Last Update : 27-November-2012, Tuesday

 

સંસદ પરના હુમલાનો દોષિત આતંકવાદી
અફઝલ ફાંસીના માચડેથી માત્ર ૨૦ મીટર જ દૂર છે

કસાબને ફાંસી થયાનું સાંભળી અફઝલ અશાંત દેખાય છે અને ગંભીર થઇ ગયો છે

નવી દિલ્હી, તા. ૨૬
આતંકવાદી અજમલ કસાબને ફાંસી અપાયા પછી સંસદ પરના હુમલાના દોષિત આતંકવાદી અફઝલ ગુરુને ફાસી આપવાની ચર્ચા શરૃ થઇ ગઇ છે. હાલમાં તિહારની ત્રણ નંબરની જેલમાં રહેલો અફઝલ ફાંસીના માચડેથી માત્ર ૨૦ મીટર દૂર જ કેદ છે. તે ફાસી કોઠી કેમ્પસમાં જ છે. આમ આ અંતર ક્યારે પૂરું થશે તેની રાહ જોવામાં આવી રહી છે.
અફઝલ પર નજર રાખવા માટે રાત દિવસ ૫૦ જેટલાં જવાન તેના સેલ અને વૉર્ડની બહાર તૈનાત છે. જોકે જ્યારથી તેણે કસાબની ફાસીની સજાની વાત સાંભળી છે ત્યારથી તે પોતે થોડોક અશાંત થઇ ગયો છે. જોકે આ મામલામાં તે કોઇની સાથે વાત કરતો નથી. તેને જે સેલમાં રાખવામાં આવ્યો છે તેની લંબાઇ ૧૬ ફૂટ અને પહોળાઇ ૧૨ ફૂટ છે. જેને જે જમવાનું આપવામાં આવે છે તેની ચકાસણી ત્યાં ફરજ પર હાજર ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ જાતે ખાઇને કરે છે. તેની સલામતી માટે તમિલનાડુ સ્પેશિયલ પોલીસ (ટીએમસી), આઇટીબીપી, સીઆરપીએફ અને જેલના જવાનોને ગોઠવવામાં આવ્યા છે. જેમાંથી જ્યાં તે કેદ છે તે સેલની બહાર જ આઠ જવાન તૈનાત રહે છે.
થોડાક જવાનો જેલ નંબર-૩ની બહાર ઉભેલા વાહનમાં હોય છે. તેમાંથી મોટાભાગના જવાનો અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ હોય છે. અફઝલને કોઇ નુકસાન ન થાય કે તેના ફરાર થવાની મુરાદ બર ન આવે તે માટે આ જવાનોને ગોઠવવામાં આવ્યા છે.
સૂત્રોએ જણાવ્યું છે કે થોડાક સમય પહેલા ભારતીય ગુપ્તચર એજન્સીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી રો મારફત જાણવા મળ્યું હતું કે તિહાર જેલમાં અફઝલનું મોત થઇ ગયું છે. હકીકત જાણવા માટે ભારતીય ગુપ્તતર સંસ્થાએ તે વખતે જેલના ડીજીને ફોન કર્યો હતો. ડીજીએ તરત જ રાત્રે બે કલાકે જેલ નંબર-૩ના સુપરિન્ટેન્ડેન્ટને ઊઘમાંથી ઉઠાડીને તેમને અફઝલની સ્થિતિ જાણવાની સૂચના આપી હતી.
સુપરિન્ટેન્ડેન્ટે અફઝલ પર આ જાહેર ન થવા દીધું કે તેઓ રાત્રે તેની પાસે કેમ આવ્યા છે ? તેઓ અફઝલ સાથે થોડીક વાત કરીને પાછા જતા રહ્યા હતા. આ રિપોર્ટ તેમણે ડીજીને, ડીજીએ ભારતીય ગુપ્તચર સંસ્થા અને સંસ્થાએ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા રોને મોકલાવીને જણાવ્યું કે અફઝલ જીવતો છે અને એકદમ સ્વસ્થ છે.
હવે કસાબના મોત બાદ તે મોટાભાગે એકદમ શાંત રહે છે. તે જેલના કાયદા-કાનૂનનું પાલન કરે છે. તે દૂધ પીવાનું પસંદ છે. તેના સેલની બહાર જ એક પાર્ક છે. તેમાં તે રોજ સવાર-સાંજ ફરતો હોય છે. પાર્કના એક ખૂણામાં ફાસીનો માચડો છે. અફઝલ હિંદી વાંચી લે છે. પરંતુ તેને બોલવામાં મુશ્કેલી પડે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved