Last Update : 27-November-2012, Tuesday

 
મુંબઈના સમ્રાટ
હિન્દુ હૃદય સમ્રાટ લેખાંક ઃ ૩
- હવે શું ? હવે કોણ ? સૌના મનમાં એક જ સવાલ
- બાળા સાહેબ ઠાકરે કટાક્ષ ચિત્રકાર કઈ રીતે બન્યા ? એમના જ શબ્દોમાં એમની જ વાત

૧૭-૧૧-૧૨ના દિવસે શનિવારે હિન્દુ હૃદય સમ્રાટ અને મુંબઈના સમ્રાટ બાળ ઠાકરેના અવસાનના સમાચાર ફેલાતા દરેકના હોઠ ઉપર સવાલ હતો... ‘હવે શું ? હવે કોણ ?’, ‘ઉદ્ધવ ઠાકરે કે રાજ ઠાકરે ?’, ‘મુંબઈ મહારાષ્ટ્રના મરાઠી માનુસનું હવે કોણ ?’
જવાબ મુશ્કેલ છે અને એવો મુશ્કેલ પણ નથી.
બાળા સાહેબ હતા અને શિવસેનાના સુપ્રિમો હતા ત્યારે જ, તો પણ શિવસેનાના ટુકડા થવા લાગેલા... શિવસેનાના ટુકડા થતા બાળાસાહેબ પણ બચાવી શક્યા નહોતા.
શિવસેનાથી સૌથી પહેલા અલગ થનાર છગન ભૂજબળ હતા. અત્યારે તેઓ મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન છે. શિવસેનાથી તેઓ જ્યારે અલગ થયેલા ત્યારે અત્યારે જેઓ બાળ ઠાકરેના વારસ ગણાય છે એ પુત્ર ઉદ્ધવ અને ભત્રીજો રાજ નાના હતા. ભણતા હતા.
બીજા અલગ થનાર હતા નારાયણ રાણે. એ બન્ને શિવસેનામાં મોટા નામ હતા એમાંથી છગન ભુજબળ શરદ પવારના પક્ષમાં જોડાયા અને નારાયણ રાણે કોંગ્રેસમાં.
ત્રીજો શિવસેનાથી અલગ થનાર બાળાસાહેબનો જ ભત્રીજો અને વર્ષો સુધી બાળાસાહેબે જેને વારસદાર તરીકે ઉછરેલો રાજ ઠાકરે હતો. રાજ ઠાકરેએ શિવસેનાને ઘણો મોટો ફટકો માર્યો.
રાજ ઠાકરેએ બાળા સાહેબની જ રીતરસમ અપનાવી છે. આક્રમક પગલા લેવા અને તોડફોડ, મારફાડ કરવી.
જ્યારે બાળા સાહેબે જેને પોતાનો વારસ ગણાવ્યો છે એ પુત્ર ઉદ્ધવ રાજની સરખામણીમાં નબળો પુરવાર થાય તેમ છે.
બાકી જેમ ગાંધી નામ વિના અઘૂરી ગણાય એવું જ શિવસેનાનું છે. ઠાકરે વિના શિવસેનાનું અસ્તિત્વ નથી. લોકો ઠાકરે વિના શિવસેનાને સ્વીકારશે જ નહીં.
શિવસેના એટલે ભીડ, ટોળું, ટોળાશાહી. તાજો જ દાખલો જુઓ ને ! હવે કોઈ બે યુવતીએ ફેસબુક ઉપર ટ્‌વીટર લખ્યું એમાં મુંબઈની પોલિસે બન્નેની ધરપકડ કરી અને એ છોકરીઓના કોઈ સગાની દુકાનો (જે હોય તે)મા તોડફોડ શિવસૈનિકોએ કરી. તોડફોડ એ શિવસૈનિકોનું પહેલું શસ્ત્ર છે.
આ ભીડ ભેગી કરવામાં, ટોળાશાહી કરવામાં રાજ. ઉદ્ધવ કરતા ચડે છે એનો અર્થ એ નહીં કે શિવસેનાની ગાદી ઉપર એ બેસી શકશે. અત્યારે પરિસ્થિતિનું ગણિત અને સ્થિતિ એવા સરળ નથી.
આજે શિવસેનાની સાંકળ સત્તાવાર રીતે પણ ઉદ્ધવ પાસે છે. બાળા સાહેબે પોતાની ઉંમર થતાં પિતા સત્તાંતર કરતા હોય છે એમ બાળા સાહેબે પણ ઉદ્ધવના હાથમાં સત્તા સોંપેલી છતાં હવે હરિફાઈ ભીડ ભેગી કરવાની શક્તિની છે. રાજ અને ઉદ્ધવ બંનેમાંથી જે વઘુ ભીડ કરી શકવાની શક્તિ બતાવી શકશે એ બાળાસાહેબનો વારસદાર બની શકશે.
ભીડ ભેગી કરવાની બાબતમાં રાજ ચઢી જાય તેવો છે. તો પણ શિવસેનાની શક્તિ રાજના એમ.એન.એસ. પક્ષ કરતાં વઘુ છે. એટલે રાજ છેલ્લા છ સાત વર્ષથી શિવસેનાની શક્તિ છીનવી લેવાના બધા જ પ્રકારના પ્રયત્નો કરતો આવ્યો છે. દા.ત. ગયા વર્ષે એટલે કે ૨૦૧૧માં છઠ પૂજા મુંબઈમાં નહિ કરવા દેવા રાજે મારફાડ કરીને બિહારીઓને ભયભીત કરીને નાસભાગ કરતા કરી દીધેલા. એ વખતે એના ભાષણોમાં પણ બિનમરાઠી જનતા પ્રત્યે તિરસ્કાર એ વરસાવતો હતો. એ કારણે એની ઉપર કોર્ટમાં કેસ પણ થયા છે. કેટલાક કેસ બિહારની કોર્ટોમાં પણ થયા છે એ પછી એ શાંત થઈ ગયો છે.
બાળાસાહેબની અંતિમવિધિ વખતે પણ ઉદ્ધવે રાજને દૂર રાખેલો. બાળા સાહેબની નનામીને ખભો આપવાથી પણ એને દૂર રાખેલો.
આ જ બતાવે છે કે બન્ને પિતરાઈ ભાઈઓ વચ્ચે કેવું વેરઝેર ફેલાશે ! ઉદ્ધવ હવે રાજને પાછળ ધકેલવાના કામમાં જ લાગી રહેવાનો.
એ વખતે રાજ અને ઉદ્ધવની ભીડ વચ્ચે ઘર્ષણ ન થાય તો જ નવાઈ.
બીજી બાજુ કોંકણ, વિદર્ભ, મરાઠાવાડમાં શિવસેનાની જે ભીડ છે એ હવે શિવસેનાને એટલે કે ઉદ્ધવ અથવા રાજઠાકરે સાથે રહે તેવી શક્યતા ઓછી છે એ ભીડને હવે શરદ પવાર કે કોંગ્રેસ ખેંચી લે છે કે નહિ એ જોવાનું છે.
આમ, શિવસેનાનું ભાવિ હવે અંધકારમય દેખાય છે. ભાજપનું ભાવિ પણ એની સાથે જ જોડાયેલું છે.
પોતાની કાર્ટૂન આત્મકથા લખતા ઠાકરે લખે છે...
દરેક વાતનો એક સમય હોય છે. એ જ રીતે એક સમય કાર્ટુનનો હતો. કાર્ટુનોની મારી દુનિયામા એક અલગ દુનિયા હતી. એ દુનિયામાં મારા બ્રશના આધારે મેં અલગ સ્થાન ઉભું કર્યું.
આજે હું જે કાંઈ છું એ કાર્ટુનના કારણે જ છું. મારા હાથમાં જો બ્રશ ન હોત તો રાજકારણ અને અને સમાજમાં જે ઉંચાઈ મેળવી છે. એ મેળવી ન હોત. કાર્ટુન દોરવા માટે હાથ, નજર અને મગજ સશક્ત જોઈએ. ઉંમરના કારણે અત્યારે મારા હાથ થરથરે છે પણ પહેલાં મેં મારા કાર્ટૂનના કારણે ભલભલાને થથરાવી દીધા હતા.
આજે હું મારા કાર્ટુનોને જોઉં છું ત્યારે થાય છે કે, મેં આટલા સારા કાર્ટૂન કઈ રીતે કર્યા હશે !
હું કાર્ટુન બનાવવા તરફ આકર્ષાયો બેનબેરીના કાર્ટુનો જોઈએ જેઓ ત્યારે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં કાર્ટૂન આપતા હતા. એ વખતે અમે ભીવંડીથી મુંબઈ રહેવા આવેલા. ૧૯૩૯નો એ જમાનો હતો. અમે દાદરમાં રહેતા હતા અને બીજું વિશ્વયુદ્ધ શરુ થઈ ગયું હતું. હું દરરોજ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં બેનબેરીના કાર્ટુનો જોયા કરતો હતો. એક દિવસ મારા પિતાજીએ પૂછ્‌યું, ‘શું જુએ છે ?’
મેં કહ્યું ઃ ‘કાર્ટુન.’
પિતાજીએ પૂછ્‌યું ઃ ‘સારા છે ?’
‘હા,’ મેં જવાબમાં કહ્યું.
‘ઠીક છે.’ પિતાજી બોલ્યા, ‘આજથી તું પણ કાર્ટુન બનાવ. હા, પણ પેન્સિલથી દોરજે, હું સાંજે પાછો આવીને જોઈશ.’
સાંજના એમણે આવીને ચા પીતાપીતા પૂછ્‌યું, ‘કેમ ભાઈ કાંઈ કર્યું ?’
મેં જે બનાવેલું એ એમને બતાવ્યું. એ જોઈને એમણે એમાં સુધારો થોડોક કરાવ્યો. તેઓ પોતે પણ સારા ચિત્રકાર હતા.એટલે એમણે મને પ્રોત્સાહિત કર્યો. મને કાર્ટુનિસ્ટ બનાવવામાં એ રીતે પિતાજીનો મોટો હાથ છે. બહુ નાની ઉંમરમાં મારા કાર્ટુનો છપાવવા લાગેલા.
જો કે, કાર્ટુનના વિષયની કલ્પના પિતાજીની રહેતી. એ રીતે, મારા પહેલા ગુરૂ મારા પિતાજી રહ્યા. એમના પછી દિનાનાથ દલાલ અને ડેવિડ લોને હું મારા ગુરુ માનું છું. (શિવસેના સંસ્થાની રચના પણ ઠાકરેના પિતાએ જ કરાવેલી. આગલા લેખમાં એ વિષે આવી ગયું છે.) એ ૧૯૩૯-૪૦ના વર્ષો હતા અને મારી ઉંમર ૧૩- ૧૪ જ વર્ષની હતી, મિત્રો પૂછતા કે, ‘કાર્ટૂન શિખવા માટે હું કઈ સ્કૂલમાં જાવ છું.’
કાર્ટુનની કેવી તાકાત હોય છે એ વિષે બાળા સાહેબ લખે છે કે, ડેવિડ લોના કાર્ટુનોથી હિટલર જેવો હિટલર હચમચી ગયો હતો.
હિટલરે ડેવિડ લોને જીવતો કે મરેલો પકડી લાવવા હુકમ કરેલો. એક કાર્ટુન ૧૦૦ તંત્રીલેખો અથવા ૧૦૦ લેખોની તાકાત ધરાવે છે એમ કહું તો જરા પણ અતિશયોક્તિ નથી. (‘ગુજરાત સમાચાર’માં મહાગુજરાતના આંદોલન વખતે સ્વ. ચન્દ્ર ત્રિવેદીના કાર્ટુનો છપાતા હતા. જેણે એ આંદોલનમાં આગ લગાવવાનું કામ કરેલું. ગુજરાતનું અલગ રાજ્યમાં એ રીતે ‘ગુજરાત સમાચાર’નો ફાળો પણ મહત્ત્વનો રહ્યો છે.)
એ પછી ‘માર્મિક’ સાપ્તાહિક અને મરાઠાવાદની ક્રાંતિ વિષે બાળાસાહેબ લખે છે... ‘ફ્રી પ્રેસ છોડીને મારા ભાઈ શ્રીપાદ (એટલે રાજ ઠાકરેના પિતા) અને એના કેટલાક મિત્રો સાથે મળીને ‘માર્મિક’નું કામ શરુ કર્યું. ‘માર્મિક’એ ક્રાંતિ કરી.’
મહારાષ્ટ્રનો મરાઠી ભાષી એનાથી જાગી ઉઠ્યો. બ્રશની રેખાઓથી મોટામોટા કહેવાતા નેતાઓ જમીનદોસ્ત થઈ જવા લાગેલા. એમાંથી ‘માર્મિક’ દ્વારા શિવસેનાનો જન્મ થયો. એ શિવસેનાએ મહારાષ્ટ્ર ઉપરાંત દિલ્લીમાં પણ પોતાની તાકાત બતાવી.
જો કે, આજે કાર્ટુન કલા મરી ગઈ હોય એવું લાગે છે. અખબારોમાંથી કાર્ટુનો અદ્રશ્ય થવા લાગ્યા છે. રાજકીય કાર્ટુન બનાવવા માટે વિચારોમાં જે ઉંડાઈ જોઈએ એવી ઉંડાઈ નેતાઓમાં નથી રહી તો કાર્ટુનીસ્ટોમાં ક્યાંથી આવે ? કાર્ટુન કલા એ કોઈ સ્કૂલ કે કોલેજમાં નથી ભણાવાતી. એ કુદરતી આવડત છે.’
- ગુણવંત છો. શાહ

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved