Last Update : 27-November-2012, Tuesday

 

લગ્નસરા ટાંકણે સોનું ઉછળતાં મોસમી માંગને ફટકો
સોનામાં વિક્રમ તેજીએ વેગ પકડતાં રૃ.૩૨૯૫૦નો નવો રેકોર્ડ સર્જાયો

સંસદમાં કામગીરી ખોરવાતાં રૃપિયો તૂટયો અને તેના પગલે સોનાની ઈમ્પોર્ટ કોસ્ટ આસમાને પહોંચી ઃ હવે ડયુટી વધવાની ભીતી!

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૬
દેશમાં લગ્નસરાના આરંભ સાથે ઝવેરીબજારોમાં તેજીનું વાવાઝોડું ફૂંકાતા આજે સોનામાં નવો રેકોર્ડ સર્જાઈ ગયો હતો અમદાવાદમાં આજે સોનાના ભાવો વધુ રૃ.૧૫૦ ઉછળી રૃ.૩૨૯૫૦ બોલાયા હતા સામે દિલ્હી ઝવેરી બજારમાં પણ ભાવો રૃ.૧૦૦ વધી રૃ.૩૨૯૫૦ની ઓલ ટાઈમ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યાના સમાચારો હતા., અગાઉ ચાલુ ર્વર્ષે ૧૪મી સપ્ટેમ્બરે સોનામાં રૃ.૩૨૯૦૦નો રેકોર્ડ થયો હતો જે આજે તૂટી જતાં નવો રેકોર્ડ સર્જાયો હતો.
મુંબઈમાં આજે સોનાના ૯૯.૯૦ના ભાવો વધુ રૃ.૧૫૫ વધી રૃ.૩૨૬૪૦ બોલાયા હતા. જયારે સોનાના ૧૦ તોેલાના બિસ્કિટના ભાવો આજે મુંબઈમાં રૃ.૧૫૦૦ વધી રૃ.૩૮૧૦૦૦ બોલાયા હતા. બજાર જે રીતે વધી રહી છે એ જોતાં ૨૦૧૨ના અંત સુધીમાં બિસ્કિટના ભાવો ચાર લાખ રૃપિયા થઈ જાય તો નવાઈ નહિં એવું જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વ બજાર વધતાં તથા રૃપિયા સામે ડોલર વધતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ આસમાને પહોંચી છે અને તેના પગલે હાજર બજારમાં આવકો ટાંચી રહેતા સોનામાં ઉંચા ભાવો છતાં નવી વેચવાલી છૂટીછવાઈ રહ્યાનું બુલીયન ટ્રેડરોએ જણાવ્યું હતું. સોના પાછળ ચાંદી પણ ઉછળતી રહી છે. મુંબઈમાં આજે ચાંદી ૯૯૯ કિલોના રૃ.૪૦૦થી વધુ વધી રૃ.૬૪૪૦૦ બોલાઈ હતી દિલ્હી બજારમાં હાજર ચાંદી સામે વિકલી ડિલીવરીના ભાવોમાં રૃ.૬૬૦નું પ્રીમિયમ બોલાઈ રહ્યું હતું !
વિશ્વ બજારમાં જર્મનીના આર્થિક આંકડાઓ ગયા સપ્તાહે સારા આવતા તથા ગ્રીસને દેવામાંથી બહાર લાવવા ચક્રોે ગતિમાન બનતાં વૈશ્વિક સ્તરે ડોલર સામે યુરો ઉંચકાતા તથા સેન્ટ્રલ બેંકોની ખરીદી વધતાં વિશ્વ ેબજારમાં સોનાના ઔંશના ભાવો ૧૭૫૦ ડોલરની સપાટી પાર કરી ૧૭૫૧.૫૦થી ૧૭૫૨ ડોલર બોલાયાના નિર્દેશો હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવો પણ વધી ૩૪ ડોલરને પાર કરી ૩૪.૧૫થી ૩૪.૧૬ ડોલર રહ્યા હતા ઘરઆંગણે એફડીઆઈ પ્રશ્ને સંસદમાં શિયાળુ સત્રના આરંભથી વિરોધ પક્ષોનું તોફાન શરૃ થતાં આર્થિક સુધારાઓ અટવાઈ જવાની શક્યતા વચ્ચે ઘરઆંગણે ડોલર સામે રૃપિયો તૂટયો છે. અને તેના કારણે સોનાની ઈમ્પોર્ટ કોસ્ટ વધી છે. આજે મુંબઈના ફોરેક્સ બજારમાં ડોલરના ભાવો ઉછળી રૃ.૫૫.૯૧ થઈ છેલ્લે રૃ.૫૫.૭૪ આસપાસ બોલાઈ રહ્યા હતા.
લગ્નસરા વખતે જ ભાવો વધતાં સોનામાં મોસમી માંગને ફટકો પડયો છે. હવે ગ્રાહકો નવું સોનું ખરીદવાના બદલે જુના દાગિના તોડાવી તેમાંથી જ નવા દાગીના બનાવતા થયા છે. મુંબઈમાં ઘણી દુકાનોમાં આજે જૂના સોનામાં નફારૃપી માલ વેંચવા પણ વધુ લોકો બજારમાં આવી રહ્યાના સમાચારો હતા.
સોનાની આયાત વધતાં ભારતમાં નિકાસ સામે આયાતના આંકડાઓ વધી જતાં ચૂકવણીની તુલા (બેલેન્સ ઓફ પેમેન્ટ) પ્રતિકૂળ બની છે એ જોતાં સોનાની આયાતને ઘટાડવા કેન્દ્ર સરકાર વિવિધ પગલાઓ વિચારતી થઈ છે. આવા સંજોગોમાં સોનાની ઈમ્પોર્ટ ડયુટી વધારી દેવામાં આવે એવી શક્યતા પણ ઓ બજારના જાણકારોમાં ચર્ચાઈ રહી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved