Last Update : 28-November-2012, Wednesday

 

દિલ્હી બજારમાં સોનામાં રૃ.૩૨૯૭૫નો નવો રેકોર્ડ થયો
મુંબઈ તથા અમદાવાદ ઝવેરી બજારમાં સોનામાં તેજી અટકી ટોચ પરથી પ્રત્યાધાતી ઘટાડો

મુંબઈમાં ચાંદી તૂટી રૃ.૬૪ હજારની અંદર જતી રહી ઃ વિશ્વ બજારમાં ૧૭૫૦ ડોલરની સપાટી તોડતું સોનું ઃ ડોલરમાં પણ પીછેહઠ

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,મંગળવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓના ભાવો વધતા અટકી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૧૪૦થી ૧૪૫ ઘટયા હતા જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૨૨૦ ઘટયા હતા, વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના આજે ૧૭૫૧.૫૦ થી ૧૭૫૨ ડોલરવાળા ઘટી ૧૭૪૫.૫૦ થઈ સાંજે ૧૭૪૭.૩૦ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૩૨૫૦૦ વાળા રૃ.૩૨૫૩૦ ખુલ્યા પછી તૂટી રૃ.૩૨૩૫૫ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૨૬૪૦ વાળા રૃ.૩૨૬૬૫ ખુલી રૃ.૩૨૫૦૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૪૩૫૦ વાળા આજે રૃ.૬૪૨૨૦ ખુલી રૃ.૬૪૧૩૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો વધુ ઘટી રૃ.૬૩૯૦૦ તથા કેશમાં રૃ.૬૨૯૦૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવો ૩૪.૧૮થી ૩૪.૧૯ ડોલર વાળા ઘટી ૩૩.૯૬ થઈ સાંજે ૩૪.૧૦થી ૩૪.૧૧ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર ઉંચેથી ઘટતાં ઘરઆંગણે પણ આજે બન્ને કિંમતી ધાતુઓમાં ઉંચા મથાળે નવી માંગ રુંધાતા માનસ નફારૃપી વેંચવાનું રહ્યું હતું. રૃપિયા સામે ડોલરના ભાવો પણ આજે નીચા આવતાં તેના કારણે પણ કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઘટી છે અને તેના પગલે હાજર બજાર દબાણ હેઠળ રહી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. મુંબઈમાં આજે ડોલરના ભાવો રૃ.૫૫.૭૪ વાળા ઉંચામાં રૃ.૫૫.૭૮ થયા પછી તૂટી રૃ.૫૫.૪૨ થઈ છેલ્લે રૃ.૫૫.૪૬ રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો ઉંચામાં રૃ.૩૨૯૭૫ બોલાતાં ત્યાં નવો રેકોર્ડ થયો હતો પરંતુ ત્યાર પછી ત્યાં સાંજે ભાવો ઉંચેથી નરમ બોલાઈ રહ્યા હતા. અમદાવાદમાં આજે સોનાના ભાવો ટોચ પરથી રૃ.૧૦૦ ઘટી રૃ.૩૨૮૫૦ રહ્યા હતા જયારે દિલ્હીમાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૨૦૦ ઘટી રૃ.૬૩૦૦૦ રહ્યા હતા. જયારે ત્યાં સોનાના ભાવો આજે વધુ રૃ.૨૫ વધી ૯૯.૫૦ના રૃ.૩૨૭૭૫ તથા ૯૯.૯૦ના રૃ.૩૨૯૭૫ રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved