Last Update : 27-November-2012, Tuesday

 

આ સંસદ ચાલતી કેમ નથી?
ગત ચોમાસુ સત્ર ધોવાયા બાદ શિયાળુ સત્ર પણ થીજી જાય એવા અણસાર

એક દિવસની કામગીરીનો ખર્ચ ૧ કરોડ ૭ લાખ રૃપિયા ઃ મહત્ત્વના બિલ અધ્ધરતાલ

નવી દિલ્હી, તા. ૨૬
ગયા ગુરુવારથી શરૃ થયેલા સંસદના શિયાળુ સત્રમાં આજે સોમવારે સતત ત્રીજા દિવસે પણ કામકાજ બંધ રહ્યું રોજ સવારે રાબેતા મુજબ સંસદનું કામ શરૃ થતા જ હોબાળો થાય છે. બંને ગૃહોમાં શોરબકોર વ્યાપી જાય છે. શિયાળુ સત્રના પહેલા ત્રણ દિવસોમાં આપણી સંસદમાં જે દૃશ્યો જોવા મળે છે એથી તો દેશની જનતા સમક્ષ એવો સવાલ ખડો થાય છે કે શું દેશની જનતાએ ચૂંટીને દેશ ચલાવવા માટે સંસદમાં મોકલેલા આ સાંસદોને ખરેખર દેશ માટે જરૃરી હોય એવી કામગીરી કરવામાં રસ છે ખરો?
એવું નથી કે અગાઉ સંસદમાં ધાંધલ ધમાલ સર્જાતી નહોતી. પરંતુ છેલ્લાં થોડા વર્ષોથી સંસદમાં જે દૃશ્યો જોવા મળે છે. એનો જોટો જડવો મુશ્કેલ છે. જોવા જોઈ શકે એ માટે સંસદની કાર્યવાહીનું ટીવી ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. દેશના નાગરિકોને પણ દરેક મહત્ત્વના મુદ્દે સંસદમાં હોબાળો મચવો એ સામાન્ય બાબત બની ગઈ છે. લોકપાલ જેવા અગત્યના મુદ્દે પણ શાસક પક્ષ અને વિપક્ષો વચ્ચે એકમત સધાઈ શકતો નથી. સંસદનું પાછલું ચોમાસુ સત્ર આખુ કોઈ કામગીરી વગર ધોવાઈ ગયું. જ્યારે મોકો મળ્યો ત્યારે મોટા પક્ષોએ સંસદને જાણે કે બાનમાં લઈ લીધી. નોંધવા જેવી વાત એ છે કે વિપક્ષમાં એનડીએ છે એ ૧૪મી અને ૧૫મી લોકસભામાં સંસદમાં સૌથી વધારે ધાંધલ સર્જાઈ છે.
આંકડાઓ તરફ જોઈએ તો વિરોધપક્ષોના હોબાળાને કારણે સંસદનો મોટો સમય બરબાદ થયો છે. ૧૧મી લોકસભામાં સંસદની કામગીરીનો ૫ ટકા સમય ધાંધલ ધમાલના કારણે બરબાદ થયો. ૧૨મી લોકસભામાં ૧૦ ટકા સમય વ્યર્થ ગયો અને ૧૩મી લોકસભામાં આશરે ૨૦ ટકા સંસદીય કામગીરીનો સમયનો ધાંધલમાં ભોગ લેવાઈ ગયો. ગઈ ૧૪મી લોકસભામાં ૩૮ ટકા સમયની બરબાદી થઈ અને વર્તમાન લોકસભાના હાલ તો એથીય ખરાબ થાય એવા અણસાર છે.
ગયા વર્ષે સંસદની કામગીરી માત્ર ૭૩ દિવસ એટલે કે ૮૦૦ કલાક જ ચાલી. આ ૭૩ દિવસોમાં પણ ૩૦ ટકા સમય હોબાળાઓ પાછળ બરબાદ થયો. એ દરમિયાન કુલ ૫૪ ખરડા પસાર થવાના હતા. પરંતુ માત્ર ૨૮ ખરડા જ પસાર થઈ શક્યા. વર્ષ ૨૦૧૨ની શરૃઆત સારી રહી અને માર્ચથી મે વચ્ચે બજેટ દરમિયાન ૧૨ ખરડા પસાર થયા અને ૧૭ નવા ખરડા સંસદમાં રજૂ થયા. પણ આ ચિત્ર લાંબો સમય ન ટક્યું.
ચોમાસુ સત્રમાં વળી પાછી સંસદની એ જ રફતાર ચાલુ થઈ ગઈ. આ ચોમાસુ સત્ર આઠ ઓગસ્ટથી શરૃ થઈને સાતમી સપ્ટેમ્બર સુધીનું હતું. પરંતુ પૂરા સત્રમાં ૭૫ ટકા કામગીરી નિષ્ફળ ગઈ. ચોમાસુ સત્રમાં નવા ૭૫ બિલ રજૂ કરવાના હતાં. પરંતુ માત્ર ૪ બિલ જ રજૂ થઈ શક્યા અને ૧૦૦થી વધારે બિલ હજુ પેન્ડિંગ છે.
સંસદની કામગીરી ઠપ થવાથી સૌથી મોટું નુકસાન તો દેશ અને દેશના પ્રજાજનોનું થાય છે. સંસદની એક દિવસની કામગીરીનો ખર્ચ રૃપિયા એક કરોડ અને સાત લાખનો થાય છે. જે જોતાં પ્રત્યેક મિનિટ દીઠ રૃપિયા છત્રીસ હજાર અને પ્રતિ કલાક દીઠ એકવીસ લાખ રૃપિયાનો ખર્ચ થાય છે. હવે વિચાર કરો કે દિવસોના દિવસો સુધી સંસદની કામગીરી જ ચાલે તો દેશને માથે કેટલો ખર્ચ આવે.
ગયા અઠવાડિયાથી શરૃ થયેલા સંસદના શિયાળુ સત્રમા લોકપાલ બિલ, પેન્શન બિલ અને ખાદ્ય સુરક્ષા બિલ સહિતના ઘણા મહત્ત્વપૂર્ણ ખરડા પસાર કરવાના છે. પરંતુ સંસદમાં ચાલી રહેલ હોબાળાને જોતા કેટલા ખરડા કાયદા બને છે અને દેશની જનતાને એનો લાભ મળે છે એ સ્પષ્ટ નથી.

ક્યા ક્યા મુદ્દે સંસદ ખોરવાઈ ?
મોંઘવારી ઃ બજેટસત્ર દરમિયાન મોંઘવારીના મુદ્દે સંસદમાં ખાસો હોબાળો થયો. મોંઘવારીના મુદ્દે વિપક્ષોએ સરકારનો ભારે વિરોધ કર્યો.
બઢતી બિલ ઃ ચોમાસુ સત્રમાં ઉત્તરપ્રદેશમાં સરકારી નોકરીઓમાં બઢતીમાં અનામતના મુદ્દે સંસદના બને ગ્રહોમાં ભારે ધાંધલ ધમાલ થઈ.
કાર્ટૂન વિવાદ ઃ ડો. ભીમરાવ આંબેડકરનું ૧૯૫૨મા બનેલું એક કાર્ટૂન એક દૈનિકમાં પ્રગટ થતા સાંસદોએ સંસદમાં ભારે હોબાળો મચાવ્યો.
કોલ બ્લોક ફાળવણી ઃ ઓગષ્ટમાં કેગના કોલ બ્લોકની ફાળવણીના અહેવાલના પગલે ભાજપે વડાપ્રધાનના રાજીનામાની માંગ સાથે સંસદ ચાલવા ન દીધી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved