Last Update : 28-November-2012, Wednesday

 

પ્લીઝ, બંધબેસતાં ચૂંટણી પ્રતીકો આપો !

- મન્નુ શેખચલ્લી


પરિવર્તન પાર્ટીને ચૂંટણીપંચે 'બેટ'નું પ્રતીક ફાળવ્યું છે એ અમને બિલકુલ પસંદ નથી પડયું ! આઈ મિન, ગામડાના લોકોને તો એ 'ધોકો' જ લાગે ને ? (મુખ્યમંત્રીને 'ધોકો' થઈ ગયો એ અલગ વાત છે.)
અપક્ષોનું પણ બિચારાઓનું એવું જ થવાનું. જે મળ્યું એ ચૂંટણી પ્રતીકથી ચલાવી લેવું પડે ! અમારી ચૂંટણી પંચને એક જ વિનંતી છે કે જરા વિચારીને પ્રતીકો ફાળવો. જેમકે....
* * *
ચમચાગીરી કરીને આગળ આવનાર ઉમેદવારને 'ચમચી'નું પ્રતીક આપો.
* * *
ઘરડા ખખડી ગયેલા ઉમેદવારને ખુરશી નહિ, પણ 'ખાટલા'નું પ્રતીક આપો.
* * *
ઘડીકમાં આ પક્ષમાં, તો ઘડીકમાં પેલા પક્ષમાં, અને છેવટે કૂદાકૂદ કરતાં કરતાં અપક્ષ બનીને ઊભા રહેલા ઉમેદવારને 'શટલ-કોક' આપો !
* * *
ભાજપમાં હોય કે કોંગ્રેસમાં, પણ હંમેશાં નવરા બેસી રહેતા આળસુ ઉમેદવારને તો 'મંજીરાં' જ મળવાં જોઈએ !
* * *
''કોઈ રૃપિયા આપે તો ઉમેદવારી પાછી ખેંચી લઈએ'' એવી ઉમીદથી ઊભેલા ઉમેદવારને હવે 'ગાજર' પકડાવો, સાહેબ !
* * *
પોતાના મહોલ્લામાં પણ કોઈ ઓળખતું ના હોય એવા માણસને 'પિપૂડી'નું પ્રતીક ફાળવોને, પ્લીઝ !
* * *
લાંચિયા ઉમેદવારને 'પર્સ,' ઘરડા કાકાને 'લાકડી,' અંડરવર્લ્ડના ભાઈલોગને 'ચાકુ' અને હંમેશાં ગોખેલું ભાષણ બોલી જતા ઉમેદવારને 'પોપટ'થી નવાજવા વિનંતી.
* * *
મહિલા ઉમેદવારો માટે જરા પસંદગીમાં કાળજી રાખો ને.... કોઇને 'વેલણ' તો કોઇને 'અરીસો' કોઈને 'લિપસ્ટીક' તો કોઈને 'પાવડરનો ડબ્બો' કેમ ના અપાય ? હકીકતમાં તો દરેક સ્ત્રી ઉમેદવારને 'ઈસ્ત્રી' જરૃર ગમશે...
* * *
થોડાં પ્રતીકો પ્રજાની માગણીઓ અને ફરિયાદોને ધ્યાનમાં રાખીને ફાળવવાં જોઇએ. જેમકે 'પાણીનો નળ...' 'ગટરનું ઢાંકણું...' 'રોડનું રોલર...' 'જાહેર કચરાપેટી...' 'જંતુનાશક દવાનો પંપ...' વગેરે.
* * *
અને હા, સૌથી ડિમાન્ડમાં કોઈ પ્રતીક હોય તો એ છે 'બાટલી !'
કારણ કે વોટ તો આખરે 'બાટલી'થી જ મળે છે ને !
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved