Last Update : 28-November-2012, Wednesday

 

મૂડીઝે ભારતનું રેટિંગ આઉટલુક સ્ટેબલ જાળવતાં
સેન્સેક્સમાં ૩૦૫ પોઈન્ટનો ઊછાળો ઃ ડૉલર સામે રૃપિયો સંગીન

FDI મુદ્દે વડાપ્રધાનના આત્મવિશ્વાસે બજારને ટેકો આપ્યો ઃ રૃપિયો ૨૮ પૈસા સુધર્યો

અમદાવાદ, તા.૨૭
આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનું રેટિંગ આઉટલૂક 'સ્ટેબલ' જાળવતા તેમજ એફડીઆઇ મુદ્દે સરકારને સમાજવાદી અને બહુજન પક્ષનું સમર્થન મળતા તેમજ વૈશ્વિક સ્તરની સાનુકૂળ અહેવાલો પાછળ મુંબઇ શેરબજાર ખાસે એફઆઇઆઇની આગેવાની હેટળ નીકળેલી નવી લેવાલીએ સેન્સેક્સમાં ૩૦૫ પોઇન્ટનો ઊછાળો નોંધાતા તે બે માસની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તો બીજી તરફ હૂંડિયામણ બજારમાં ડૉલર સામે રૃપિયામાં ૨૮ પૈસાનો સંગીન સુધારો નોંધાયો હતો.
વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા આજે ભારતના સોવેરીન રેટિંગ પરના આઉટલૂકને સ્થિર- સ્ટેબલ જાળવી રાખ્યું હતું. જોકે સાથોસાથ તેણે એમ પણ જણાવ્યું હતું કે અર્થતંત્ર માટે ઊંચી નાણાંકીય ખાધ અને સતત ફુગાવાજન્ય દબાણ પડકારજનક છે. બીજી તરફ, ગ્રીસને ડેટમાં રાહત આપતું પેકેજ અપાયાના અહેવાલો પાછલ વૈશ્વિક બજારોમાં પણ તેજીતરફી વલણ રહ્યું હતું. આ બે અહેવાલોની ભારતીય શેરબજાર પર સાનુકૂળ અસર થઇ હતી.
ઘરઆંગણે મલ્ટી બ્રાન્ડ રિટેલ ક્ષેત્રે એફડીઆઇ મંજૂરીના વિરોધ મુદ્દે સંસદની કાર્યવાહી ખોરવાઇ જવા છતાં સમાજવાદી પક્ષ અને બહુજન પક્ષનો ટેકો મેળવવામાં સરકાર સફળ રહેતા વડાપ્રધાને આત્મવિશ્વાસ વ્યક્ત કરતા તેની પણ બજાર પર સાનુકૂળ અસર રહી હતી. આ ઉપરાંત આર્થિક સુધારાના મુદ્દે સરકારે આગળ વધવાનો નિર્ધાર પ્રદર્શિત કરતા બજારની તેજીની ચાલને વેગ સાંપડયો હતો.
ઉપરોક્ત અહેવાલો પાછળ મુંબઇ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ મજબૂત મથાળે થયા બાદ એફઆઇઆઇની આગેવાની હેઠળ નીકળેલ નવી લેવાલી પાછળ બજારમાં સુધારાની ચાલ અવિરતપણે આગળ વધતા સેન્સેક્સ ઈન્ટ્રા ડે વધીને ૧૮૮૬૩ પહોંચ્યા બાદ કામકાજના અંતે નજીવો પાછો પડી ૩૦૫.૦૭ પોઇન્ટ ઉછળીને ૧૮૮૪૨.૦૮ની બે માસની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે એનએસઇ નિફટી આંક પણ ૯૧.૫૫ પોઇન્ટ ઉછળી ૫૭૨૭.૪૫ની સપાટીએ મક્કમ રહ્યો હતો. એફઆઇઆઇએ આજે રૃા. ૧૦૮૩ કરોડની નવી લેવાલી હાથ ધરી હતી.
વિદેશી હૂંડિયામણ બજારમાં પણ આજે મૂડીઝ રેટિંગ એજન્સી દ્વારા ભારતનું રેટિંગ આઉટલુક સ્ટેબલ જાળવી રખાતા ડૉલર સામે રૃપિયામાં ઝડપી સુધારો નોંધાયો હતો.
ઉપરોક્ત અહેવાલો તેમજ એશિયન ટ્રેડમાં યુરો સામે ડૉલર તુટતા આજે ભારતીય રૃપિયામાં સુધારા તરફી વલણ રહ્યું હતું. કામકાજના પૂરા સત્ર દરમિયાન તે ૫૫.૭૭/૫૫.૪૪ની રેન્જમાં રહ્યા બાદ કામકાજના અંતે ૨૮ પૈસા સુધરી ૫૫.૪૫ની સપાટીએ મજબૂત રહ્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે કામકાજના છેલ્લા પાંચ સત્રમાં ડૉલર સામે રૃપિયો ૬૭ પૈસા એટલે કે ૧.૨૨ ટકા તૂટયો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved