Last Update : 27-November-2012, Tuesday

 

ઉત્તરપ્રદેશ ઉપરાંત હરિયાણા, પંજાબના અનેક ટોચના નેતાઓ પોન્ટીના મળતિયા
પોન્ટીને રાજકારણીઓ સાથે ઘરોબો કેળવીને ફાયદો કમાતા આવડતું હતું

નેતાઓના સંતાનોને વૈભવી બાઈક કે કાર ભેટ આપીને પગપેસારો કરવાનો કિમિયો

કુખ્યાત પોન્ટી ચઢ્ઢા મર્ડર કેસમાં નીતનવા ફણગા ફૂટી રહ્યા છે અને ઉ.પ્ર. લઘુમતિ મોરચાના અધ્યક્ષ ઈશ્વરસિંહ નામધારીની ધરપકડ થઈ છે ત્યારે અનેક ઉચ્ચસ્તરિય રાજકારણીઓ સાથે પોન્ટીની ઘનિષ્ઠ સાંઠગાંઠ હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી રહી છે. સિંગચણા અને નમકિન વેચતા મામૂલી વેપારીમાંથી ગણતરીના વરસોમાં પોન્ટીએ રૃ. ૬૦૦૦ કરોડની સંપત્તિ એકઠી કરીને સૌની આંખો અચંબિત કરી દીધી હતી. દરમિયાન, મિલકતના વિવાદમાં દસ દિવસ પૂર્વે સગા ભાઈના હાથે તે માર્યો ગયો હતો.
* નેવુના દશકમાં ઉત્તરપ્રદેશમાં જ્યારે મુલાયમસિંહ યાદવ મુખ્યપ્રધાન પદે હતા ત્યારે તેમણે ડી.પી. યાદવ અને રાજા ભૈયા જેવા માફિયાઓને કાબૂમાં રાખવા માટે પોન્ટી ચઢ્ઢાને બળ આપ્યું હતું. પહેલી જ વાર સત્તા સાથેની નજદીકીનો સ્વાદ ચાખ્યા પછી પોન્ટીએ કદી પાછું ફરીને જોયું નહિ. ઉત્તરપ્રદેશ ઉપરાંત પંજાબ, દિલ્હી, હરિયાણા અને ઉત્તરાખંડના ટોચના રાજકારણીઓ સાથે વ્યાપક સંબંધો કેળવીને તેણે અબજો રૃપિયા ભેગા કર્યા.
* મુલાયમ સાથે પોન્ટીને એવી ઘરવટ હતી કે મુલાયમના ભાઈ શિવપાલના પુત્રનું મેરેજ રિસેપ્શન લખનૌથી ૧૮ કિલોમીટર દૂર જે ફાર્મહાઉસ ખાતે યોજાયું હતું એ ફાર્મહાઉસ પોન્ટીની માલિકીનું હતું. મહેમાનોને રિસેપ્શન સ્થળ સુધી લાવવા-મૂકવા માટે પોન્ટીએ જ ૩૦ લક્ઝરિયસ બસનો કાફલો ભાડે રાખ્યો હતો તેમજ રિસેપ્શનનો તમામ ખર્ચ તેણે ભોગવ્યો હતો એવી વિગતો જે-તે સમયે ઉત્તરપ્રદેશના માધ્યમોમાં ચમકી હતી.
* મુલાયમ સાથેની પોન્ટીની સાંઠગાંઠ અંગે વિધાનસભામાં અનેકવાર દેકારો મચાવનાર માયાવતી સાથે ય પોન્ટીએ એવી નજદીકી કેળવી લીધી હતી. ચૂંટણીમાં માયાવતીના ૨૦ ઉમેદવારોનો તમામ બિનહિસાબી ચૂંટણીખર્ચ પોન્ટીએ ચૂકવ્યો હોવાનું કહેવાય છે. બદલામાં, માયાવતીએ સત્તા મેળવ્યા પછી પોન્ટીને સાવ પાણીના ભાવે ૧૧ જેટલી સરકારી સુગર મિલોના પરવાના આપી દીધા હતા.
* માયાવતી સાથેના સંબંધોને લીધે પોન્ટીએ રિઅલ એસ્ટેટમાં ય મોટો કારોબાર જમાવ્યો હતો. આજે ગ્રેટર નોઈડા, ગુડગાંવ, ગાઝિયાબાદ અને મુરાદાબાદની ઘણીખરી મોકાની સરકારી જમીન પર પોન્ટીનો કબજો છે એ માયાવતી સાથેની મીલિભગતને લીધે હોવાનું કહેવાય છે.
* ગત વર્ષે માયાવતીને પરાસ્ત કરીને ફરીથી સમાજવાદી પાર્ટીની સરકાર બની અને અખિલેશે સત્તા સંભાળી ત્યારે પોન્ટીની લાલિયાવાડી બંધ થઈ જશે એવું મનાતું હતું પરંતુ ભેદી કારણોથી અખિલેશે પણ માયાવતીના શાસનમાં પોન્ટીને મળેલા પરવાના બહાલ રાખ્યા હતા. એ વખતે એવું કહેવાતું હતું કે પોન્ટીના મહત્વાકાંક્ષી વેબ સિનેપ્લેક્સ પ્રોજેક્ટમાં મુલાયમ પરિવારના ઉમેશ યાદવને ભાગીદાર બનાવીને તેમને મનાવી લીધા હતા.
* ઉત્તરપ્રદેશ ઉપરાંત પંજાબમાં પોન્ટીના ગોડફાધર તરીકે કોંગ્રેસના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંઘનું નામ ઘણી વખત ખરડાયું છે. આ ઉપરાંત અકાલીદળના તવલિનસિંઘ રૈવર, કોંગ્રેસના રાજિન્દરકૌર ભટ્ટલ પણ પોન્ટી સાથે વ્યવસાયિક હિતોથી જોડાયા હતા. ગુડગાંવમાં પોન્ટીએ ખડા કરેલા વૈભવી મોલમાં અમરિન્દરસિંઘનું રોકાણ હોવાનું પણ કહેવાય છે.
* હરિયાણામાં મુખ્યમંત્રી ભુપિન્દરસિંઘ હુડા સાથેની પોન્ટીની સાંઠગાંઠ ખૂબ જાણીતી છે. નેતાલોગના સંતાનોને પીગળાવીને ઘરોબો કેળવવાની પોન્ટીની મોડસ ઓપરેન્ડી હુડા સાથે પણ કામિયાબ નીવડી હતી. હુડાના પૌત્ર નયનેશને પોન્ટીએ ૧૮ લાખની કિંમતનું હાયાબુસા પાવર બાઈક ભેટ આપ્યું હોવાનું કહેવાય છે. હુડાના રાજકીય પ્રતિસ્પર્ધી રણબિરસિંઘ ઉપરાંત સૌથી મોટી ખાપ પંચાયતના અધ્યક્ષ અજીતસિંઘ પણ પોન્ટીના વ્યવસાયિક ભાગીદાર હોવાની ચર્ચા થઈ રહી છે.

મામુલી વેપારીમાંથી પોન્ટીએ આટલા ધંધા વિકસાવ્યા
* શરાબના ધંધામાં અપાર સંપત્તિ ઉસેટયા પછી પોન્ટીએ અનેક ધંધામાં પગપેસારો કર્યો હતો અને રાજકીય સંબંધોની ઓથ હેઠળ અફસરશાહીને પ્રભાવિત કરીને અબજો રૃપિયા કમાયો હતો.
* નોએડા, કૌસંબી, લખનૌ, લુધિયાણા, મુરાદાબાદ, દિલ્હીમાં મોકાની જગ્યાએ પોન્ટીના વેબ સિનેપ્લેક્સ નામના મલ્ટિપ્લેક્સ થિયેટર અને વૈભવી શોપિંગ મોલની ચેઈન છે.
* વેબ સિટીના બેનર હેઠળ પોન્ટીએ મોહાલી, ચંડીગઢ, લુધિયાણા, ગુડગાંવ, ગ્રેટર નોઈડા, જયપુર વગેરે શહેરોમાં મસમોટી રેસિડેન્શિયલ ટાઉનશીપની સ્કિમ મૂકેલી છે.
* પાવર અને સુગર સેક્ટરમાં ય પોન્ટીનો દબદબો હતો. ઉત્તરપ્રદેશમાં ૧૧ સુગર મિલો તેની કંપનીની છે જ્યારે ગાઝિયાબાદ ઉપરાંત પંજાબમાં ત્રણ સ્થળે દસૈયા, ગુરુદાસપુર અને જલંધરમાં તેની પાવર પ્રોડક્શન કંપની છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved