Last Update : 27-November-2012, Tuesday

 
 

બીજી ટેસ્ટમાં ભારતનો ૧૦ વિકેટથી શરમજનક પરાજય
ભારત ઘરઆંગણે ૩૨ વર્ષ બાદ ઈંગ્લેન્ડ સામે ૧૦ વિકેટથી હાર્યું

ભારતની બીજી ઇનિંગ ૧૪૨માં સમેટાઇ ઃ ઈંગ્લેન્ડે વિના વિકેટે ૫૭ રનનો પડકાર ઝીલ્યો
પાનેસરની મેચમાં કુલ ૧૧ વિકેટ ઃ હવે ૫ ડિસેમ્બરથી કોલકાતામાં ત્રીજી ટેસ્ટ

મુંબઇ,તા.૨૬
પાનેસરે બીજી ઇનિંગમાં છ અને ટેસ્ટમાં કુલ ૧૧ વિકેટ ઝડપતાં ઈંગ્લેન્ડે ભારતને મુંબઇમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ચોથા જ દિવસે ૧૦ વિકેટથી શરમજનક પરાજય આપતાં ચાર ટેસ્ટની શ્રેણીમાં ૧-૧થી બરોબરી મેળવી લીધી હતી. ભારતની બીજી ઇનિંગ ૧૪૨ રનમાં જ સમેટાતા ઈંગ્લેન્ડને જીતવા માટે ૫૭ રનનો આસાન પડકાર મળ્યો હતો, જેને તેઓએ વિના વિકેટે ઝીલી લીધો હતો. પીટરસનને તેની ૧૮૬ રનની નિર્ણાયક ઇનિંગ બદલ મેન ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
એક સમયે 'સ્પિનરોની ભૂમિ' તરીકે ઓળખાતા ભારતના સ્પિનરોને વામણાં સાબિત કરતાં ઈંગ્લેન્ડના પાનેસર અને સ્વોનની જોડીએ મુંબઇ ટેસ્ટમાં કુલ ૧૯ વિકેટ ઝડપી હતી. જ્યારે સ્પિનરોને રમવામાં નિષ્ણાત મનાતા ભારતના દિગ્ગજ અને અનુભવી બેટ્સમેનોને ઈંગ્લેન્ડને ચોંકાવી દેતા તેમની નબળાઇનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. પાનેસરે કુલ ૨૧૦ રનમાં ૧૧ અને સ્વોન કુલ ૧૧૩ રનમાં ૮ વિકેટ ઝડપી હતી. હવે ૫મી ડિસેમ્બરથી કોલકાતમાં ત્રીજી ટેસ્ટનો પ્રારંભ થશે.
આજે ચોથા દિવસે સવારે ગંભીર (૫૩) અને હરભજન (૧)ની જોડીએ હારના દરવાજે ઉભેલી ભારતની બીજી ઇનિંગને ૭ વિકેેટે ૧૧૭ રનના સ્કોરથી આગળ ધપાવી હતી. આજના દિવસની બીજી જ ઓવરમાં સ્વોનની બોલિંગમાં હરભજન(૬) સ્લિપમાં ટ્રોટને કેચ આપી બેઠો હતો. જે પછી ઝહીર પાનેસરનો છઠ્ઠો શિકાર બન્યો હતો અને ૧ રનના વ્યક્તિગત સ્કોર પર વિકેટકિપર પ્રાયરના હાથે કેચ આઉટ થયો હતો. ગંભીર-ઓઝાએ આખરી વિકેટમાં ૧૧ રન જોડયા હતા. આ સમયે સ્વોને ૬૫ રને રમતમાં ગંભીરને લેગબિફોર આઉટ કરતાં ભારતની ઇનિંગનો ૧૪૨ રને અંત આણ્યો હતો.
ભારતે આજે ચોથા દિવસે ગઇકાલના ૧૧૭ના સ્કોરમાં વધુ ૨૫ રન ઊમેરતાં બાકીની ત્રણ વિકેટ ગુમાવી હતી. ભારતીય ઇનિંગમાં ગંભીર (૬૫) અને અશ્વિન (૧૧) સિવાયના તમામ બેટ્સમેનો ડબલ ફિગરના સ્કોર સુધી પહોંચી શક્યા નહતા. ઈંગ્લેન્ડના સ્પિનરોએ ઔપચારિકતા પૂરી કરતાં ઈંગ્લેન્ડને જીતવા માટે ૫૭ રનનો પડકાર મળ્યો હતો અને કૂક (૧૮*) અને કોમ્પ્ટોન (૩૦*)ની જોડીએ વિના વિકેટે તેને ઝીલી લીધો હતો.
આ સાથે ઈંગ્લેન્ડની ટીમ ૩૨ વર્ષ બાદ ભારતની ધરતી પર ૧૦ વિકેટથી ટેસ્ટ જીત્યું હતુ. તેઓ છેલ્લે અંહી ફેબુ્રઆરી ૧૯૮૦માં મુંબઇના આ વાનખેડે સ્ટેડિયમમાં જ ૧૦ વિકેટથી જીત્યા હતા. જ્યારે ભારતની ધરતી પર તેઓ છેલ્લે માર્ચ ૨૦૦૬માં મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં જ ૨૧૨ રનથી જીત્યા હતા.

ભારત પ્રથમ ઈનિંગ ઃ 327

ઈંગ્લેન્ડ પ્રથમ ઈનિંગ ઃ ૪૧૩

ભારત બીજી ઇનિંગ

-

રન

બોલ

ગંભીર એલબી બો.સ્વોન

૬૫

૧૪૨

સેહવાગ કો.સ્વોન બો. પાનેસર

૦૯

૧૪

પૂજારા કો.બૈર્સ્ટોવ બો. સ્વોન

૦૬

૦૫

તેંડુલકર એલબી બો. પાનેસર

૦૮

૧૯

કોહલી કો. સબ બો.સ્વોન

૦૭

૧૩

યુવરાજ કો.બૈર્સ્ટોવ બો.પાનેસર

૦૮

૧૦

ધોની કો.ટ્રોટ બો. પાનેસર

૦૬

૧૭

અશ્વીન કો.પટેલ બો.પાનેસર

૧૧

૧૦

હરભજન કો.ટ્રોટ બો.સ્વોન

૦૬

૦૫

ઝહીર કો.પ્રાયર બો.પાનેસર

૦૧

૧૧

ઓઝા અણનમ

૦૬

૧૯

વધારાના (લેગબાય ૩, બાય ૬)

૦૯

 

 

 

કુલ ૪૪.૧ ઓવરમાં ઓલઆઉટ

૧૪૨

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૩૦ (સેહવાગ ૭.૫), ૨/૩૭ (પૂજારા ૮.૫), ૩/૫૨ (તેંડુલકર, ૧૫.૩), ૪/૬૫(કોહલી, ૨૦.૨), ૫/૭૮ (યુવરાજ, ૨૩.૧), ૬/૯૨ (ધોની, ૨૭.૩), ૭/૧૧૦ (અશ્વીન, ૩૧.૪), ૮/૧૨૮ (હરભજન ૩૪.૪) ૯/૧૩૧ (ઝહીર ૩૭.૪), ૧૦/૧૪૨ (ગંભીર ૪૪.૧)બોલિંગ ઃ એન્ડરસન ૪-૧-૯-૦, પાનેસર ૨૨-૩-૮૧-૬, સ્વોન ૧૮.૧-૬-૪૩-૪.

ઈંગ્લેન્ડ બીજી ઇનિંગ

-

રન

બોલ

કૂક અણનમ

૧૮

૩૦

કોમ્પ્ટોન અણનમ

૩૦

૨૮

વધારાના (લેગબાય ૨, બાય ૮)

૧૦

 

 

 

કુલ ૯.૪ ઓવરમાં વિના વિકેટે

૫૮

 

 

 


બોલિંગ ઃ અશ્વિન ૩.૪-૦-૨૨-૦, ઓઝા ૪-૦-૧૬-૦, હરભજન ૨-૦-૧૦-૦.

 

 

૧૯૮૦માં ઈંગ્લેન્ડે મુંબઇ ટેસ્ટ ૧૦ વિકેટથી જીતી હતી
મુંબઇ,તા.૨૬
ઈંગ્લેન્ડે છેલ્લે ભારતની ધરતી પર ૧૯૮૦માં ૧૦ વિકેટથી ટેસ્ટ જીતી હતી અને તે વિજય તેમને મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં જ મળ્યો હતો. ગોલ્ડન જ્યુબીલી ટેસ્ટ તરીકે ઓળખાયેલી તે એકમાત્ર ટેસ્ટ હતી, જે૧૫ થી ૧૯ ફેબ્રુઆરી,૧૯૮૦માં રમાઇ હતી. વિશ્વનાથની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમને માઇક બ્રેયરલીની આગેવાનીવાળી ઈંગ્લિશ ટીમે ચોથા દિવસે ૧૦ વિકેટથી પરાજય આપ્યો હતો. બોથમ આ ટેસ્ટમાં છવાયેલો રહ્યો હતો તેણે પ્રથમ ઇનિંગમાં ૬ અને બીજી ઇનિંગમાં ૭ વિકેટ ઝડપી હતી અને ૧૧૪ રન પણ ફટકાર્યા હતા. ભારત તરફથી પ્રથમ ઇનિંગમાં ગાવસ્કરે ૪૯ અને બીજી ઇનિંગમાં કપિલ દેવે ૪૫* રન કર્યા હતા. જ્યારે કરસન ઘાવરીએ પાંચ વિકેટ ઝડપી હતી.

ઘરઆંગણાંની ૧૨ ટેસ્ટમાં અજેય રહેવાનો ભારતનો રેકોર્ડ તુટયો
મુંબઇ,તા.૨૬
ઈંગ્લેન્ડે ભારતને મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ૧૦ વિકેટથી પરાજય આપતાં શ્રેણીમાં ૧-૧થી બરોબરી મેળવી લીધી હતી. આ સાથે ઘરઆંગણે છેલ્લી ૧૨ ટેસ્ટમાં અજેય રહેવાનો ભારતનો રેકોર્ડ તુટી ગયો હતો.ભારત છેલ્લે હોમગ્રાઉન્ડ પર ફેબુ્રઆરી,૨૦૧૦માં સાઉથ આફ્રિકા સામેની નાગપુર ટેસ્ટમાં ઇનિંગ અને ૬ રનથી હાર્યું હતુ. જે પછી રમાયેલી ૧૨ ટેસ્ટમાંથી ૯માં ભારત જીત્યું હતુ અને ૩ ડ્રો થઇ હતી.

૧૧ વર્ષ બાદ હોમગ્રાઉન્ડ પર શરમજનક હાર
ભારતનો હોમગ્રાઉન્ડ પર ૧૧ વર્ષ બાદ ૧૦ વિકેટે શરમજનક પરાજય થયો હતો. ભારતને છેલ્લે ઘરઆંગણે ૧૦ વિકેટથી પરાજય ઓસ્ટ્રેલિયાએ આપ્યો હતો. આ પરાજય ભારતને ફેબુ્રઆરી,૨૦૦૧માં ઓસ્ટ્રેલિયાએ મુંબઇના આજ મેદાન પર આપ્યો હતો. તે મેચમાં સ્ટીવ વોની કેપ્ટન્સી હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે ગાંગુલીની કેપ્ટન્સી વાળી ભારતીય ટીમને ત્રીજા જ દિવસે પરાજય આપ્યો હતો.

દ્રવિડ બાદ સેહવાગની સિધ્ધિ કડવી બની
ઈંગ્લેન્ડે દ્રવિડ બાદ સેહવાગની ૧૦૦મી ટેસ્ટની સિધ્ધિને કડવી યાદ સાથે જોડી દીધી હતી. ઈંગ્લેન્ડે ભારતની ધરતી પર છેલ્લે માર્ચ,૨૦૦૬માં મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ટેસ્ટ ૨૧૨ રનથી જીતી લીધી હતી. આ ટેસ્ટ દ્રવિડની કારકિર્દીની ૧૦૦મી ટેસ્ટ હતી. જ્યારે હાલમાં રમાયેલી મેચ સેહવાગની ૧૦૦મી ટેસ્ટ હતી, જે પણ યાદ કરવા જેવી રહી નથી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved