Last Update : 27-November-2012, Tuesday

 

સંપ-શિસ્તને રામ રામ


રાષ્ટ્રિય સ્તરે ભાજપમાં ચાલતું ગૃહયુદ્ધ ધીમે ધીમે ગતિ અને ગરમી પકડી રહ્યું છે. લાંબી પ્રતિક્ષા પછી દેશના રાજકારણમાં ભાજપનું વજૂદ ઊભું થયું ત્યારથી પક્ષમાં વાજપેયી અને અડવાણી જેવા બે ઘુ્રવ હતા. બન્નેની છાવણીઓ અને તેમના વફાદારોની ચર્ચા તથા આંતરિક રાજકારણ-ખેંચતાણની વાતો ગુસપુસ સ્વરે થતી હતી. પરંતુ અત્યારે ભાજપમાં એવા નાના પાયાના કાવાદાવા નહીં, પણ મોટા પાયાની ખેંચતાણ અને સંઘર્ષ ચાલી રહ્યાં છે. ગેરશિસ્ત બદલ રામ જેઠમલાણીને પક્ષમાંથી હાંકી કાઢવાના પગલે રસ્સીખેંચ વઘુ તીવ્ર બની છે.
રામ જેઠમલાણી અંગ્રેજીમાં ‘વાઇલ્ડ કાર્ડ’ અને ગુજરાતીમાં ગાંડી કૂકરી જેવી છાપ ધરાવે છે. ભરી બંદૂક જેવા શબ્દો જેઠમલાણીના અવાજમાં બહાર આવે ત્યારે તે બોલાતા નહીં, પણ ફૂટતા હોય એવા લાગે છે. અનેક ગુંડાઓ અને મોટા ગુનેગારોને ‘ન્યાયપ્રક્રિયાના તકાદા’નું ભવ્ય કારણ આગળ ધરીને મદદરૂપ થનાર અને તેમને છટકબારીઓ બતાવનાર જેઠમલાણીની સૌથી મોટી શક્તિ જીભમાં છે અને એ જ જીભ તેમની સૌથી મોટી શત્રુ પણ છે. રાજકારણમાં પાછલાં વર્ષોમાં તેમને મળેલું મહત્ત્વ અને ભાજપમાં તેમનું સ્થાન ઘણે અંશે ગુજરાતના મુખ્ય મંત્રીને આભારી છે. બદલામાં, અદાલતોમાં જેઠમલાણીની સેવાઓની સૌથી વધારે જરૂર પણ ગુજરાતના મુખ્ય મંત્રીને જ છે, એ જુદી વાત છે.
રામ જેઠમલાણી અને તેમના પુત્ર મહેશ જેઠમલાણીને સિદ્ધાંત-સિદ્ધાંત રમવાનું બરાબર ફાવે છે. તેમાં એ સલુકાઇપૂર્વક પસંદગી કરી શકે છે. એવી જ રીતે કોની સામે કાયદાની ચાબુક વીંઝવી છે અને એ ચાબુકનો વીંઝણો બનાવીને કોના માથે ઢોળવો છે, એ સ્વાભાવિક રીતે જ જેઠમલાણીની પસંદગીનો મામલો છે અને દેખીતું છે કે આ પસંદગી પાછળનાં કારણો પણ કાનૂની કે સૈદ્ધાંતિક નહીં, પણ અંગત હોઇ શકે છે. ભાજપના પ્રમુખ નીતિન ગડકરી સામે આર્થિક ગોટાળાના આરોપ થયા ત્યારથી જેઠમલાણી ગડકરીના ટીકાકાર બન્યા છે. પ્રથમદર્શી રીતે કોઇને પણ એવું માનવાનું મન થાય કે જેઠમલાણી સિદ્ધાંતપ્રેમ અને સ્વચ્છ રાજકારણના દોરવાયા ગડકરીનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ ભાજપના આંતરિક રાજકારણની સોગઠાંબાજીમાં જેઠમલાણી ગુજરાતના મુખ્ય મંત્રીના ખાસમ્‌ખાસ ગણાય છે. એટલે ગડકરીનું રાજીનામું માગવાની તેમની ચેષ્ટા પાછળ ગુજરાતના મુખ્ય મંત્રીના દોરીસંચારની અટકળો થવી સ્વાભાવિક છે.
ભાજપાઘ્યક્ષ નીતિન ગડકરી ભ્રષ્ટાચારના આરોપથી ખરડાવા છતાં સંઘના વિશ્વાસુ-વફાદાર તરીકે અડીખમ રહ્યા છે. તેમને અઘ્યક્ષપદેથી દૂર કરવાનો કોઇ વિચાર નહીં હોવાનું સ્પષ્ટ જાહેર કરી દેવાયું છે. બીજી તરફ રામ જેઠમલાણી અને તેમના પુત્ર મહેશ ઉપરાંત યશવંત સંિહા અને અભિનેતામાંથી નેતા બનેલા શત્રુઘ્ન સંિહા પણ ગડકરીને પક્ષપ્રમુખપદેથી હટાવવાની ઝુંબેશમાં જેઠમલાણી સામે ભળ્યા છે. એ લોકો બોલવા પર કાબૂ ન રાખે અથવા તેમને અપાયેલી ભૂમિકા પ્રમાણે ગડકરી વિરુદ્ધ બોલતા રહે તો તેમને પણ જેઠમલાણીની જેમ રૂક્ષ વિદાય આપવામાં આવે એ સંભવિત છે. ભાજપ ઉપર સંઘ પરિવારનો પ્રભાવ અને તેની પકડ જાણીતી બાબતો છે. છતાં, એ ભૂલી જતા લોકોને વખતોવખત એના પરચા મળતા રહે છે. તેનો છેલ્લો પરચો ગડકરીના મુદ્દે મળ્યો. ભાજપના પ્રમુખના હોદ્દાની મુદત પાંચ વર્ષની હોય છે. ત્યાર પછી પ્રમુખ અચૂકપણે બદલાઇ જાય છે. પરંતુ ગડકરીને બીજી મુદત આપવામાં તકલીફ ન પડે એ માટે થોડા સમય પહેલાં જ, ભાજપના નિયમોમાં ફેરફાર કરીને બીજી મુદતની જોગવાઇ દાખલ કરવામાં આવી. તેનાથી ગડકરીવિરોધી છાવણીના પેટમાં તેલ રેડાય એ સ્વાભાવિક છે.
ભાજપમાં નેતાઓ એટલી છાવણીઓ જેવો માહોલ છે. વડાપ્રધાનપદના ઉમેદવારની વાત નીકળે એટલે વર્ષોથી વેઇટંિગ રૂમમાં બેઠેલા અડવાણી તો ખરા જ. બીજી તરફ, રાષ્ટ્રિય સ્તરે જવા થનગનતા ગુજરાતના મુખ્ય મંત્રી તેમના સઘળા પ્રચારમારા વડે પોતાનું નામ ગજવતા હોય. લોકસભામાં વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજ પણ વડાપ્રધાનપદ માટેનાં દાવેદાર છે અને ગડકરીએ એક વાર કહ્યું હતું તેમ, એ પણ ટોચના હોદ્દા માટેના ઉમેદવાર તરીકેની લાયકાત ધરાવે છે. કપાળ ધરીને ચાંલ્લો કરાવવા માટે તત્પર એવા આ નેતાઓ બહાર ભલે યુપીએ સરકાર સામે મોરચો જમાવતા હોય, પણ અદૃશ્ય છતાં અસલી લડાઇ પક્ષની અંદર ચાલી રહી છે.
બે વર્ષ પછી થનારી ચૂંટણીમાં બે મુદતથી રાજ કરતી યુપીએ સરકાર જાય ને ભાજપ-એનડીએનો નંબર લાગે તો શું? એ વિચારે અત્યારથી ભાજપના ઘરમાં ધમાધમ ચાલે છે. યુપીએ સરકાર વહેલી ચૂંટણી યોજવાનો નિર્ણય ન લે તો, લોકસભાની ચૂંટણીઓ આડે હજુ બે વર્ષ છે. રાજકારણમાં આ સમયગાળો ઘણો લાંબો ગણાય, પરંતુ અત્યારે ભાજપની સ્થિતિ ‘બિગ બોસ’ના હાઉસ જેવી થઇ છે. સત્તાધારી પક્ષને સીધા રસ્તે ચલાવવા માટે ફરજ પાડે એવા વિપક્ષને બદલે, અંદરોઅંદર ખેંચતાણમાં વ્યસ્ત નેતાઓ ગુજરાતમાં કોંગ્રેસની અને કેન્દ્રમાં ભાજપની નિયતિ બની ગયા હોય એવું લાગે છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved