Last Update : 28-November-2012, Wednesday

 

ડોલર સામે રિયાલ તૂટતા ઇરાનમાં કરન્સી સંકટથી ભારતીય નિકાસને ફટકો

ઇરાનની બેન્કો લેટર ઓફ ક્રેડિટ ખોલવામાં અક્કડ વલણ દાખવતી હોઇ નિકાસકારોને ફટકો

અમદાવાદ, મંગળવાર
અમેરિકાના નિયંત્રણોના પગલે હાલમાં ઇરાનમાં ચલણી નાણાંનું સંકટ ચાલી રહ્યું હોવાને કારણે ભારતીય નિકાસકારો હાલ મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. ઉદાહરણ તરીકે એપ્રિલથી સપ્ટેમ્બર-૨૦૧૨ સુધીમાં ભારતમાંથી એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસ ઇરાનમાં ૩૫ ટકા ઘટીને ૨૦૫.૭૯ મિલિયન ડોલર થઇ છે.
એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઇરાન ભયાનક આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. ઓગસ્ટથી અત્યાર સુધીમાં ડોલર સામે રિયાલનો ભાવ ૪૦ ટકા તૂટી ગયો છે. પરિણામે ઇરાનની બેન્કો લેટર ઓફ ક્રેડિટ ઇશ્યુ કરવામાં અક્કડ વલણ દાખવ છે. પરિણામે ઇરાન અને ભારતમાં આયાત નિકાસકારો વચ્ચે ચુકવણાની નવી વ્યવસ્થા ઊભી કરવાની જરૃર ઊભી થઇ છે.
ઇરાનમાં બેન્કો તેમના આયાતકારોને લેટર ઓફ ક્રેડિટ ઇશ્યુ કરવા માટે ૧૦૦ ટકા માર્જિન મનીની માગણી કરી છે. આના કારણે ભારતીય નિકાસકારોની ઓર્ડર બુક પર મોટા પાયે માઠી અસર થઇ છે.
અમેરિકાએ ન્યુક્લિયર એનર્જી અંગેની ઇરાનની મહત્ત્વાકાંક્ષી યોજનાના પગલે પ્રતિબંધો લાદ્યા બાદ ડિસેમ્બર-૨૦૧૦માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એશિયન ક્લિયરિંગ યુનિયન મિકેનિઝમ મારફતે ઇરાનને પેમેન્ટ રદ કરી નાંખ્યું હતું. જોકે ભારતની એનર્જીની મોટા પાયે માગ ઇરાન સંતોષે છે. ફેબુ્રઆરી-૨૦૧૨ આસપાસ બંને દેશો વચ્ચે બાર્ટર ડીલ કર્યું હતું. ચુકવણાની નવી વ્યવસ્થા હેઠળ ભારત ઇરાનમાંથી જે આયાત કરે તેના ૫૫ ટકા ટર્કીની તુર્કીએ હક બંકાસીઆ મારફતે યુરોમાં ચુકવવાના અને બાકીની ૪૫ ટકા રકમ ક્રુડના એકાઉન્ટના ચુકવણાના ભાગરૃપે યુકોબેન્ક મારફતે ચુકવવાની હોય છે. આના કારણે ભારતીય નિકાસકારોને પેમેન્ટની સાયકલમાં કોઇ તકલીફ પડતી ન હતી અને ઇરાનના નિકાસકારો વતી એલસી પણ સરળતાથી ખૂલતી હતી.
હવે ઇરાનની બેન્ક આવશ્યક ન હોય તેવી કોમોડિટીની આયાત માટે એલસી ખોલવાની ના પાડી દે છે. ઇરાન ચલણી નાણાંના સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. આના કારણે એલસી ખોલવામાં તબીબી અને ફાર્મા પ્રોડક્ટને અગ્રતા આપવામાં આવી રહી છે. પરંતુ બીજા સેક્ટરના નિકાસકારોને એલસી ખોલાવતા આંકે પાણી આવી જાય છે. અત્યારે ચલણી સંકટના કારણે ઇરાનમાંથી નિકાસ માટ ખરીદારો મળતા નથી. બેન્કો લેટર ઓફ ક્રેડિટ (એલસી) ખોલાવવામાં કંજૂસી કરી રહી છે. ભારતે ઇરાન પાસેથી ૧૧ અબજ ડોલરનું ઓઇલ ખરીદ્યું છે. સાઉદી પછી ક્રુડ સપ્લાયરમાં બીજું સ્થાન ઇરાનનું આવે છે. તેમ છતાં નિકાસમાં હિસ્સો માત્ર ૨.૭ અબજ ડોલરનો જ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved