Last Update : 27-November-2012, Tuesday

 
દિલ્હીની વાત
 

સંસદનો વધુ એક દિવસ વેસ્ટ
નવી દિલ્હી, તા.૨૬
ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટના મુદ્દે આજનો દિવસ સંસદમાં ફ્લોપ ગયો હતો. શિયાળ સત્રનો આ સતત ત્રીજો દિવસ એવો છે કે જે એફડીઆઈના કારણે વેસ્ટ ગયો હતો. એફડીઆઈના મુદ્દે ઉભી થયેલી ઠપ્પ સ્થિતિ નિવારવા વિવિધ સ્તરે ઉકેલ મેળવવાના પ્રયાસ ચાલે છે. ચારેબાજુથી આવતા વિવિધ પ્રતિભાવો વચ્ચે સંસદીય બાબતોના નવા વરાયેલા પ્રધાન કમલનાથે આજે બોલાવેલ સર્વપક્ષીય બેઠક કોઈ સર્વાનુમતી વિના નિષ્ફળ ગઈ હતી. કેટલીક પાર્ટીઓ ખાસ કરીને ભાજપ ૧૮૪ની કલમ હેઠળ ચર્ચા ઈચ્છે છે જેમાં ચર્ચા પછી મતદાનનો સમાવેશ છે. પરંતુ સરકાર પણ પોતાની રજૂઆતમાં મક્કમ છે. સરકાર કહે છે એફડીઆઈના મુદ્દે મતદાનની જરૃર નથી. તૃણમુલ કોંગ્રેસે આજે ભાજપ સાથે છેડો ફાડીને કહ્યું છે કે તે એફડીઆઈના મુદ્દે ચર્ચા ઈચ્છે છે પણ વોટિંગ નહીં !! તૃણમુલના નેતાઓ કહે છે કે એફડીઆઈના મુદ્દે તે સમાજવાદી પાર્ટી સાથે છે. સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ આજે વડાપ્રધાનને મળ્યા હતા અને તેમનો પક્ષ ટેકો આપશે એવું આપ્યું હતું. બીજી તરફ ભાજપનો મહત્વનો સાથી જેડી (યુ) પણ કહે છે કે તે પણ મતદાન બાબતે હઠાગ્રહી નથી. માયાવતીનો બહુજન સમાજવાદી પક્ષ પોતાનું પોલીટીક્સ રમે છે. તે કહે છે કે તે સરકારને ટેકો આપશે પણ કવોટા બીલના મુદ્દે કોઈ સોદો નહીં કરે !!
સરકારને ડીએમકેનો ભરોસો
એફડીઆઈના મુદ્દે સરકાર વોટીંગથી એટલા માટે દૂર રહે છે કે સંસદમાં બહુમતી માટેના આંકડા તેની તરફેણમાં નથી. બીજીતરફ હકીકત તો એ છે કે એફડીઆઈ પરના વોટિંગમાં સરકાર હારે તો પણ તે કંઈ તૂટી ના પડે કેમ કે તે ફાયનાન્સીયલ મુદ્દો નથી. એક કોંગ્રેસ નેતાના જણાવ્યા પ્રમાણે સરકારને ચિંતા એ વાતની છે કે વોટીંગમાં હાર મેળવીને સરકારને ચહેરો છુપાવવાની ચિંતા છે. એટલે જ સરકાર સમાજવાદી પક્ષ, બીએસપી અને ડીએમકેને ગેરહાજર રાખીને હારને દૂર રાખી શકે છે. સરકારે તેના સાથી ડીએમકેને મેસેજ મોકલ્યો છે કે સરકાર રાજ્યોને એફડીઆઈના અમલ માટે દબાણ નહીં કરે !! કોંગ્રેસના મેનેજરોને આશા છે કે ડીએમકે વાળી આ તબક્કે ડીએમકે સરકારને ડામાડોળ નહીં કરે !! તે સીધી કે આડકતરી રીતે સરકારને મદદરૃપ થાય છે. જોકે કોંગ્રેસને મુખ્ય ચિંતા રાજ્યસભાની છે જ્યાં તે લઘુમતીમાં છે.
અંતે કેજરીવાલની પાર્ટી
અંતે અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની જાહેરાત કરે છે. ૨૦૧૩માં દિલ્હી વિધાનસભાની અને ૨૦૧૪માં આવનાર લોકસભાની ચૂંટણીઓ પહેલાં દેશભરમાં પ્રવાસ કરશે અને કોંગ્રેસ-ભાજપને ખુલ્લા પાડશે. મુખ્યત્વે તો તે યુવાનોને આમ આદમી પાર્ટીમાં જોડાવા અપીલ કરશે.
કસાબ પાછળનો ખર્ચ
અજમલ કસાબને ફાંસી આપી દેવાઈ છે પરંતુ તેની પાછળના ખર્ચનો વિવાદ ઉભો થયો છે. ઈન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સે કસાબની સુરક્ષા પાછળ ખર્ચેલા ૩૦ કરોડ રૃપિયા કોણ આપશે તે મુદ્દો મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર વચ્ચે વિવાદ ઊભો કરી રહ્યો છે. રાજ્ય સરકાર ઈચ્છે છે કે કેન્દ્ર આ બીલ ભરે જ્યારે કેન્દ્ર કોઈ ઉતાવળીયો નિર્ણય લેવા તૈયાર નથી કેમ કે જો કેન્દ્ર તે ચૂકવે તો અન્ય રાજ્યોમાં થતા આવા ખર્ચા પણ ચૂકવવા પડે !!
બે-બેનરજી અને વિવાદ
ભાજપના નેતા મુરલી મનોહર જોષીએ એમ કહ્યું હતું કે ટીએમસી નેતા મમતા બેનરજીએ અવિશ્વાસની દરખાસ્ત અંગે સુષ્મા સ્વરાજ પાસે ભાજપનો ટેકો માગ્યો હતો. આ નિવેદનથી વિવાદ થયો ત્યારે ભાજપના પ્રવક્તા શાહનવાજ હુસેને સ્પષ્ટતા કરી હતી કે જે બેનરજી સાથે ચર્ચાની વાત છે તે કલ્યાણ બેનરજી હતા નહીં કે મમતા બેનરજી !! કલ્યાણ બેનરજી સુષ્માના સંપર્કમાં હતા !!
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved