Last Update : 28-November-2012, Wednesday

 

ધનંજય બંગલોઝમાં મહિલાની હત્યામાં ઘુંટાતું રહસ્ય

-ભરબપોરે હત્યા કરી માત્ર 20,000ની લૂંટ!

 

- ડાઈનિંગ રૃમમાંથી ઢસડી જઈ બેડરૃમમાં અસંખ્ય ઘા ઝીંક્યા

અમદાવાદ, મંગળવાર
આનંદનગરના 'પોશ' ધનંજય બંગલોઝમાં વેપારી રાજીવ અગ્રવાલના પત્ની મધુબેનની હત્યા કરી માત્ર ૨૦,૦૦૦ની મત્તા લૂંટાયાની સત્તાવાર વિગતો જાહેર થઈ છે. આથી, પોલીસ માત્ર લૂંટના ઈરાદે જ નહીં અન્ય કારણથી હત્યા થવાની સંભાવના પણ ચકાસી રહી છે. પોલીસતપાસમાં એવા તથ્યો ખૂલ્યા છે કે, બપોરે સવા બેથી સવા ચાર વાગ્યાના સમયગાળામાં હત્યા થઈ હતી. હત્યા બાદ કિંમતી સામાન શોધવા પૂરતો સમય વ્યતિત કરાયાનું જણાતું નથી. લૂંટની થિયરી ઉભી કરવામાં આવી હોવાની શંકા વચ્ચે પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. હાલમાં તો મુખ્ય શકમંદ તરીકે ઉપસી આવેલી નોકરાણી મનીલા અને રોહીત નામના શખ્સને પકડી પાડવા ચાર ટીમો કાર્યરત કરાઈ છે.
સોમવારે બપોરે ૪-૧૫થી ૪-૩૦ના અરસામાં સમર્થ અને તેની કારના ડ્રાઈવર અશોકભાઈ ઘરે ગયા ત્યારે પાછળનો દરવાજો ખૂલ્લો હતો. માતાના બેડરૃમનું બારણું આડું કરેલું હતું. પણ, લોહીના ટીપાં જોતાં બેડરૃમનો દરવાજો ખોલીને જોતા મધુબેનનો લોહીલોહાણ હાલતમાં મળ્યાં હતાં. બહારથી અન્ય લોકોની મદદ લઈ ચાદરની ઝોળી બનાવીને હોસ્પિટલ લઈ જવાયેલા મધુબેનને મૃત જાહેર કરાયા તે પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને એવી વિગતો મળી છે કે, બપોરે સવા બે વાગ્યાના અરસામાં કોઈ કંકોત્રી આપવા આવ્યું હતું તે મધુબેને લીધી હતી. જ્યારે, પુત્ર સમર્થ સવાચાર વાગ્યાના અરસામાં ઘરે આવ્યો હતો. મતલબ, મધુબેનની હત્યા અને લૂંટની ઘટના બપોરે સવા બેથી સવા ચારના સમયગાળામાં બની હોવાની પોલીસની ધારણા મજબૂત બની છે. હત્યા-લૂંટનો ઘટનાક્રમ ૩૦થી ૪૫ મિનિટ ચાલ્યાનું અનુમાન લગાવાય છે.
લૂંટના ઈરાદે હત્યાની પોલીસની પ્રથમ મજબૂત શંકા છે. મધુબેન અને પતિ રાજીવભાઈ દિવાળીમાં હોંગકોંગથી ફરીને ૨૪મીએ પાછા ફર્યા હતા. વિદેશ જતા પહેલા દાગીના બેન્ક લોકરમાં મુકાયાની વાત નોકરાણી મનીલા જાણતી હતી. આથી જ, દસ દિવસ ઘરમાં એકાંત મળવા છતાં નોકરાણી મનીલાએ ચોરી કરવાની તક ઝડપી નહીં હોય. શક્ય છે કે, દાગીના પાછા લાવી દેવાયા હશે તેવી ગણતરીએ મનીલાનું આગોતરૃં આયોજન હોય તો તેના સાગરિત રોહીત કે અન્ય શખ્સને બોલાવીને લૂંટના ઈરાદે હત્યા કરી હોય. લૂંટનો જ ઈરાદો હોય તો હત્યા પછી માંડ એક-બે ખાના જ ફંફોસવામાં આવ્યા છે તે વાત પોલીસને ગળે ઉતરતી નથી. મધુબેને પહેરેલી ૨૦,૦૦૦ની વિંટી જ ચોરાયાની વિગતો જાહેર થઈ છે. બીજી તરફ, લાખોની મત્તા લૂંટાયાની લોકચર્ચાએ જોર પકડયું છે. મધુબેનને પહેલા ડાઈનીંગ રૃમ પાસે ગળામાં જીવલેણ ઘા ઝીંક્યા બાદ બેડરૃમમાં ઢસડી જઈ અનેક ઘા મરાયા હતા. અસંખ્ય ઘા ઝીંકવા પાછળ બદલાની ભાવના કે અન્ય ગંભીર બાબત ખૂલી ન પડે તેવો પ્રયાસ હોવાની શંકા પોલીસ સેવે છે. જો કે, મધુબેને પ્રતિકાર કર્યો હોય તેવા ઈજાના નિશાન તેમના હાથમાં મળી આવ્યાં છે.
મધુબેનને જે ખૂન્નસથી છરીના ૪૨ ઘા ઝીંકાયા છે તે જોતાં પોલીસ અન્ય થિયરી પણ તપાસી રહી છે. પોલીસને જાણવા મળ્યું છે કે, પતિ-પુત્રની વ્યાવસાયિક વ્યવસ્તતાથી એકલવાયું જીવન જીવતા મધુબેન જીદ્દી પ્રકૃતિ ધરાવતા હતા. આ સંજોગોમાં નોકરાણી મનીલાએ લગ્ન માટે પૈસા માગ્યા હોય કે અન્ય કારણસર હત્યાનો પ્લાન ઘડયા પછી લૂંટની થિયરી ઉભી કરી હોય. અથવા તો, કોઈ કારણસર મધુબેનને 'કાયમી ચૂપ' કરી દેવા હત્યાનો પ્લાન પાર પાડી લૂંટની થિયરી ઘડવામાં આવી હોય. મધુબેને લખેલી મનાતી એક ચિઠ્ઠી પોલીસને કચરાટોપલીમાંથી મળી છે. ધનંજય બંગલોમાં મધુબેનની હત્યા પાછળ અનેક સવાલો અને વિગતોની ચકાસણી પોલીસ કરી રહી છે. જો કે, નોકરાણી મનીલા અને તેનો રોહીત નામનો સાગરિત ન પકડાય ત્યાં સુધી મહત્વના પ્રશ્નોના જવાબ મળે તેમ નથી. ઝોન-૧ ડીસીપી નિરજ બડગૂજરે કહ્યું કે- વિવિધ દિશામાં તપાસ માટે ચાર ટીમો બનાવવામાં આવી છે. ઝારખંડના રાંચી અને યુ.પી.ના બરેલીમાં એક-એક ટીમ રવાના કરાઈ છે અને બે ટીમ અમદાવાદમાં કાર્યરત છે. અમુક શકમંદોની પૂછપરછ હાથ ધરાઈ છે.

આયોજનબધ્ધ હત્યાના આરોપી વાહનમાં નાસ્યા
* મધુબેન અગ્રવાલની હત્યા આયોજનબધ્ધ કૃત્ય હોવાની મજબૂત શંકા પોલીસ સેવે છે. એવું મનાય છે કે, ૧૨-૩૦ વાગ્યે સમર્થ ગયા પછી મનીલાએ તેના સાગરિતોને બોલાવ્યા હશે. બપોરે સવા બે વાગ્યા પછી ઘરમાં ઘૂસેલા સાગરિતો અને મનીલા હત્યા કર્યા બાદ સાથે લઈને આવેલા વાહનમાં નાસી છૂટયા હશે. વાહન હોય તો હત્યાની જાણ થઈ ત્યાં સુધીમાં આરોપીઓ ગુજરાતની સરહદ પાર કરી ગયા હોય તેવું પણ બને.

નોકરાણી મનીલા લેન્ડલાઈન ફોનથી જ વાતચિત કરતી
* શ્યામ વર્ણ અને એકવડા બાંધાની મનીલાની સક્રિયતા વિશેષ હતી. વાતચિતમાં જ ચબરાક જણાતી મનીલા મોબાઈલ ફોન રાખતી નહોતી. મંગેતર સુશીલ સાથે અને વતન વાત કરવા મનીલા લેન્ડલાઈન ફોનનો જ ઉપયોગ કરતી હતી. મનીલા ઝારખંડ વાત કરતી હોવાથી ફોન બીલ વધુ આવતાં અગ્રવાલ પરિવારે વાંધો પણ ઉઠાવ્યો હતો. મનીલાના સંપર્ક મંગેતર સુશીલ ઉપરાંત કોની સાથે હતા? તેની પોલીસ તપાસ કરે છે.

બેડમાં છૂપાવેલા છરાથી હૂમલો તમંચો હતો પણ બૂલેટ નહોતી
* મધુબેનની હત્યા આયોજનપૂર્વકની હતી. કારણ કે, મધુબેનના બેડરૃમના બેડમાં કોઈ જોઈ ન શકે તે રીતે તમંચો અને છરો અગાઉથી છૂપાવી રખાયા હતા. આ જ ધારદાર છરાથી મધુબેનને અસંખ્ય ઘા ઝીંકાયા હતા. જ્યારે, દિવાલ અને બેડ વચ્ચે છૂપાવેલો તમંચો મળ્યો પણ બૂલેટ એટલે કે કારતૂસ મળ્યાં નથી. છરો, છરી અને તમંચા ઉપરથી લોહીના નિશાન મળ્યાં છે. છરા ઉપરથી મધુબેનના વાળના ટૂકડા પણ મળ્યાં છે.

નોકરાણી મનીલાને બરેલીની એજન્સી દ્વારા નોકરીએ રાખી
* એક વર્ષથી કામ કરતી મનીલા અંગેની કોઈપણ વિગત કે ફોટોગ્રાફ અગ્રવાલ પરિવાર પાસે નથી. આકાશ ટાવરમાં રહેતા સંબંધીના પાડોશી મહીલાએ યુ.પી.ના બરેલીની જોબ પ્લેસમેન્ટ એજન્સી મારફતે નોકરાણી મગાવી હતી તેની સાથે જ અગ્રવાલ પરિવારે મનીલાને નોકરીએ રાખી હતી. હવે, પોલીસની ટીમ બરેલીની એજન્સીમાં તેમજ મનીલાના વતન ઝારખંડના રાંચીમાં તપાસાર્થે જશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved