Last Update : 28-November-2012, Wednesday

 
દિલ્હીની વાત
 

શિયાળુ સત્ર ઠરી જવાના એંધાણ
નવી દિલ્હી, તા.૨૭
રિટેલમાં એફડીઆઈના મુદ્દે સરકાર અને વિપક્ષ પોતપોતાના વલણને ચીટકી રહેતા સંસદની કામગીરી ચાલે એવી નહિવત્ શક્યતા નજરે પડે છે. સરકાર પણ ઝુકવા તૈયાર ના હોવાથી મામલો ગુંચવાયો છે. ૨૨ નવેમ્બરે શરૃ થયેલા શિયાળુ સત્રના ચારેય સેશન વેસ્ટ ગયા છે. આવતીકાલે ગુરૃનાનક જયંતિના કારણે સંસદ બંધ રહેશે. આ ઉપરાંત સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેનો ગજગ્રાહ ઓછામાં ઓછુ આ અઠવાડીયા સુધી તો ઉકેલાય એમ નથી. જો બંને પક્ષ પોતપોતાની માગણીને ચીટકી રહેશે તો જેમ ચોમાસુ સત્ર ધોવાયું એમ શિયાળુ સત્રનું પણ થશે!! સરકાર મોટી મૂંઝવણમાં છે. તેની પાસે બહુમતી થાય એવી સંખ્યા છે પણ તે જોખમ ઉઠાવવા તૈયાર નથી. મતદાન વખતે ગેરહાજર રહેવાની સમાજવાદી પક્ષ, બીએસપી અને ડીએમકે ખાત્રી આપે તો જ સરકાર એફડીઆઈના મુદ્દે ચર્ચા આગળ વધારશે. કેમકે આ તબક્કે તો આ ત્રણેય પક્ષો ચોક્કસ વાત નથી કરતા...
રાજકીય તખ્તાની બે વિચિત્ર ઘટના
રાજકીય તખ્તા પર બે ઘટનાઓ એવી બની રહી છે કે તે અહો આશ્ચર્યમ્ ઊભું કરે છે. આ બે પૈકીની પ્રથમ ઘટના મમતા બેનરજી અંગેની છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજી જે કૂદી કૂદીને સરકારની સામે બોલતા હતા તે અચાનક જ સરકાર સામે ઢીલું બોલતા થયા છે. જેના કારણે મતદાન માટેનો આગ્રહ રાખતા ભાજપ અને ડાબેરી પક્ષોને ફટકો પડયો છે. બીજી ઘટના સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટી અંગે છે. આ બંને પક્ષના ભરોસે સરકાર છે પણ તે અનામદના મુદ્દે સરકાર સામે તલવાર ખેંચીને ઉભી છે.
આંકડાની સ્થિતિ
લોકસભામાં મતદાન થાય તો આંકડાની સ્થિતિ કેવી હશે તે અહીં જુઓ. જે લોકો એફડીઆઈના મુદ્દે ચર્ચા બાદ વોટીંગ ઈચ્છે છે તેમાં ભાજપ (૧૧૫), જેડી(યુ) (૨૦), ડાબેરી પક્ષો (૨૪), બીજેડી (૧૪) અને અન્ય ૩૩. આમ કુલ ૨૦૬ થાય. જે લોકો મતદાનનો વિરોધ કરે છે તેમાં કોંગ્રેસ (૨૦૬), એનસીપી (૯), અને અન્ય ૩૭ સહિત કુલ ૨૫૨ થાય!! જે લોકો મતદાન સમયે ગેરહાજર રહેવાના છે તેમાં કુલ ૪૩નો સમાવેશ થાય છે. સમાજવાદી પાર્ટી (૨૨), બીએસપી (૨૧) બીજી તરફ ડીએમકેના ૧૮ અને ટીએમસીના (૧૯) સભ્યોએ કોઈ નિર્ણય લીધો નથી...
'રામ'નું બૂમરેંગ
ભાજપે ૯૦ વર્ષ નજીક પહોંચેલા તેમના રાજ્યસભાના સાંસદ રામજેઠમલાણીને બળવાખોર પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરીને તેમને ખુલાસો કરવાનો ૧૦ દિવસનો સમય આપ્યો છે. પરંતુ પક્ષના નેતાઓ માને છે કે આ પગલાનું બૂમરેંગ ના થાય તો સારું!! કેમકે ઘણાં નેતાઓ માને છે કે આગામી ચૂંટણીમાં નીતીન ગડકરીના કારણે પક્ષને ઘણું ભોગવવાનું આવશે. એટલે જ પક્ષના નેતાઓ બીજા બળવાખોર યશવંતસિંહા અને શત્રુઘ્નસિંહા સામે પગલાં લેવાના મૂડમાં નથી.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved