Last Update : 28-November-2012, Wednesday

 

ફિલ્મ સંગીતના પહેલવહેલા રિધમ એરેંજરને પિછાણો

સિનેમેજિક - અજિત પોપટ
- બંગાળ સાઇડમાં માટીના કે લાકડાના પાઇપ સાથે એકતારા જેવો એક તાર જોડીને ચોંકા કે ચોંગા નામે એાળખાતું વાજિંત્ર જોવા મળે

 

આજે તો ફક્ત આણંદજીભાઇ અને પ્યારેલાલ બે સિનિયર સંગીતકારો હાજર છે. પરંતુ સિને મ્યુઝિશિયન એસોસિયેશનમાં ઘણા એવા સિનિયર સાજિંદા હાજર છે જે આ વાતના સાક્ષી છે. મુંબઇના ઓપેરા હાઉસ થિયેટરમાં પૃથ્વીરાજ કપૂર નાટકો કરતા ત્યારે શંકર અને જયકિસન સંગીતકાર રામ ગાંગુલીના સહાયકો હતા. શંકર ઓપેરા હાઉસ નજીકના એક અખાડામાં વ્યાયામ કરવા જતા. ત્યાં જ બપોરના સમયે હાર્મોનિયમ પર એકલા હોય ત્યારે તર્જો બેસાડતા. એક બેઠી દડીનો યુવાન શંકરની સંમતિ લઇને એની સાથે તબલાં પર સંગત કરતો. એ યુવાનની નરઘા પરની ચાંટી અને બાયાં પરનો ગજબનો કાબુ જોઇને શંકરે એને પોતાની પનાહમાં લીધો. રાજ કપૂર એ વખતે આગ બનાવી રહ્યા હતા જેમાં રામ ગાંગુલીનુ સંગીત હતું. પાછળથી જ્યારે રાજ કપૂરે બરસાત ફિલ્મ બનાવવા માંડી અને શંકર જયકિસનને સંગીત સોંપ્યું ત્યારે શંકરને પેલો બટકો યુવાન યાદ આવ્યો અને એને તેડાવ્યો. પછી તો આવારાનાં ગીતોમાં પણ એ યુવાને કાંડાની કરામત દેખાડી. એક બેવફા સે પ્યાર કિયા...અને ડ્રીમ સિક્વન્સના તેરે બિના આગ યે ચાંદની.. તથા એના ઉત્તરાર્ધ ઘર આયા મેરા પરદેશી... વખતે પણ એ યુવાને ઢોલકની ચાંટી અને બાયું બંને સાથે ગગડાવીને એવી કમાલ કરી કે એ ફિલ્મ સંગીતનો પહેલો રિધમ એરેંજર બન્યો. એણે લાલા ગંગાવણે સાથે અમે લાલા સત્તાર જેવા સાથે મળીને એટલાં બધાં તાલ વાદ્યો પર જમાવટ કરી કે રાજકપૂર જેવો પણ આફરિન પોકારી ગયો. પછી તો આ યુવાને એવી પરંપરા શરૃ કરી કે તમામ સંગીતકારો સાથે રિધમ એરેંજર પણ અનિવાર્ય ગણાતા થઇ ગયા.
ત્યારપછી તો વસંત દેસાઇ સાથે વસંત આચરેકર, એસ ડી અને આર ડી બર્મન સાથે મારુતિ રાવ, લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે શશિકાંત કુડાલકર, ક્લ્યાણજી આણંદજી સાથે બાબલા અને રાજેશ રોશન સાથે નિર્મલ જેવા રિધમ એરેંજર થઇ ગયા. આજે પણ મોટા ભાગના સંગીતકારો સાથે રિધમ એરેંજર હોય છે. બંગાળ સાઇડમાં માટીના કે લાકડાના પાઇપ સાથે એકતારા જેવો એક તાર જોડીને ચોંકા કે ચોંગા નામે એાળખાતું વાજિંત્ર જોવા મળે. મોટે ભાગે બાઉલ સાધુઓમાં અને લોકસંગીતમાં એ વાદ્ય ખૂબ લોકપ્રિય છે. તમે એસ ડી બર્મનનું ગાયેલું સુનો મેરે બંધુ રે.. ગીત યાદ કરો તો બૅકગ્રાઉન્ડમાં ચોંકાનો તાલ સાંભળવા મળે. રાજ કપૂરની સંગમ ફિલ્મના મેરે મન કી ગંગા ઔર તેરે મન કી જમુના કા બોલ રાધા બોલ સંગમ હોગા કે નહીં...ગીતમાં પણ ગોવાના પેડણે નામના ગામેથી મુંબઇમાં નસીબ અજમાવવા આવેલા આ યુવાને ચોંકાથી તાલ આપીને ગીતને વધુ આસ્વાદ્ય બનાવ્યું હતું. માત્ર તબલાં, ઢોલક કે ચોંકા પર જ એનો અપ્રતિમ કાબુ હતો એવું ન માનતા. ડફ વગાડવામાં એની બરાબરી કરે એવા કલાકારો ફિલ્મ સંગીતમાં બહુ ઓછા હતા. એટલેજ જિસ દેશ ંમેં ગંગા બહતી હૈ...માં રાજ કપૂરે આ ગોવાનીઝ યુવાનના ડફને આખીય ફિલ્મમાં ચમકાવ્યું હતું. જો કે રાજ કપૂરને ડફ પરના એના કસબનો પરિચય ૧૯૫૬માં ફિલ્મ પટરાનીના એેક ગીત વખતે મળ્યો હતો. ફિલ્મ પટરાનીમાં શંકર જયકિસનનું સંગીત હતું અને ન જાને તુમ કૌન મેરી આંખોં મેં સમા ગયે, સપનોેં કે મહેમાં બન કે મેરે દિલ મેં આ ગયે... ગીતમાં ફિલ્મમાં આ યુવાને ડફની કમાલ દેખાડી હતી. એ જોઇને રાજ કપૂરે ત્યારેજ નિર્ણય કરી લીધો હતો કે આ યુવાનના ડફનેા મારે કસ કાઢવો. એવી તક રાજ કપૂરે જિસ દેશ મેં ગંગા બહતી હૈ ફિલ્મ વખતે ઝડપી લીધી હતી. જો કે ચોંગા અને ડફનો ઉપયોગ ત્યારબાદ પણ આ યુવાને જોરદાર કર્યો હતો. રાજ કપૂરના પુત્ર રિશિ કપૂરની વિનંતિ સ્વીકારીને એણે ફિલ્મ સરગમ વખતે લક્ષ્મીકાંત પ્યારેલાલના રિધમ એરેંજરને ગાઇડ કર્યો હતો અને પિતા રાજ કપૂરે જે કમાલ જિસ દેશ મેં ગંગા બહતી હૈમાં દેખાડી હતી એવી કમાલ રિશિએ ફિલ્મ સરગમમાં ડફવગાડવાના અભિનયમાં દેખાડી હતી.
આટલું વાંચી લીધા પછી હવે તમારા પર છોડું છું. થોડી કલ્પના કરી લો કે આ વાત કોની છે. ન કલ્પી શકો તો આવતા શુક્રવાર સુધી વાટ જોવાની વિનંતિ છે. આ લેખક યાદદાસ્તના જોરે લખે છે અને જે ઝડપે મગજ વિચારે એ ઝડપે ક્યારેક લખી શકાય નહીં એટલે ઘણીવાર ઘર આયા મેરા પરદેશી (ફિલ્મ આવારા) અને આજા રે પરદેશી (મધુમતી)માં ભેળસેળ થઇ જાય છે. માટે થોડી ધીરજ રાખીને આવતા શુક્રવારે આ કલાધરનો પરિચય જરૃર માણજો. તબ તક કે લિયે આજ્ઞાા દીજિયે....

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 

 

 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved