Last Update : 28-November-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૮-૧૧-૨૦૧૨, બુધવાર
કારતક સુદ પૂનમ - દેવદિવાળી - વ્રતની પૂનમ
શીખ ગુરૃ નાનક જયંતી / જૈન આચાર્ય હેમચંદ્રાચાર્ય જયંતી
ડાકોરમાં રણછોડરાયજીનો ઉત્સવ - બોચાસણમાં સમૈયો

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત ૧૭ ક. ૫૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૫૯ મિ., સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૫૫ મિ., સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૫૨ મિ., (સૂ) ૭ ક. ૪૭ મિ., (મું) ૭ ક. ૪૩ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ કૃતિક બપોરના ૨ ક. ૪૨ મિ. સુધી પછી રોહિણી
ગોચર ગ્રહ ઃ સૂર્ય-વૃશ્ચિક, મંગળ-ધન, બુધ-તુલા, ગુરુ-વૃષભ
શુક્ર-તુલા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન ચંદ્ર-વૃષભ
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૯
દક્ષિણાયન ઋતુમા રા.દિ. ૪૧/૭
માસ-તિથિ-વાર ઃ કારતક સુદ પૂનમને બુધવાર (દેવદિવાળી)
- આજે દેવદિવાળી છે. વ્રતની પૂનમ, ત્રીપુરારી પૂનમ.
- ભીષ્મપંચક વ્રત સમાપ્ત, સિદ્ધિયોગ બપોરના ૨ ક. ૪૨ મિ. સુધી.
- તુલસી વિવાહ સમાપ્ત. કાર્તિક સ્નાન સમાપ્ત. પુષ્કર મેળો.
- શીખ ગુરુ નાનક જયંતી. જૈન આચાર્ય હેમચંદ્રાચાર્ય જયંતી.
- રાયગઢ (S.K.) યજ્ઞાનારાયણ ભગવાન ધ્વજારોહણ.
- આજે છાયા ચંદ્રગ્રહણ, ભારતમાં દેખાશે નહીં.
- જૈન સિદ્ધાચલજીની યાત્રા.
- ચાર્તુમાસ નિયમની સમાપ્તિ. ગોપ માસારંભ
- ડાકોરમાં રણછોડરાયજીનો ઉત્સવ.
- ચાર સ્વરૃપનો ઉત્સવ.
- બોચાસણમાં સમૈયો. ભક્તિમાતાનો જન્મદિન.
- શામળાજી (S.K.) શામળીયા ભગવાનનો કાર્તિકી મેળો.
મુસલમાની હિજરીસન ૧૪૩૪ મોહરમ, માસનો ૧૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ તીર, માસનો ૧૩ રોજ તીર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ દેવદિવાળીના પર્વે ધર્મકાર્યથી આનંદ રહે. ઘર, પરિવાર, પુત્રપૌત્રાદિકના, કંુટુંબના તેમજ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે.

 

વૃષભ ઃ દેવદિવાળીના પર્વે માનસિક પરિતાપ રહે. પરંતુ નોકરી-ધંધાના, પુત્રપૌત્રાદિકના કામમાં ધ્યાન આપવું પડે. સહકાર આપવો પડે.

 

મિથુન ઃ આજે આંખમાં દર્દપીડાથી સંભાળવું. બેંકના કામકાજમાં જાગૃતિ રાખવી. રસ્તામાં આવતા જતા વાતોમાં બેધ્યાન થઈ જવું નહીં. ખર્ચ થાય.

 

કર્ક ઃ વાણીમાં મીઠાસને વ્યવહારમાં નમ્રતા નોકરી-ધંધાના કામમાં રાખવી. પુત્રપૌત્રાદિકને બિમારીથી દાઝયાથી સંભાળવું.

 

સિંહ ઃ દેવદિવાળીએ ધર્મકાર્ય થાય. નિકટના સગા સ્નેહી, મિત્રવર્ગને મળવાનું થાય. નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા રહે.

 

કન્યા ઃ યાત્રા પ્રવાસમાં પૈસા, પાકીટ, મોબાઈલ, લેપટોપનું ધ્યાન રાખવું. નોકરી ધંધાનું કામ થાય. કૌટુંબિક ચિંતા રહે. ધર્મકાર્ય થાય.

 

તુલા ઃ દેવદિવાળીએ આડે તન, મન, ધનથી, વાહનથી સંભાળવું. શારીરિક, માનસિક, શ્રમ-થાક. નોકરી ધંધાના કે ધાર્મિક કામમાં અનુભવો.

 

વૃશ્ચિક ઃ પોતાની ગણત્રી ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. શરીરનું સમતુલન ન જળવાતા તકલીફ થાય. નોકરી ધંધાના સંબંધ વ્યવહારમાં ચિંતા રહે.

 

ધન ઃ ઉતાવળ, ગુસ્સો, વિવાદ કર્યા વગર દેવ દિવાળીએ પોતાના રોજીંદા કામમાં, ધર્મકાર્યમાં ધ્યાન આપવું.

 

મકર ઃ દેવદિવાળીએ ધર્મકાર્યથી આનંદ રહે. હૃદય, મનની પ્રસન્નતા રહે. નોકરી ધંધામાં, પુત્રપૌત્રાદિકનું કામ ઉકેલાય ખર્ચ થાય.

 

કુંભ ઃ સગા સંબંધી, મિત્રવર્ગથી, ભાગીદારથી, ચિંતા, ઉચાટ, વિવાદ, ગેરસમજ, મનદુઃખ થાય. નોકરી ધંધાની જવાબદારી કામગીરીમાં જાગૃતિ રાખવી.

 

મીન ઃ પરિવારના, કુટુંબના પ્રશ્ને, નોકરી ધંધાના પ્રશ્ને ચર્ચા વિચારણા થાય. દેવદિવાળીએ ધર્મકાર્યથી આનંદ રહે. બહાર જવાનું થાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૮-૧૧-૨૦૧૨, બુધવાર

 

દેવદિવાળી તા. ૨૮ નવેમ્બરે અપના જન્મવર્ષની શરૃઆત હૃદય-મનની પ્રસન્નતા, આનંદથી શરૃ થાય. જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ તમારા કાર્યની સફળતા-પ્રગતિ વધતા જાય. પુત્રપૌત્રાદિક, પત્ની, પરિવારથી સાનુકૂળતા, આનંદ રહે.

 

વિશેષમાં -

* નોકરીમાં સારી તક પ્રાપ્ત થાય. યશ, પદ, ધનમાં વધારો થાય. માન સન્માન પ્રાપ્ત કરી શકો. જેમને નોકરી ન હોય, નોકરી છુટી ગઈ હોય તેમને નોકરી મળવાથી નિરાશા, હતાશા દૂર થાય.

* ધંધામાં ધીમે ધીમે પ્રગતિ, સફળતા શરૃ થાય. નવા ધંધા અંગેની, ફેરફારી અંગેની કાર્યવાહી થાય. સારી તક પ્રાપ્ત થાય. આવકમાં વધારો થાય.

* સ્ત્રી વર્ગને પતિ-સંતાનની સુખની પ્રાપ્તિ થાય. અવિવાહિતને વિવાહ લગ્નનું નક્કી થાય. નોકરી ધંધાની, આવકની તક પ્રાપ્ત થાય.

* વિદ્યાર્થી વર્ગને ભણવામાં વર્ષ સાનુકૂળ રહે. અન્યનો સહકાર મળી રહે.

 

સુપ્રભાતમ્

- દાનવીર, ક્ષમાશીલ અને ગુણોનો મરમી સ્વામી મળવો મહા મહેનતે મળે છે, તેમ પવિત્ર, કાર્યકુશળ અને પ્રેમભાવ રાખનાર સેવક પણ દુર્લભ છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

શેઠ છગને પોતાને ત્યાં વર્ષોથી નોકરી કરતા મુનીમ લલ્લુને દિવાળી ઉપર બોલાવીને કહ્યું, ''લલ્લુ, આપણે ત્યાં નોકરી કરતા તને ત્રીસ વર્ષ થઈ ગયા ?''
''હા, જી, શેઠ સાહેબ!'' લલ્લુ બોલ્યો.
''તો તારી નિષ્ઠા અને પ્રમાણિકતાથી અમે ખૂબ ખુશ છીએ,'' છગન શેઠે કહ્યું, ''તને પણ હું ખુશ કરવા માંગું છું.''
લલ્લુ તો હરખભર્યો થઈ ગયો. એને થયું કે શેઠ આ દિવાળી ઉપર જ પગાર વધારો કરી આપવાના મૂડમાં હોય એવું લાગે છે.
થોડીવારે છગન શેઠે કહ્યું, ''મેં નક્કી કર્યું છે કે તારી આવી વફાદારીના કારણે હવેથી તને હું લલ્લુ કહીને નહીં બોલાવું પણ લલ્લુભાઈ કહીને બોલાવીશ... બોલ ખુશને ?''

[Top]
 

આજ ની રેસીપી

મીઠી-નમકીન વરાયટી

બ્રાઉન રાઈસ

 

સામગ્રી ઃ એક કપ બાસમતી ચોખા, બે ચમચા ચોખ્ખુ ઘી, ૨૦-૨૫ બદામના દાણા, બે ચમચા સોયા સોસ, એક ચમચી મીઠું, બે એલચા અને પાંચ-છ લવંિગ.

 

સજાવવા માટે ઃ બદામના દાણાને પાણીમાં પલાળી રાખો. કડાઈમાં ચોખ્ખુ ઘી ગરમ મૂકો. હવે એમાં એલચા, મીઠું, લવંિગ વગેરે નાખી ઉપર ચોખા પણ નાખો. થોડી વાર શેકીને હવે એમાં સોસ નાખો. બરાબર મિક્સ કરીને બે વાટકી પાણી નાખી તેજ આંચ કરીને ઢાંકી રાખો. એક ઊભરો આવે એટલે આંચ ધીમી કરી દો અને બીજી ૧૦ મિનિટ પછી ગેસ તદ્દન બંધ કરી દો. બદામના દાણાથી સજાવીને ગરમ ગરમ પીરસો.

[Top]
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved