Last Update : 28-November-2012, Wednesday

 

ભારતના તાજેતરના નિરાશાજનક દેખાવથી પણ ચાહકો નારાજ
વાનખેડેમાં ઈંગ્લેન્ડના વિજયથી ટેસ્ટ શ્રેણી ફરી જીવંત બની છે

પસંદગીકારોએ પરિપક્વતા દર્શાવતો નિર્ણય કર્યો છે

ગાંગુલીની કોલમ

 


વાનખેડેમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પરાજય બાદ ભારતીય ચાહકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. વિશ્લેષકની રીતે જોઇએ તો વાનખેડે ટેસ્ટ મેચ જબરજસ્ત હતી પણ આખરે ભારત હારતાં હોમક્રાઉડમાં નિરાશા જોવા મળી. જો કે ઈંગ્લેન્ડની જીતને કારણે શ્રેણી જીવંત રહી. ભૂતકાળમાં ઘણી વખત વિદેશી ટીમો અંહી આવે ત્યારે ભારતીય સ્પિન-રોલર નીચે કચડાઇ જતી હોય છે અને શ્રેણી એકદમ કંટાળાજનક બની જતી હોય છે. જો કે ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા જેવી ટીમોએ અંહીના અનુભવ અને પરિસ્થિતીમાં રમતમાં સીખી લીધું અને તેઓએ ભારતને તેના હોમગ્રાઉન્ડ પર હરાવ્યું પણ ખરું.
જો કે તેઓ શ્રેણી જીતી શક્યા નથી છતાં અત્યંત સ્પર્ધાત્મકતા અને ગૌરવ સાથે તેઓ પરત ફર્યા હતા.ચાહકોનો રોષ અને નારાજગી એટલા માટે છે કે ભારત ઈંગ્લન્ડ અને ઓસ્ટ્રેલિયામાં આઠમાંથી એક પણ ટેસ્ટ જીતી શક્યું નહતુ. ભારત ઓસ્ટ્રેલિયામાં ત્રિકોણીય જંગની ફાઇનલમાં ક્વોલિફાય થઇ શક્યું નહતુ તેમજ એસિયા કપ અને ટી-૨૦ વર્લ્ડ કપમાં પણ ભારતનો દેખાવ કંગાળ રહ્યો હતો. જેના કારણે નારાજગી અને પરિવર્તનનો સુર બુલંદ થઇ રહ્યો છે જે સમજી શકાય તેમ છે.
ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ટેસ્ટના પ્રારંભ કરતાં ઘણી વહેલી ભારત આવી ગઇ હતી. મોટેરામાં પ્રથમ ઇનિંગ બાદ તેમનું બેટિંગ યુનિટ વધુ આત્મવિશ્વાસભર્યું દેખાતું હતુ. તેઓ ભૂતકાળમાં ભારતમાં સારૃ રમી ચુક્યા છે તેમણે ૨૦૦૬માં ત્રણ ટેસ્ટની શ્રેણી ૧-૧થી ડ્રો કરી હતી. તેઓ ૨૦૦૯ની ચેન્નઇ ટેસ્ટમાં સેહવાગ અને સચિનની શાનદાર બેટિંગને કારણે જીતવાની બાજી હારી ગયા હતા. આ કારણે તેમના દેખાવથી મને આશ્ચર્ય થયું નથી.
મુંબઇમાં ઈંગ્લેન્ડે ભારતને સાવ એક તરફ રાખી દેતા જીત મેળવી હતી પણ મને નથી લાગતું કે હાલમાં કોઇ ઉતાવળિયો નિર્ણય લેવો જોઇએ. પસંદગીકારોએ ત્રીજી ટેસ્ટ માટે ટીમમાં કોઇ પરિવર્તન ના કરીને પરિપક્વતા દર્શાવી છે. તેમણે ટીમને સંદેશો મોકલ્યો છે કે તમે ટીમનેઆ પરિસ્થિતીમાં પહોંચાડી છે અને હવે તમારે જ તેને બહાર કાઢવાની છે. મુંબઇમાં ઈંગ્લેન્ડની જીતનો શ્રેય કૂક અને પીટરસનને પણ આપવો પડે. તેઓએ જે પ્રકારની બેટિંગ કરી તે કાબિલે તારીફ હતી. કૂક જો ફિટનેસ જાળવી શકે તો તે મોટા કિર્તિમાન સ્થાપિત કરી શકે તેમ છે. શ્રેણી હવે રોમાંચક બની છે અને મારે બધાને એક ચેતવણી આપવી છે કે ભારતની ક્ષમતાને ઓછી આંકવી એ ગંભીર ભૂલ છે. (૩૬૦ કોર્પોરેટ રિલેશન્સ)

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved