે સ્વામીના ભક્ત હોય છે અને સામાના ઉપકારને યાદ રાખે છે તે તે માણસોને સ્વર્ગમાં જાય છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

શરદી વધતાં લલ્લુ નવું સ્વેટર ખરીદવા છગનની દુકાને ગયો. એને એક સ્વેટર પસંદ પડી ગયું. એણે દુકાનદાર છગનને પૂછ્‌યું, ‘‘આ સ્વેટર કંપલીટલી ઉનનું જ છે ને ?’’
‘‘હા, હા, સાહેબ !’’ છગન બોલ્યો, ‘‘સોએ સો ટકા ઉનનું વૂલનનું છે. બસ, એના બટન ફક્ત પ્લાસ્ટીકના છે એટલું જ !’’

[Top]
 

આજ ની રેસીપી

મીઠી-નમકીન વરાયટી

બ્રાઉન રાઈસ

 

સામગ્રી ઃ એક કપ બાસમતી ચોખા, બે ચમચા ચોખ્ખુ ઘી, ૨૦-૨૫ બદામના દાણા, બે ચમચા સોયા સોસ, એક ચમચી મીઠું, બે એલચા અને પાંચ-છ લવંિગ.

 

સજાવવા માટે ઃ બદામના દાણાને પાણીમાં પલાળી રાખો. કડાઈમાં ચોખ્ખુ ઘી ગરમ મૂકો. હવે એમાં એલચા, મીઠું, લવંિગ વગેરે નાખી ઉપર ચોખા પણ નાખો. થોડી વાર શેકીને હવે એમાં સોસ નાખો. બરાબર મિક્સ કરીને બે વાટકી પાણી નાખી તેજ આંચ કરીને ઢાંકી રાખો. એક ઊભરો આવે એટલે આંચ ધીમી કરી દો અને બીજી ૧૦ મિનિટ પછી ગેસ તદ્દન બંધ કરી દો. બદામના દાણાથી સજાવીને ગરમ ગરમ પીરસો.

[Top]
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved