Last Update : 27-November-2012, Tuesday

 

એકધારી ગતિથી આગળ વધી રહેલી મોટરકારને વૈશ્વિક ઉપરાંત કેટલાંક સ્થાનિક કારણોના સ્પીડબ્રેકર પણ નડયા છે
કાર ઉદ્યોગઃ પૂરપાટ આગેકૂચમાં મંદીનું પંક્ચર

વ્યાજદરમાં વધારાને લીધે ચાલુ વર્ષે કારના ઉત્પાદન ખર્ચમાં ૨૧%નો વધારો થયો છે. તેની સામે કારની કિંમતમાં માંડ ૩.૫%નો વધારો કરી શકાયો છે. કેટલાંક મોડેલમાં તો બજારની કસોકસ હરીફાઈમાં ટકી રહેવા માટે ભાવ ઘટાડવા પણ પડયા છે.

એક જમાનામાં ભારતની સડક પર એમ્બેસેડર અને ફિયાટ એવી બે જ ગાડીઓ જોવા ટેવાયેલી આંખો હવે દેશના દરેક સ્તરના શહેરોમાં ચળકતી ગાડીઓની હારબંધ કતારોથી ઉભરાતા ટ્રાફિક જામના દૃશ્યોથી છળી રહી છે. સાઠના દાયકામાં જ્યારે નોકરી, ઘરનું ઘર દોહ્યલાં હતા ત્યારે ટાપટીપના શોખીન વરણાગીઓ માટે કહેવાતું હતું, એક નૂર આદમી હજાર નૂર કપડાં. એક માણસની કપડાંની જરૃરિયાત કેટલી? મહત્તમ ચાર જોડી. હવે હાલત એવી થઈ ગઈ છે કે મધ્યવર્ગિય પરિવારો માટે પણ ઘરમાં ગાડી હોવી એ શાન કરતાં ય આવશ્યકતાનું પ્રતીક છે અને ઉચ્ચ મધ્યમવર્ગ નવી ગાડી લે ત્યારે જૂની વેચવાનું ટાળે છે.
આવકમાં થતી વૃદ્ધિ જ જો મોટરકારના વેચાણ માટે જવાબદાર એકમાત્ર પરિબળ હોય તો એ હકારાત્મક ચિહ્ન કહેવાય. પરંતુ જાતભાતના વિરોધાભાસોથી ભરેલા ભારતમાં મોટરકાર એ શાનોશૌકત કરતાં ય વિશેષ તો આવશ્યકતા છે. શહેરીકરણના બેફામ દૌરમાં ઘર અને ઓફિસ વચ્ચે વધી રહેલું અંતર ઉપરાંત મુંબઈ કે દિલ્હી જેવા મહાનગરોને બાદ કરતાં ૯૫ ટકા ભારતીય શહેરોમાં પગ્લોબ્લિક ટ્રાન્સપોર્ટના નામે મસમોટું મીંડું ફરે છે. આ દરેક પરિબળોની સામે ગ્લોબલાઈઝેશનના પગલે આવકના સ્રોત અને રકમ વધતાં ભારતમાં અન્ય દરેક બજારોની માફક મોટરકારનું બજાર પણ તેજ ઝડપે વિકસી રહ્યું છે. પરંતુ વર્ષ ૨૦૧૨ ભારતીય કાર ઉત્પાદકો માટે નબળું રહ્યું છે.
એક તરફ ભારતમાં હવે એસ્ટોન માર્ટિન, બીએમડબલ્યુ, ઓડી કે જગુઆર જેવી સુપર લક્ઝુરિયસ બ્રાન્ડની નાંખી દેતાં ય રૃ. એક કરોડથી શરૃ થતી રેન્જની ગાડીઓ વેચાઈ રહી છે તો બીજી તરફ એ પણ હકીકત છે કે ભારતીય કારબજારનો ૭૫ ટકા હિસ્સો હજુ પણ સ્મોલ કાર સેગમેન્ટ પર અવલંબિત છે. ચાલુ વર્ષે ભારતમાં મોટરકારના થયેલા કુલ વેચાણમાં સ્મોલ કારનો હિસ્સો વધીને ૮૧ ટકા જેટલો રહે તેવી ધારણા છે અને આ વર્ષે ટોટલ સેલિંગમાં ડિઝલ કારનું વેચાણ પણ ૩૮ ટકા જેટલો વધારો પામ્યું છે. પેટ્રોલના તોતિંગ ભાવવધારાને લીધે સ્મોલ કારમાં પણ હવે ડિઝલ એન્જિન લોકપ્રિય નીવડી રહ્યા છે.
આ બંને સંજોગો એવા છે જે આવતાં વર્ષે કારઉદ્યોગ માટે કઠણાઈ ઊભી કરી શકે છે. ડિઝલના ભાવ પણ અંકૂશમુક્ત કર્યા પછી હજુ ય સરકારી તિજોરીને ફટકો પડી રહ્યો છે એ જોતાં સરકાર હવે આવતાં વર્ષના બજેટ સત્ર સુધીમાં ગમે ત્યારે લક્ઝુરિયસ ડિઝલ કાર માટે કોઈપણ રીતે ડિઝલની કિંમત વધારવાની પેરવી કરશે એ નિશ્ચિત છે. જો આમ થશે તો આ વર્ષે કારઉદ્યોગની ગાડી ટોપ ગિયરમાં રાખનાર ડિઝલનું પરિબળ આવતાં વર્ષે કારગત નીવડવાનું નથી. આ ઉપરાંત અમેરિકા અને યુરોપની કથળેલી આર્થિક હાલત પણ હવે ભારતીય બજારોને આડકતરી અસર કરી રહી છે.
ફૂટપાથ પર શાક વેચતા ફેરિયાથી માંડીને આલિશાન કેબિનમાં બેસતાં શેઠિયાને એકસમાન ભૂમિકાએ લાવી દેતું પરિબળ છે આર્થિક મંદી. મંદી એક એવી ચાબૂક છે જે નાનાને નાનો અને મોટાને મોટો, પણ ઝટકો તો મારે જ છે. હાલમાં યુરોપ, અમેરિકાની કથળતી આર્થિક સ્થિતિ હેઠળ સમગ્ર વિશ્વમાં મંદીના પગરણ અસર કરી રહ્યા છે. ભારતમાં પણ ઔદ્યોગિક ઉત્પાદન દર ઘટી રહ્યો છે, રૃપિયો ગગડતો જઈ રહ્યો છે ત્યારે ભારતના માળખાગત રીતે પ્રમાણમાં મજબૂત કહેવાતા અર્થતંત્રમાં પણ મંદીની અસર વર્તાવા લાગી છે. મંદીનો હોર્ન વગાડવામાં હાલમાં ભારતનો સતત વિકસતો જતો કાર ઉદ્યોગ મોખરે છે.
એકધારી ગતિથી આગળ વધી રહેલી મોટરકારને વૈશ્વિક ઉપરાંત કેટલાંક સ્થાનિક કારણોના સ્પિડબ્રેકર પણ નડયા છે. વૈશ્વિક અર્થતંત્ર સાથે તાલમેલ સાધવા ભારતમાં વ્યાજદરો વધ્યા. તેના કારણે કારના ઉત્પાદન માટે જરૃરી સ્ટિલ, એલ્યુમિનિયમ, રબ્બર, પ્લાસ્ટિક જેવી ચીજોના ભાવમાં ઉછાળો આવ્યો છે. જેને લીધે કારની પ્રોડક્શન કોસ્ટ વધી રહી છે. ઉત્પાદનના ક્ષેત્રે પણ અગાઉ જેવો સિનારિયો હવે રહ્યો નથી. અઢી-ત્રણ દાયકા પહેલાં તો ઈન, મીન અને તીન એવી ગણીગાંઠી કંપનીઓ જ હતી. હવે તો દુનિયાની ભાગ્યે જ કોઈ એવી કંપની હશે જેણે ભારતમાં પોતાના મોડેલ લોન્ચ ન કર્યા હોય. આ હાલતમાં ઉત્પાદકો વચ્ચે ગળાકાપ હરીફાઈ પ્રવર્તે છે.
આવા સંજોગોમાં ઉત્પાદન ખર્ચ વધ્યા પછી પણ કારની કિંમતમાં વધારો કરવાનું ગજું કોઈનું નથી. સોસાયટી ફોર ઈન્ડિયન ઓટોમોબાઈલ્સ મેન્યુફેક્ચરર્સના અંદાજ મુજબ, માત્ર ૨૦૧૧ના એક જ વર્ષ દરમિયાન કારના ઉત્પાદન ખર્ચમાં ૨૧%નો વધારો થયો છે.
તેની સામે કારની કિંમતમાં ૩.૫%નો વધારો કરી શકાયો છે. કેટલાંક મોડેલમાં તો બજારની તરલતા સામે ટકી રહેવા માટે ભાવ ઘટાડવા પણ પડયા છે. સ્વાભાવિક રીતે જ વધતાં ખર્ચ અને ઘટતી કિંમતનો આ તફાવત ઉત્પાદકના નફામાં મસમોટો કાપ મૂકે છે.
સામા પક્ષે ગ્રાહકના ખિસ્સામાં પણ એટલું જોર રહ્યું નથી. ભારતમાં ખરીદાતી કાર પૈકી ૪૮% એટલે કે લગભગ અડધોઅડધ વેચાણ લોન થકી થાય છે. વૈશ્વિક અર્થતંત્રની કથળતી હાલત સાથે ભારતીય અર્થતંત્રને ઊભું રાખવા રિઝર્વ બેન્ક વ્યાજદર વધારી રહી છે જેને લીધે લોન વધુને વધુ મોંઘી બની રહી છે. આ સંજોગોમાં લોન વડે ખરીદાઈ રહેલા વાહનોમાં ઘટાડો નોંધાય તે સહજ છે. ભારતીય કાર બજારમાં કોર્પોરેટ સેલિંગનો હિસ્સો આશરે ૭% જેટલો છે. મંદીના માહોલમાં કોર્પોરેટ સેક્ટર સૌથી પહેલાં અનાવશ્યક અને મોંઘી પડતી જરૃરિયાતો પર કાપ મૂકે. એ જોતાં કોર્પોરેટ ખરીદીમાં કાપ મૂકાય તેવા અણસાર વધારે પડતાં ન ગણાય.
કાર ઉદ્યોગનું સેલિંગ નેટવર્ક અત્યાર સુધી એ બાબત પર આધિરત રહ્યું છે કે ૩થી ૬ લાખ સુધીની કાર માટે નાના કદના (સી ક્લાસ) શહેરો પણ તેના નેટવર્કનો હિસ્સો રહ્યા છે. નાના શહેરોમાં મંદીનો મોટો ફટકો હજુ વાગ્યો નથી તેનું સીધુ પ્રમાણ એ છે કે એપ્રિલ મહિનાથી શરૃ થયેલા ચાલુ નાણાંકિય વર્ષ દરમિયાન કારના વેચાણમાં થયેલો ૩.૫%નો વધારો મુખ્યત્વે ભાવનગર, રતલામ કે ગંથૂર જેવા શહેરોને આભારી છે. આટલી વૃદ્ધિ છતાં કાર ઉદ્યોગ માટે માઠા સમાચાર એ છે કે, ગત વર્ષે એપ્રિલથી નવેમ્બર દરમિયાન થયેલા કારવેચાણની સરખામણીએ આ વર્ષનું વેચાણ લગભગ અડધું છે. કારના પ્રાઈઝ સેગમેન્ટના વેચાણના આંકડા જોતાં ૭થી ૧૫ લાખના લક્ઝરી કાર સેગમેન્ટના વેચાણમાં ૨૮%નો ઘટાડો નોંધાયો છે. કાર ઉત્પાદકોને જે ફાળ પડે છે એ આ છે. મોટા શહેરોને આંબી રહેલો મંદીનો વાયરો આવતીકાલે નાના સેન્ટરને પણ લપેટમાં લઈ લેશે ત્યારે શું થશે?
ભારતીય કારઉદ્યોગને મંદી ઉપરાંત બીજું જે કારણ નડયું છે એ મારૃતિ ઉદ્યોગની હડતાળ છે. દેશની ટોચની કાર ઉત્પાદક કંપની તરીકે મારૃતિનું વેચાણ ઘટે તો બીજી કંપનીઓને ફાયદો થવો જોઈએ.
ચાલુ વર્ષે મારૃતિની બે મહિના લાંબી હડતાળને લીધે મારૃતિના વેચાણમાં ૧૮%નો ઘટાડો નોંધાયો છે. મારૃતિનો આ ઘટાડો મહિન્દ્રા અને ટાટા જેવી કંપનીને ફળ્યો છે પરંતુ નુકસાનીનો એ સરભર ન થયેલો આંકડો છેવટે બજારના ખાતે ઉમેરાયો છે. કાર ઉદ્યોગના ચડાવ-ઉતાર પર સક્રિય નજર રાખતી સંસ્થા સોસાયટી ફોર ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સની ધારણા મુજબ, દરેક મુખ્ય કાર ઉત્પાદકો આવતાં વર્ષ માટે તેમના લક્ષ્યાંકો ઘટાડી રહ્યા છે. વર્ષના પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં વેચાણમાં થયેલો ઘટાડો હવે છેલ્લાં ક્વાર્ટરમાં ઓવરેટક થઈ શકે તેમ તો નથી જ જણાતું.

Share |
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved