Last Update : 28-November-2012, Wednesday

 

રીઢા ગુનેગારોની 'લાકડા ગેંગ'નું આધિપત્ય જમાવવા ઝનૂની કૃત્ય
'ડોન' બનવા છુરાબાજીનો આતંક મચાવનાર ફરારઃ તરૃણ પકડાયો

છ લોકોને છરો ભોંકનાર અરૃણ ચૌહાણ સામે અનેક ગુના
ધો.૫ના વિદ્યાર્થીને છરો માર્યા પછી 'ટાબરિયો' ગેંગમાં જોડાયો

અમદાવાદ, મંગળવાર
અમરાઇવાડીમાં છ નિર્દોષ રાહદારીઓ પર છુરાબાજી કરીને આતંક ફેલાવનારા બે લુખ્ખાઓને પોલીસે ઓળખી કાઢ્યાં છે. બાઇક ચાલક ૧૭ વર્ષનો વિશ્વભાન નામનો તરૃણ પકડાયો છે, જ્યારે છ લોકોને છરો ભોંકનાર રીઢો ગુનેગાર અરૃણ ચૌહાણ રફુચક્કર થઇ ગયો છે. પોલીસનું કહેવું છે કે પકડાયેલો તરૃણ અમરાઇવાડીમાં ચાલતી રીઢા ગુનેગારોની 'લાકડા ગેંગ'નો સાગરીત છે. અમરાઇવાડી અને આસપાસના વિસ્તારમાં લાકડા ગેંગનું આધિપત્ય જમાવવા અને લોકો પોતાને ડોન તરીકે ઓળખે માટે આતંક મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસે ઝડપી પાડેલા વિશ્વભાન નામના આરોપીએ આઠેક મહિના પહેલા ધોરણ ૫ના એક વિદ્યાર્થીને છરી મારી દીધી હતી, ત્યાર પછી તે આ ગેંગમાં જોઇડાયો હતો.
રવિવારની રાતે સી.ટી.એમ ચાર રસ્તાથી જોગેશ્વરી રોડ પરના એક કિલોમિટરના રોડ પર માત્ર ૨૦ મિનિટમાં બે બાઇકસવારોએ છ રાહદારીઓને સાથળના ભાગે છરાના ઘા ભોંક્યા હતા. જેમાં અંબાલાલ પટેલ નામના આધેડ શિક્ષકનું મોત નિપજ્યું હતુ. શહેરભરમાં ચકચાર મચાવનારી આ ઘટનાના આરોપીઓને પકડી પાડવા રામોલ પી.આઇ સી.એલ સોલંકી તથા ક્રાઇમબ્રાંચ પી.આઇ ભાવેશ રોજીયાએ ઓપરેશન હાથ ધર્યુ હતુ.
દરમિયાન સોમવારની રાતે પોલીસને બાતમી મળી હતી કે હુમલાખોરો અમરાઇવાડીમાં ચાલતી 'લાકડા ગેંગ'ના સાગરીતો છે. પોલીસે આ ગેંગના નજીકના સભ્યોની કડક પુછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે- આતંક ફેલાવવા પાછળ અમરાઇવાડીમાં રહેતા ૧૭ વર્ષના વિશ્વભાન તથા તેના મિત્ર અરૃણ દિવાકર ચૌહાણ (મરાઠી)નો હાથ છે. આરોપીઓને પકડવાનું ઓપરેશન હાથ ધરી પોલીસે રાતે ૩.૧૫ વાગ્યે વિશ્વભાનને અમરાઇવાડીના રબારી કોલોની પાસેથી પકડી પાડયો હતો. જ્યારે અરૃણને પોલીસ તેને પકડવા આવી રહી હોવાની ગંધ આવી જતા ઘરેથી નાસી છુટયો હતો.
ક્રાઇમબ્રાંચના સંયુક્ત પોલીસ કમિશનર એ.કે શર્માના જણાવ્યાં અનુસાર, પકડાયેલા વિશ્વભાનની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતુ કે તેને તથા તેના સાથી અરૃણને 'ડોન' બની ગેંગના સભ્યો વચ્ચે તથા સ્થાનિક લોકોમાં ખૌફ ઉભો કરવો હતો. જેથી બન્નેએ સાથે મળીને નિર્દોષ લોકોને છરો મારીને આતંક મચાવવાનું ષડયંત્ર ઘડયું હતુ.
પોલીસનું કહેવું છે કે અરૃણ મૂળ મુંબઇનો છે. તેનો પરિવાર મુંબઇમાં રહે છે. અરૃણ પ્રેમલગ્ન કરીને અમદાવાદ ભાગી આવ્યો હતો અને અમરાઇવાડીમાં લાકડા ગેંગના જ એક શખ્સના ઘરે રહેતો હતો. અરૃણને પકડી પાડવા તથા હુમલામાં વપરાયેલા બાઇક અને છરાને કબજે કરવા ક્રાઇમબ્રાંચની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

સ્વબચાવ માટે વિશ્વભાન લાકડા ગેંગમાં જાડોયો હતો
* સગીર આરોપી વિશ્વભાને પોલીસ સમક્ષ કબૂલ્યું હતુ કે તેણે જ્યારે પાંચમાં ધોરણના વિદ્યાર્થીને ચપ્પુ માર્યુ ત્યારે કોઇ ગેંગના સભ્યો તેની હત્યા કરશે તેવો તેને ડર હતો. જો તે કોઇ ગેંગમાં જોડાઇ જાય તો કોઇ પણ ગેંગ તેના પર હુમલો ન કરી શકે. માટે તે લાકડા ગેંગમાં જોડાઇ ગયો અને ગેંગના ગુંડાઓના હુકમને અનુસરવા લાગ્યો હતો.

એચ.કે કોલેજ મર્ડર કેસમાં પણ આ ગેંગના સભ્યનો હાથ
* થોડા સમય અગાઉ એચ.કે કોલેજ પાસે યુવકની હત્યા થઇ હતી. પોલીસ સુત્રોનું કહેવું છે કે- એ હત્યા કેસમાં પણ આ ગેંગના જ સભ્ય અરૃણ જયસ્વાલનો હાથ હતો. અરૃણ જયસ્વાલને હજુ સુધી પોલીસ પકડી શકી નથી.

રાતે જ ગેંગના સભ્યોને કારસ્તાન કહ્યાંને પકડાયા
* પોલીસ સૂત્રોનું કહેવું છે કે નિર્દોષ રાહદારીઓને છરા ભોંકનારા વિશ્વભાન અને અરૃણ હાટકેશ્વર પાસેની દેના બેંક નજીક લાકડા ગેંગના અન્ય સભ્યોને મળ્યા હતા. બન્નેએ પોતે કરેલા કારસ્તાનની ગુલબાંગો હાંકી હતી. હુમલાનીવાત રાતોરાત ગેંગના સભ્યોમાં પ્રસરી ગઇ હતી. જેથી ગેંગ સાથે સંકળાયેલા જ એક શખ્સ દ્વારા બાતમી પોલીસ સુધી પહોંચી ગઇ અને વિશ્વભાન પકડાઇ ગયો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved