Last Update : 28-November-2012, Wednesday

 

'સપા'ના ઉમેદવારોની યાદીમાં ૭મા યાદવ
ઉત્તર પ્રદેશને યાદવ પ્રદેશ બનાવી દેવા મુલાયમનો પ્રયાસ

 

- કોંગ્રેસની નબળાઈનો ઉપયોગ કરતા મુલાયમ ઃ ૨૦૧૪ના જંગ માટે તૈયારી

 

૨૦૧૪ની ચૂંટણીઓનું સુકાન કોંગ્રેસે રાહુલ ગાંધીને સોંપ્યાના બરાબર બીજા દિવસે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષે ૫૫ ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી હતી. આમ તો, ૨૦૧૪ના લોકસભાના જંગને ૧૪ મહિનાની વાર છે છતાં મુલાયમસિંહે આટલું વહેલું રણશિંગુ ફૂંક્યું છે. લોકસભામાં ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકો છે. તમામ રાજ્યો પૈકી સૌથી વધુ બેઠકો ઉત્તર પ્રદેશની છે. વિધાનસભાનો જંગ જીત્યા પછી સમાજવાદી પક્ષ આ ૮૦ બેઠકો પૈકી ૫૦ બેઠકો જીતીને નવી સરકાર રચવામાં મહત્વની ભૂમિકા ભજવવા માગે છે.
મુલાયમસિંહ યાદવના પરિવારનો સાતમો સભ્ય રાજકારણમાં આવી રહ્યો છે. સમાજવાદી પક્ષના જનરલ સેક્રેટરી અને મુલાયમના ભાઈ રામગોપાલ યાદવનો પુત્ર અક્ષય યાદવ ૭મા નંબરે છે. પહેલે મુલાયમસિંહ યાદવ પછી અખિલેશ યાદવ, અખિલેશની પત્નિ ડિમ્પલ યાદવ, કાકા રામગોપાલ યાદવ, તેમનો પુત્ર અક્ષય યાદવ, મુલાયમનો ભત્રીજો ધર્મેન્દ્ર યાદવ અને પીડબલ્યુડી પ્રધાન શિવપાલ યાદવનો સમાવેશ થાય છે. આ સાત પૈકી જો બધા જ ૨૦૧૪ની લોકસભામાં ચૂંટાઈ જાય તો યાદવ પરિવાર દેશમાં ઈતિહાસ સર્જી શકે છે.
સમાજવાદી પક્ષે ૫૫ બેઠકો પરના ઉમેદવાર જાહેર કરીને તમામ રાજકીય પક્ષોને ભીંસમાં લીધા છે. સમાજવાદી પક્ષે આ રીતે ઉત્તર પ્રદેશમાં યાદવ પરિવારને પણ મજબૂત બનાવ્યો છે. ઉમેદવારોની આ યાદીમાં રામગોપાલ યાદવના પુત્ર અક્ષય યાદવને સમાવીને યાદવ કુટુંબના સાતમા સભ્યને રાજકારણમાં સમાવાયો છે.
ગાંધી પરિવાર દેશ પર રાજ કરે છે એવી વારંવાર ટીકા કરતા વિરોધ પક્ષો પણ યાદવ પરિવાર દ્વારા વધારાતી સભ્ય સંખ્યા સામે ચૂપ છે.
ઉત્તર પ્રદેશમાં ૮૦ બેઠકો પર માત્ર મુલાયમસિંહે પ્લાન કર્યો છે એવું નથી. બહુજન સમાજવાદી પાર્ટીના માયાવતી પણ સક્રિય છે. એમ ભાજપ પણ તેમના જુના સક્રિય નેતા કલ્યાણસિંહને પાછા સમાવી રહ્યા છે. કોંગ્રેસ પણ તેના વિધાનસભામાં થયેલા ધબડકાથી ઘણું શીખી છે. આમ યાદવ પરિવાર માટે કંઈ જીત આસાન નથી. અખિલેશ યાદવ મુખ્યપ્રધાન બન્યા પછી સગાવાદનું રાજકારણ વધ્યું છે. અખિલેશની નવી મમ્મી અર્થાત્ મુલાયમસિંહની બીજી પત્નિ આઈએએસ અધિકારીઓની બદલી કરવાના કામમાં રસ લે છે તો કાકાઓ નીતિ વિષયક કામોમાં ચંચુપાત કરે છે. ટોચના અધિકારીઓ મુલાયમને મળવાનું વધુ પસંદ કરે છે.
યાદવ પરિવારના બીજા સભ્યોમાં તેમનો ભત્રીજો ધર્મેન્દ્ર યાદવ છે જે બદાયુન બેઠક પરથી ફરી લડવા માગે છે, મુલાયમના ભાઈ શિવપાલ યાદવ પણ છે.
યાદવ કુટુંબના અન્ય બે સભ્યો સમાજવાદી પક્ષની યાદીમાં છે. બ્રિજભૂષણ સરનસિંહને કેસરગંજ બેઠક પર ફરી ઉભા રાખવામાં આવ્યા છે. ૧૯૯૦ના દાયકામાં તેમને 'ટાડા' હેઠળ પકડીને તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમની સામે દાઉદ ઈબ્રાહીમ સાથે સંબંધોનો આક્ષેપ હતો.
મુલાયમસિંહ યાદવ મનીપુરીમાંથી ફરી ચૂંટાવા ઈચ્છે છે. તેમના પુત્ર અખિલેશની પત્નિ ડિમ્પલ કનૌજમાંથી ચૂંટણી લડશે. ૨૦૦૯ની પેટા ચૂંટણીમાં ડિમ્પલ ફિરોજાબાદ બેઠક પરથી હાર્યા હતા. હવે અક્ષય યાદવ આ બેઠક પરતી લડી યાદવ પરિવારના સાતમા સક્રિય રાજકારણી બનશે.
ફિરોજાબાદની પેટા ચૂંટણી ૨૦૦૯માં પ્રતિષ્ટાભરી બની હતી. ત્યારે ડિમ્પલને હરાવવા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે વ્યૂહરચના ઘડી હતી જેમાં તે સફળ પણ થયા હતા.
૨૦૧૪ના જંગમાં ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકો ઈતિહાસ સર્જી શકે એમ છે. રાજકીય સમિક્ષકો માને છે કે કોંગ્રેસ અને ભાજપ બંને ૧૫૦ બેઠકમાં સમેટાઈ જશે અને પ્રાદેશિક પક્ષો ૨૬૦ જેટલી બેઠકો લઈ આવશે.
આ સંજોગોમાં ઉત્તર પ્રદેશમાં ૮૦માંથી જે પક્ષ વધુ બેઠકો ખેંચી લાવશે તેનું વર્ચસ્વ રહેશે. મુલાયમસિંહ યાદવનું સપનું વડાપ્રધાન બનવાનું છે. તેમના મતે ત્રીજો મોરચો રચીને તેને કોંગ્રેસ કે ભાજપ ટેકો આપે એવો પ્લાન હોવો જોઈએ.
મુલાયમસિંહ યાદવ માટે લોકસભાનો જંગ આસાન નથી, ૮૦ બેઠકો માટે કોંગ્રેસ અને ભાજપ સક્રિય છે. બહુજન સમાજવાદી પક્ષના વડા માયાવતીએ પણ વધુ બેઠકો મેળવવા કમર કસી છે. મુલાયમ માને છે કે આગામી ત્રણ મહિનામાં ચૂંટણીઓ જાહેર થાય તો તે ૮૦માંથી ૫૫ બેઠકો મેળવી શકે છે પરંતુ જો ચૂંટણી નિયત સમયે માર્ચ-૨૦૧૪માં થશે તો તેમને માંડ ૪૦-૪૫ બેઠકો મળશે. એટલે જ મુલાયમ વહેલી ચૂંટણી ઈચ્છે છે અને કિંગમેકર બનવા મથે છે.
ઉત્તર પ્રદેશ યાદવ પ્રદેશ બની જાય, મહારાષ્ટ્ર ઠાકરેનું રાષ્ટ્ર બની જાય અને કોંગ્રેસ કાયમી સ્તરે ગાંધી પરિવારનો રાજકીય પક્ષ બની જશે તો પ્રજાનું હિત જોખમાશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 

 

 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved