Last Update : 27-November-2012, Tuesday

 

જનતાના રૃપિયાનો વેડફાટ
સતત ત્રીજા દિવસે સંસદમાં રાજકીય પક્ષોની ધાંધલથી કામકાજ સ્થગિત

સપાએ અનામતના મુદ્દે રાજ્યસભા ગજવી લોકસભામાં એફડીઆઇ-સિલિન્ડરના મુદ્દે તોફાન

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૬
મતની જોગવાઇ ધરાવતા નિયમ હેઠળ એફડીઆઇ મુદ્દે ચર્ચા કરાવવા પર વિપક્ષ અડગ રહેતા સતત ત્રીજા દિવસે એફડીઆઇ મુદ્દે સંસદની કાર્યવાહીને સ્થગિત કરવાની ફરજ પડી હતી. લોકસભામાં એફડીઆઇ મુદ્દે થયેલા હોબાળાને કારણે કોઇ કાર્યવાહી થઇ શકી ન હતી. રાજ્યસભામાં સરકારી નોકરીઓમાં એસ.સી અને એસ.ટી.ને પ્રમોશન આપવાનાં મુદ્દે યુપીએ સરકારને બહારથી સમર્થન આપી રહેલ સમાજવાદી પાર્ટી દ્વારા હોબાળો કરવામાં આવતાં કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી.
સંસદના બંને ગૃહોમાં આજે ૨૦૦૮નાં મુંબઇ હુમલાને ચાર વર્ષ પૂર્ણ થવા પર મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
લોકસભાની કાર્યવાહી એક વખત સ્થગિત થયા પછી બપોરે ફરીથી શરૃ કરવામાં આવી હતી પરંતુ ફરીથી એફડીઆઇ મુદ્દે હોબાળો થતા સમગ્ર દિવસ માટે કાર્યવાહી મોકૂફ કરી દેવામાં આવી હતી.
રાજ્યસભામાં આવા જ પરિસ્થિતિ જોવા મળી હતી. અનામત મુદ્દે સપા દ્વારા હોબાળો કરવામાં આવતા સમગ્ર દિવસ માટે કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી.
એફડીઆઇ મુદ્દે ભાજપના સભ્યો ઊભા થઇ ગયા હતા અને એફડીઆઇ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, એઆઇડીએમકે, ટીડીપી અને સીપીઆઇનાં સભ્યો પણ અધ્યક્ષની ખુરશી તરફ ધસી આવ્યા હતા. તૃણુમૂલ કોંગ્રેસનાં સભ્યાએે રિટેલમાં એફડીઆઇનો નિર્ણય પરત લેવાની અને સબસિડીયુક્ત સિલિન્ડરની સંખ્યા વધારી ૨૪ કરવાની માંગ કરી હતી.
'ટુજી મેં આકાશ ગયા, કોલ બ્લોક મંે પાતાલ, ધરતી ગઇ ડૂબઇ મેં , અબ જાયેગી ભ્રષ્ટ સરકાર' જેવા સૂત્રોચ્ચાર તૃણમૂલ દ્વારા કરવામાં આવ્યા હતાં. આ સુત્રોચ્ચારનો અર્થ થાય છે કે ૨-જી, કોલ બ્લોક અને જમીનની ફાળવણીમાં ભ્રષ્ટાચાર આચરનાર સરકારનો જવાનો સમય આવી ગયો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved