Last Update : 28-November-2012, Wednesday

 
 

ફ્લોપ રહેલા સ્ટાર ખેલાડીઓને કોલકાતામાં દેખાવ સુધારવાનું અલ્ટીમેટમ
ધોનીની જીદ સામે પસંદગીકારો ઝુક્યા ભારતીય ટીમમાં કોઇ ફેરફાર નહીં

ટીમમાં લેગ સ્પિનરને સમાવવાનો પસંદગીકારોનો આગ્રહ ધોનીએ ઠુકરાવ્યો
અગાઉ બે ટેસ્ટ અને બે ટી-૨૦ની ટીમ જાહેર થવાની હતી ઃ ઇજાગ્રસ્ત યાદવના સ્થાને ડિન્ડા

મુંબઇ,તા.૨૭
ઈંગ્લેન્ડ સામેની બીજી મુંબઇ ટેસ્ટમાં ભારતના શરમજનક પરાજય છતાં કેપ્ટન ધોનીએ તેના 'અંડર પર્ફોમર' ખેલાડીઓમાં વિશ્વાસ જાળવી રાખતાં પસંદગીકારો સમક્ષ કોલકાતામાં રમાનારી ત્રીજી ટેસ્ટ માટેની ટીમમાં કોઇ પરિવર્તન ના કરવાની જીદ કરી હતી. સંદિપ પાટીલની આગવાનીવાળી પસંદગી સમિતિએ પણ ધોનીની જીદ આગળ ઝુકતાં કંગાળ દેખાવ કરનારા ખેલાડીઓને 'લાસ્ટ ચાન્સ'ની ચેતવણી સાથે ૫મી ડિસેમ્બરથી ઇડન ગાર્ડનમાં રમાનારી ટેસ્ટ માટેની ટીમમાં જાળવી રાખ્યા હતા. જો કે ધોનીની જીદ બાદ પસંદગીકારોએ અગાઉના એજન્ડા મુજબ આખરી બે ટેસ્ટ અને બે ટી-૨૦ની ટીમ પસંદ કરવાનો વિચાર પડતો મુકતાં માત્ર ત્રીજી ટેસ્ટ માટે જ ટીમ જાહેર કરી હતી.
વાનખેડે સ્ટેડિયમમાં સ્પિન ટ્રેક પર ભારતની ઈંગ્લેન્ડ સામે નાલેશીભરી શરણાગતિ બાદના પરાજયને કારણે ટીમમાં મોટાપાયે પરિવર્તનની માંગ ઉઠવા પામી હતી. સંદિપ પાટીલની આગેવાનીવાળી નવી પસંદગી સમિતિ પણ ટીમમાં પરિવર્તન કરવાના મુડમાં હતી પણ ધોનીએ જીદ કરીને મુંબઇમાં હારનારી ટીમને જ કોલકાતામાં રમાનારી ટેસ્ટ માટે ચાલુ રાખવા દબાણ કર્યું હતુ.
ધોનીને આ મુદ્દે કોચ ડંકન ફ્લેચર અને બોલિંગ કોચ જો ડાવેસે ટેકો આપ્યો હતો. પસંદગીકારો ઇચ્છતા હતા કે, ભારતે ત્રીજી ટેસ્ટ માટેની ટીમમાં એક લેગ સ્પિનરને સામેલ કરવો જોઇએ પણ તેમના આ પ્રસ્તાવને પણ ભારતીય કેપ્ટને ઠુકરાવી દીધો હતો.
મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે, કેપ્ટન ધોનીએ ભારપૂર્વક જણાવ્યું હતુ કે, અમારી ટીમ ઈંગ્લેન્ડને બતાવી દેવા માંગે છે કે તેઓમાં જીતવાની ક્ષમતા છે. ખેલાડીઓને કોલકાતામાં એક તક આપો અને જો તેમાં ભારતનો દેખાવ સારો ના રહે તો પસંદગીકારોને પોતાની રીત ફેરફાર કરી શકે છે તેવી દલીલ ધોનીએ કરી હતી. ધોનીની આ પ્રકારની ખાતરી અને તૈયારીને જોતા પસંદગીકારોએ આખરે પોતાનો વિચાર થોડો સમય માટે પડતો મુક્યો હતો અને ધોની અને તેની ટીમને આખરી તક આપવાનું નક્કી કર્યું હતુ.
મુંબઇમાં સ્પિનરોને મદદગાર પીચ પર ભારતની સ્પિન ત્રિપુટી અશ્વિન, ઓઝા અને હરભજન ખાસ કમાલ કરી શક્યા નહતા. જ્યારે પાનેસર અને સ્વોને પીચનો અને પરિસ્થિતીનો ફાયદો ઉઠાવતા ભારતની હાર નિશ્ચિત કરી હતી. આ મેચ પછી ભારતીય ટીમમાં લેગ સ્પિનરને સમાવવામાં આવશે તેવી અટકળો શરૃ થઇ હતી અને અમિત મિશ્રાનું નામ પણ ચર્ચાતુ હતુ. જોકે ધોનીએ તેના ત્રણેય સ્પિનરોને વધુ તક આપવાનું પસંદ કર્યું હતુ. છેલ્લા કેટલાક સમયથી કંગાળ ફોર્મના શિકાર બનેલા તેંડુલકરને પણ ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે. તેંડુલકર છેલ્લા બે વર્ષથી કોઇ કમાલ દેખાડી શક્યો નથી. તેમાંય છેલ્લી ૧૦ ટેસ્ટ ઇનિંગમાં તો તેના માત્ર ૧૫૩ જ રન છે અને તેની સરેરાશ ૧૫.૩ની છે, જે ભારતના ટોપ ઓર્ડરના બેટસમેન માટે શરમજનક છે.
પસંદગીકારોએ ઇજાગ્રસ્ત ઉમેશ યાદવને સ્થાને અશોક ડિન્ડાને ટીમમાં સમાવ્યો છે. અગાઉ અમદાવાદમાં રમાયેલી ટેસ્ટમાં પણ ડિન્ડાને કવરઅપ માટે બોલાવાયો હતો. જો કે ત્યાર બાદ તેને રિલિઝ કરવામાં આવ્યો હતો.
ભારતીય પસંદગીકારોની આજની બેઠક હવે પછી કોલકાતામાં રમાનારી ત્રીજી અને નાગપુરમાં રમાનારી ચોથી ટેસ્ટ તેમજ બે ટ્વેન્ટી-૨૦ માટે ટીમની પસંદગી કરવા માટે યોજાઇ હતી.
જો કે બેઠકમાં જે પ્રકારે ધોનીએ ટીમમાં કોઇ પરિવર્તન ના કરવાની જીદ કરતાં દલીલો કરી. તેને કોચે પણ સમર્થન આપતાં પસંદગીકારોએ માત્ર કોલકાતા ટેસ્ટ માટે જ ટીમ પસંદ કરી હતી અને બાકીની મેચો માટેની ટીમ ત્યાર બાદ જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

કોલકાતા ટેસ્ટ માટેની ભારતીય ટીમ
ધોની (કેપ્ટન), સેહવાગ, ગંભીર, તેંડુલકર, પૂજારા, કોહલી, યુવરાજ, ઝહીર, ઇશાંત, ઓઝા, અશ્વિન, હરભજન, એમ.વિજય, ડિન્ડા, રહાને.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved