Last Update : 27-November-2012, Tuesday

 

કોંગ્રેસ પ્રમુખ સામે કોઈ નેતા બોલી શકતો નથી
ભાજપમાં હજુ ઘણી સાફસૂફી જરૂરી ઃ ગડકરી માટે વિવાદ

 

- રામ જેઠમલાણી સામે પગલાં હવે શત્રુધ્નસંિહાને સામે પણ લાલ આંખ

સંસદના શિયાળુ સત્રને હચમચાવવામાં ભાજપને ભલે સફળતા મળતી હોય પણ ભાજપ પક્ષની અંદરના ડખાઓથી હચમચી ગયો છે. ભાજપ સામે રોજ એકાદ નેતા વિવાદાસ્પદ નિવેદન કરે છે. પક્ષ પ્રમુખ નીતીન ગડકરી સામેના આક્ષેપોનું બ્લેકમેલીંગ થતું દેખાઈ આવે છે. આનો અર્થ એ પણ થાય કે આરએસએસને પણ આ નેતાઓ ગાંઠતા નથી. જો આરએસએસની કૃપાથી ગડકરીને ચાલુ રહેવા દેવાયા હોય તો સીનીયર નેતાઓએ ચૂપ રહેવું જોઈએ પરંતુ ભાજપને આ નેતાઓ મુશ્કેલીમાં મુકી રહ્યા છે. હકીકતે ભાજપ મુસિબતોમાંથી પસાર થઈ રહ્યું છે. ૨૦૧૪ના લોકસભાના જંગ પર અસર ઉપજાવી શકનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ તીવ્ર રસાકસીભરી બની છે ત્યારે ભાજપ તેની ડામાડોળ સ્થિતીમાં અટવાયેલું છે. પ્રમુખ નીતીન ગડકરી સામેના આક્ષેપોનો ભાર ઉંચકીને ચાલતું ભાજપ કેટલો લાંબો સમય તે સહન કરી શકશે તે જોવાનું રહ્યું છે. ભાજપના સુપર બોસ આરએસએસ જ્યાં સુધી નીતીન ગડકરીની તરફેણમાં છે ત્યાં સુધી ભાજપ કોઈ નિર્ણય લઈ શકવાનું નથી.
ભાજપના અનેક નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રવાસે આવે છે, આ બધા ગડકરીના સમર્થકો છે. પક્ષના વિખવાદો પ્રજા સમક્ષ ના આવે તેનું તે ખાસ ઘ્યાન રાખે છે. ખરેખર તો ભાજપના વિરોધીઓએ રામજેઠમલાણીને ચૂંટણી પ્રચાર માટે લઈ આવવા જોઈએ.
ગડકરીનો વિરોધ રામજેઠમલાણીએ કર્યો ત્યારે શત્રુધ્નસંિહાએ ટેકો આપ્યો હતો. પોતે ભાજપમાં મહત્વના છે એવું બતાવવા તે વિવાદોમાં કૂદી પડે છે. બિહાર ચૂંટણીઓ વખતે તેમણે મુખ્ય પ્રધાન પદ માટે હઠ પકડી હતી. ભાજપના મુખ્યપ્રધાન પદ ઉમેદવાર તરીકે શત્રુધ્નને નહીં મુક્તા તે લાંબો સમય નિષ્ક્રિય રહ્યા હતા.
રામજેઠમલાણી જે પત્રો લખે છે તે પણ જાહેર કરી દે છે. પોતાના અંગત અભિપ્રાયોને સમાચાર માઘ્યમો સુધી પહોંચાડી તે પોતાની હાજરી બતાવવા પ્રયાસ કરે છે. રામજેઠમલાણી ૮૬ વર્ષના છે, સીનીયર નેતા છે તેમણે ઘણીવાર ભાજપને દિશા ચીંધી છે પરંતુ આજે જ્યારે ભાજપ કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે રામજેઠમલાણીએ મૌન રહેવાના બદલે પોતાના પક્ષને જ બદનામ કરવાની પ્રવૃત્તિ કરી છે.
જેઠમલાણી નામાંકિત વકિલ છે. તેમના ઓપીનીયન પર દેશના લોકોનું ઘ્યાન હોય છે પરંતુ કેટલાક પ્રતિભાવો ક-સમયના અને પ્રેક્ટીકલ નથી હોતા.
જેઠમલાણી પર કોઈનો અંકુશ નથી. અટલબિહારી વાજપેઈના શાસનકાળમાં પણ તેમને પક્ષમાંથી દુર કરાયા હતા. હકીકતે કોઈપણ પક્ષને આવા પક્ષ વિચારસરણી વિરૂદ્ધના નિવેદનો પોષાય નહીં પક્ષ કંઈક બોલે અને આ સીનીયર નેતાઓ પોતાની પીપુડી વગાડ્યા કરે તે નુકશાનકારક બને છે.
પક્ષમાં આંતરીક લોકશાહી છે એમ કહીને ફુલાતા ભાજપની હવા નીકળી ગઈ છે. ૨૦૧૪ની ચૂંટણીઓ માથે છે, નવા સાથીઓ મળતા નથી ત્યારે પક્ષમાંના ડખા પક્ષને વઘુ નબળો પાડશે.
ભાજપ પોતાના પગ પર કુહાડા મારવામાંથી ઉંચુ નથી આવતું. ગયા મંગળવારે યશવંતસંિહાએ પ્રમુખ ગડકરીનું રાજીનામું માગ્યું હતું. યશવંતસંિહા પણ આરએસએસ કેડરમાંથી આવે છે. ભાજપના નેતાઓને સમાચાર માઘ્યમોમાં ચમકવાની ટેવ પડી ગઈ હોય એમ લાગે છે. સત્તાધારી પક્ષના કૌભાંડો વિશે ઉહાપોહ કરીને સમાચારમાં રહેવાના બદલે આ સીનિયર નેતાઓ પોતાનો પક્ષ જ બાળી રહ્યા છે. આવું થાય છે ત્યારે યુપીએ સરકારના ચહેરા પર સ્મિત નજરે પડે છે. તેમના મતે તો વિરોધ પક્ષ ભાજપને હંફાવવાની જરૂર નથી, તે અંદરોઅંદર તુટી રહ્યો છે અને લડી રહ્યો છે.
રામજેઠમલાણીને સસ્પેન્ડ કરીને ભાજપે શિસ્ત માટેની લગામ ઉગામી હતી. એક રીતે રામજેઠમલાણી સામેના પગલાં યોગ્ય છે. કોંગ્રેસમાં કોઈ પક્ષ પ્રમુખ સામે ચું કે ચાં નથી કરતું. આ શિસ્તના કારણે જ પક્ષ સંગઠીત છે. કોંગ્રેસમાં પણ સીનીયર નેતાઓનો કાફલો છે પરંતુ પક્ષના નિર્ણય કે પક્ષના ઓપીનીયન સામે કોઈ વિરોધ નથી કરતું.
ભાજપની આ સાફસૂફીનો દોર ઘણો મોડો શરૂ થયો છે. પક્ષના પ્રમુખ સામે વિરોધ નોંધાવનારાઓ હકીકતે તો પક્ષને નબળો પાડતા હોય છે. જે પક્ષના જોરે તેમણે સમાજમાં અને રાજકારણમાં પ્રતિષ્ઠા મેળવી હોય તેની વિચારસરણી સામે અવાજ ઉઠાવનારને દુર કરવા જરૂરી છે. ભાજપે શરૂઆતમાં સૌને ઓપીનીયન આપવા દીધા હતા અને એવી ડંફાસો મારી હતી કે અમારા પક્ષમાં લોકશાહી છે. પરંતુ આવી સ્વતંત્રતા પક્ષને કેવી મોંઘી પડી છે તે અનુભવાયું છે. બીજી વાત એ પણ છે કે ભાજપ કેટલાને કાઢશે ?! તેની સામે શત્રુધ્નસંિહા ધૂરકીયા કરી રહ્યા છે. યશવંતસંિહાનો એપિસોડ હજુ તાજો છે. આવી સાફસૂફીનો સૌથી મોટો ગેરલાભ એ છે કે પક્ષની અંદરના વિખવાદો પ્રજા સમક્ષ આવશે. સસ્પેન્ડ થયેલા જેઠમલાણી ભાજપ સામે ઘણાં તેજાબી પ્રત્યાઘાતો આપે છે.
જેઠમલાણીનું સસ્પેન્સન ભાજપ માટે નવી મુસિબતો ખેંચી લાવશે. શિસ્ત વગરના પક્ષની શું દશા થાય છે તે જોવા માટે ભાજપનું ઉદાહરણ આપી શકાય.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 

 

 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved