Last Update : 27-November-2012, Tuesday

 

હમો રાજાને શેનું ટેન્શન છે?

- મન્નુ શેખચલ્લી


હમો રાજા સમજે છે કે 'હમો' જ રાજા છીએ. નમો દરબારી સમજે છે કે આપણે 'નમો નમો' જ કરવાનું છે. અને બંને માને છે કે મારા-તમારા જેવા સાડા છ કરોડ ગુજરાતીઓ તો માત્ર 'તમો પ્રજા' છે...
* * *
(નમો રાજા આવીને બૂમ પાડે છે)
''અલ્યા નમો દરબારી? એ.. નમો દરબારી!''
(નમો દરબારી આવીને)
''જી રાજાજી!''
''હમો શુ બોલ્યા?''
''તમે બોલ્યા કે નમો દરબારી''
''તો નમો?''
(દરબારી નમે છે પણ હમો રાજા આજે ખાસ ખુશીમાં નથી.)
''કેમ રાજાજી? આજે કંઇ ટેન્શનમાં છો?''
''ટેન્શન? હમોને શેનુ ટેન્શન! હમો વિજયી થવાના જ છીએ!! નિશ્ચિત છે!''
''રાજાજી, તમારા વિજય વિશે ક્યાં શંકા છે? આ તો તમારું લશ્કર ક્યાં લડે છે... એનો લોચો છે ને!''
''હમો લશ્કરને પણ કાબૂમાં રાખીને બેઠા છીએ..''
''એમ? પણ મને તો બળવાની ગંધ આવે છે...''
''બળવો?? શેનો બળવો? કેવો બળવો? ક્યાં છે બળવો? કોણે કર્યો બળવો? કોની હિંમત છે બળવો કરવાની?''
''છ સવાલ થયા''
''હેં?''
''એક જ શબ્દના છ-છ સવાલ થયા! પણ જવાબ એક જ છે કે મને તો કંઇક 'કાગળિયાં' બળવાની વાસ આવે છે!''
''હેં!''
''હા... આ દેવદિવાળીના ફટાકડા ફૂટયાને! એના કાગળિયાં બળવાની વાસ હતી! હેંહેંહેંહેં..''
''આજકાલ બહુ દોઢ-ડાહ્યો થતો જાય છે.''
''હેંહેંહેંહેં... ઉમેદવારોની યાદી જોઇને મારી યે હિંમત ખૂલી છે!''
''એટલે?''
''કંઇ નહિ, કંઇ નહિ, તમે ૨૦૧૪માં દિલ્હીના રાજા બનો ત્યારે અહીં જુના અને જાણીતા ખંડીયા રાજાઓ જોઇશે ને?''
''હં.. હવે સમજ્યો! બહુ પરિવર્તન ના કરાય.''
''ખરી વાત છે રાજાજી! 'પરિવર્તન'થી તો ડરવું જ પડે! જોયું? તમે ય ડર્યાને?''
''શું બોલ્યોઓઓઓ?''
''કંઇ નહિ, કંઇ નહિ, જુઓ! મારામાં જરાય પરિવર્તન થયું છે?'' (નમો દરબારી ઝુકે છે, નમે છે, વારંવાર નમે છે!)
(હમો રાજા ખુશ થતાં થતાં બોલે છે...)
''નમો દરબારી! નમો ! નમો!...''
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved