Last Update : 28-November-2012, Wednesday

 

મતદારની મૂંઝવણ


ગુજરાતની વિધાનસભા ચૂંટણી આડે હવે માંડ બેથી ત્રણ સપ્તાહનો સમય બાકી રહ્યો છે અને બેઠકવાર રાજકીય પક્ષોની ઉમેદવાર યાદીઓ જાહેર થઇ છે, ત્યારે નાગરિક તરીકેની સભાનતા ધરાવતા મતદારો માટે ખરેખર મૂંઝવણભરી સ્થિતિ સર્જાઇ છે. ભારતીય મતદારો માટે પસંદગીની આ મૂંઝવણ ખરેખર તો નવી નથી. કારણ કે ચૂંટણી નજીક આવે તેમ લોકશાહી મૂલ્યો સાથે સંકળાયેલી ડહાપણભરી વાતો પોથીમાંનાં રીંગણાં જેવી બની રહે છે અને હાર-જીત માટે જરૃરી બધી યુક્તિપ્રયુક્તિઓ લાજશરમ નેવે મૂકીને અપનાવવામાં આવે છે. તેમાં પક્ષના મુખિયાઓથી માંડીને કાર્યકરો સુધીના સૌ પોતાનો હાથ ઊંચો રાખવાના પ્રયાસ કરી જુએ છે.
ખેંચતાણ બે સ્તરે ચાલતી રહે છેઃ પક્ષમાં ઉમેદવારી માટે અને એ કોઠો પાર થયા પછી ચૂંટણી જીતવા માટે. ભારતમાં લોકશાહીના સાડા છ દાયકા પછી પણ ચૂંટણીમાં જ્ઞાાતિના પરિબળનું વજન જરાય ઓછું થયું નથી. બલ્કે, ઓળખના રાજકારણની વધતી બોલબાલાને કારણે, તે વધી રહ્યું હોય એવું વધારે લાગે છે. જેમ કે, ગુજરાતમાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત પરિવર્તન પક્ષ સત્તાવાર રીતે પટેલોના હિતની અને તેમને થયેલા કહેવાતા અન્યાયની વાત કરે છે. ગુજરાતના રાજકારણમાં પટેલવાદની બોલબાલા નવી નથી, પરંતુ પટેલો અલગ સમુહને બદલે અલગ રાજકીય ચોકો રચે તે નવી વાત છે.
જ્ઞાાતિપ્રથાની ખાસિયત એ છે કે તેમાં પેટા અને પેટાની પણ પેટા જ્ઞાાતિઓ હોય છે. એટલે કોઇ એક જ્ઞાાતિના બધા મતદારો એક ઇશારે એક જ પક્ષને મત આપે એવું બનતું નથી. આઝાદી પછી ઘણા સમય સુધી મુસ્લિમ-દલિત મતો સાગમટે કોંગ્રેસને જતા હોવાની છાપ હતી. પરંતુ હવે કોઇ જ્ઞાાતિ કે કોઇ સમુદાય માટે પણ નેતાઓ પોતાના હિસાબે ને જોખમે જ આવા આત્મવિશ્વાસમાં રાચી શકે છે.
પટેલવાદની જ વાત કરીએ તો, તેમાં પણ કડવા અને લેઉવાના મુખ્ય બે ભાગ છે. એ બે ભાગમાં પણ બધેબધા એકમત હોય એવું બનતું નથી. એક ફાંટાના સંમેલનમાં તેના એક અગ્રણીએ પટેલો સમક્ષ યહુદીઓની એકતાનો દાખલો આપ્યો હતો, જે દેખીતી રીતે અતિશયોક્તિથી પ્રેરિત હતો. પરંતુ મતબેન્ક એકજૂથ બનાવવાની હોડ ચાલતી હોય ત્યારે સૌથી પહેલો ભોગ પ્રમાણભાનનો લેવાય એ સ્વાભાવિક છે.
જ્ઞાાતિપ્રથા આધારિત રાજકારણનું વરવું પાસું એ છે કે થાનગઢમાં પોલીસ ગોળીબારમાં ત્રણ દૂધમલ દલિતોના જીવ જાય છે ત્યારે સત્તાધીશોને ન્યાય કે કાયદો-વ્યવસ્થા તો ઠીક, દલિતોના મતની પણ પરવા ન હોય એવું વર્તન દાખવવામાં આવે છે.
દલિતો દ્વારા ન્યાયની માગણી માટે થતાં બિનરાજકીય, સ્વયંભૂ સંમેલન પછી પણ રાજ્ય સરકારનું વલણ એટલું ઉપેક્ષાનું હોય છે કે તેમાંથી 'જાવ, અમારે તમારા મત જોઇતા નથી' એવો ભાવ છલકાતો લાગે. આવું બીજી કોઇ, આંકડાકીય રીતે વધુ પ્રભાવ ધરાવતી જ્ઞાાતિ સાથે બન્યું હોય અને ચૂંટણી માથે હોય તો સરકારનો પ્રતિભાવ કેવો હોય, તે ધારી શકાય એવું છે.
પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીમાં પણ જ્ઞાાતિની ગણતરી મહત્ત્વનો ભાગ ભજવે છે. આ પ્રક્રિયામાં મત આપનારા નાગરિકોના અભિપ્રાયની કશી ગણતરી હોતી નથી. તેમને તો પક્ષીય કે જ્ઞાાતિવાદી ગણતરીઓના આધારે વિવિધ પક્ષના જે ઉમેદવારોને હાઇકમાન્ડ તેમના માથે મારે, તેમાંથી એકને પોતાનો પ્રતિનિધિ ગણીને ચૂંટવાનો રહે છે. હાઇકમાન્ડ કે કોઇ નેતા-આગેવાનની કૃપાથી ટિકિટ મેળવનાર ઉમેદવાર ચૂંટણી જીતે તો પછી તેની વફાદારી મતદારો તરફ રહે કે પક્ષ તરફ, એ કહેવાની જરૃર ખરી?
ગુજરાતમાં છેલ્લી બે ચૂંટણીઓમાં સત્તાધારી પક્ષ ખાસ હરીફાઇ વિના સહેલાઇથી ચૂંટણી જીતી ગયો હતો. એ વખતે 'નો રીપીટ થીયરી'ના મુખ્ય મંત્રીની વ્યૂહરચનાની ખાસિયત અને અમુક અંશે તેમની એકહથ્થુ સફળતાનું એક રહસ્ય ગણાઇ હતી, પરંતુ આ વખતે મુખ્ય મંત્રીએ તેમની 'નો રીપીટ થીયરી' તડકે મૂકીને, મોટી સંખ્યામાં વર્તમાન વિધાનસભ્યોને ફરી ટિકીટ આપવાની ફરજ પડી છે. એ સૂચવે છે કે આ વખતે સ્પર્ધા અગાઉના જેટલી સહેલી નથી, એવું મુખ્ય મંત્રીને પોતાને પણ લાગે છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved