Last Update : 28-November-2012, Wednesday

 

ડીએમકેએ ટેકો આપતાં એફડીઆઇની ચર્ચા-મતદાન માટે સરકાર તૈયાર

અમારી પાસે બહુમત ઃ વડાપ્રધાન ઃ સોમવાર સુધીમાં બધું થાળે પડી જશે ઃ સુશીલકુમાર શિંદે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૭
ડીએમકેએ એફડીઆઇ મુદ્દે સરકારને સમર્થન આપતા સરકારે આજે જણાવ્યું હતું કે તે રીટેલમાં એફડીઆઇ મુદ્દે સંસદમાં મતદાન માટે તૈયાર છે. સરકારનાં આ સંકેત પરથી ચાર દિવસથી સ્થગિત સંસદની કાર્યવાહી શરૃ થવાની આશા જાગી છે. યુપીએના નેતાઓ સાથે એક કલાક સુધી મંત્રણા કર્યા પછી વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું હતું કે અમે સંખ્યા અંગે વિશ્વાસ ધરાવીએ છીએ. આ અગાઉ ડીએમકેએ પણ સંસદમાં એફડીઆઇ મુદ્દે મતદાન થશે તો સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. ડીએમકે પ્રમુખ કરૃણાનિધિએ જણાવ્યું હતું કે ભાજપ જેવા કોમ્યુનલ પક્ષોને સત્તામાં આવતા રોકવા માટે યુપીએ સરકારને પડવા દેવામાં આવશે નહીં.
સંસદીય બાબતોના પ્રધાન કમલનાથે જણાવ્યું હતું કે લોકસભા અધ્યક્ષ અને સરકારનાં કોઇ પણ નિર્ણય અંગે યુપીએ સંપૂર્ણપણે એક છે. તમામ ઘટકદળોે સરકારની સાથે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સરકાર મતદાન માટે તેયાર છે? તો તેમણે જણાવ્યું હતું કે સરકાર કોઇ પણ નિયમ હેઠળ ચર્ચા કરવાની વિરુદ્ધમાં નથી. મે ગઇકાલે પણ જણાવ્યું હતું. હું આજે પણ જણાવું છું.
તેમણે જણાવ્યું હતું કે અધ્યક્ષ દ્વારા ચર્ચા માટે જે નિર્ણય લેવામાં આવે તે નિર્ણય સાથે યુપીએના મોટાભાગના ઘટકદળો સંમત છે. કમલનાથે જણાવ્યું હતું કે આજની યુપીએના ઘટક દળોની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું તેઓ લોકસભા અધ્યક્ષને મળીને ગઇકાલની સર્વ પક્ષીય બેઠક અને આજની યુપીએની બેઠકમાં હાજર રહેલા પક્ષોનાં વલણની માહિતી આપશે.
જો કે સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર એફડીઆઇ મુદ્દે મતદાન કરાવવાના પક્ષમાં નથી કારણકે સરકાર દ્વારા લેવામાં આવેલ એક્ઝિક્યૂટીવ નિર્ણય પર મતદાન કરાવવાથી ખોટો દષ્ટાંત જશે. જો કે સરકારે આ અંગેનો નિર્ણય લોકસભા અધ્યક્ષ પર છોડી દીધો છે.
ર૪૫ સભ્યો ધરાવતી રાજયસભામાં યુપીએ અને તેના ઘટકદળોના ૯૫ સભ્યો છે. મતદાન જીતવા માટે સરકારે બસપાના ૧૫ અને સપાના ૯ સભ્યોને પોતાની તરફેણમાં મત આપવા તૈયાર કરવા પડે તેમ છે .આમ થાય તો જ સરકાર આ મતદાનમાં વિજયી નિવડી શકે છે.
૫૪૫ સભ્યો ધરાવતી લોકસભામાં યુપીએને ૨૬૫ સાસંદોનું સમર્થન પ્રાપ્ત છે. જો સમાજવાદી પાર્ટીના ૨૨ અને બસપાનાં ૨૧ સાંસદોનું સમર્થન મળે તો આ સંખ્યા વધીને ૩૦૦ થઇ શકે છે. મતદાનમાં વિજય મેળવવા માટે સરકારને ૨૭૩ સભ્યોનું સમર્થન મળવુ જરૃરી છે.
ભાજપ પ્રવક્તા શાહનવાઝ હુસેને જણાવ્યું હતું કે અમે ફક્ત મતદાનની જોગવાઇ ધરાવતા નિયમ નં. ૧૮૪ હેઠળ જ ચર્ચા કરવા તૈયાર છીએ. દેશ જાણવા માંગે છે કે ક્યા પક્ષો એફડીઆઇનાં સમર્થનમાં છે અને ક્યાં પક્ષો વિરોધમાં છે. કેટલાક પક્ષો અગાઉ એફડીઆઇનો વિરોધ કરી રહ્યા હતા અને હવે સમર્થન આપી રહ્યા છે.
ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદેએ જણાવ્યું હતું કે સોમવાર સુધીમાં આ અંગે સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ થઇ જશે. નાણા પ્રધાન પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે સરકાર સંસદમાં જારી ગતિરોધ તોડવા માટે ગંભીર પ્રયત્નો કરી રહી છે. યુપીએની આજની બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, એ. કે. એન્ટની, પી. ચિદમ્બરમ, આરએલડીનાં અજિતસિંહ, ડીએમકેના ટી. એમ. બાલુ, એનસીપીના શરદ પવાર અને પ્રફુલ પટેલ, નેશનલ કોન્ફરન્સના ફારૃક અબ્દુલ્લા હાજર રહ્યા હતાં.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved