Last Update : 27-November-2012, Tuesday

 

અમદાવાદમાં સીટીએમથી જોગેશ્વરીના ૧ કિમી રોડ ઉપર મોડી રાતે
બે બાઇકસવારનો આતંક ઃ છ પર છુરાબાજી ઃ એકનું મોત

માત્ર ૨૦ મિનિટમાં બનેલી ઘટના ઃ આધેડને પગમાં છરો ભોંકી દેતાં મોત ઃ એક બાઇક તથા સાઇકલચાલક આબાદ બચ્યા

અમદાવાદ, તા.૨૬
ઠંડીને પગલે વહેલા સુમસામ થઇ જતા જાહેર માર્ગો પર રાતે બાઇકસવાર બે નશાખોરોએ એકલદોકલ પસાર થતા છ રાહદારીઓને પગમાં છરા ભોંકી દીધા હોવાની ચોંકવનારી ઘટના અમરાઇવાડી વિસ્તારમાં બની છે. ભોગ બનેલા છ નિર્દોષ લોકો પૈકી એક આધેડનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. સી.ટી.એમ ચાર રસ્તાથી માંડીને અમરાઇવાડીના જોગેશ્વરી રોડ ઉપરના માત્ર એક કિ.મી વિસ્તારમાં રાતે ૧૨.૧૫થી ૧૨.૩૫ એમ ૨૦ મિનિટમાં હુમલાખોરોએ છૂરાબાજી કરી ભયનો માહોલ સર્જ્યો હતો. સદનસીબે આ હુમલાખોરોના આતંકથી નેશનલ હાઇવે ૮ પર એક બાઇકચાલક તથા જોગેશ્વરી રોડ પર એક સાયકલ ચાલકનો આબાદ બચાવ થયો હતો. વટવા જીઆઇડીસીના હનુમાન નગરમાં રહેતા અને રેલવેમાં નોકરી કરતા આનંદ ઉમાચરણ શર્મા (ઉં.૨૬) રવિવારની રાતે ૧૨.૧૫ વાગ્યે સી.ટી.એમ ચાર રસ્તા પર બનેલા ડબલ ઓવરબ્રિજ નીચે ઉભા હતા. દરમિયાન ૪૫૧૫ નંબરની એક કાળા રંગની બાઇક પર બે શખ્સ એકાએક તેમની નજીક ધસી આવ્યા હતા. આનંદભાઇ કંઇ સમજે તે પહેલા જ બાઇકની પાછળ બેઠેલો શખ્સ બાઇક પરથી ઉતરી દોડીને તેમની નજીક આવ્યો હતો અને પગના સાથળના ભાગે છરાનો ઘા ઝીંકી પરત બાઇક પર બેસી જતા બન્ને બાઇક પર ભાગ્યા હતા.
આ ઘટનાનાં માત્ર ૫૦ મિટર દુર હાઇવે પર આવેલી અમીઅખંડઆનંદ સોસાયટીમાં રહેતા કાળીદાસભાઇ દેવજીભાઇ પટેલ તેમના વસ્ત્રાલની જીવન જ્યોત સંસ્કૃત સ્કૂલમાં શિક્ષક એવા ભાણેજ જમાઇ અંબાલાલ ઉર્ફે રમેશભાઇ મુળજીભાઇ પટેલ (ઉં.૫૨, રહે.ન્યુ ગજેન્દ્રનગર, અજય ટેનામેન્ટ, વસ્ત્રાલ) સાથે સોસાયટીના ગેટ બહાર ઉભા હતા. દરમિયાન આનંદ શર્મા પર હુમલો કરીને આવેલા બાઇક સવારોએ 'તું અહીંયા શુ કરે છે?' કહી બાઇક પર પાછળ બેઠેલા શખ્સે અંબાલાલના પગના સાથળના ભાગે ચપ્પાનો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. અંબાલાલને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જો કે ટુંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતુ.
માત્ર ત્રણથી ચાર મિનિટમાં બે નિર્દોષ લોકો પર થયેલી છુરાબાજીની વાત સ્થાનિક લોકો કે પોલીસ સુધી પહોંચે તે પહેલા જ બન્ને હુમલાખોર હાઇવે પરથી ડાબી તરફ વળીને અમરાઇવાડીના જોગેશ્વરી રોડ પર આવ્યાં હતા. નજરે જોનારાઓનું કહેવું છે કે- હુમલાખોરોએ જોગેશ્વરી રોડ પરના વળાંક નજીક સામેથી આવી રહેલા એક બાઇકચાલક પર ચાલુ બાઇકે જ છરો વિંઝ્યો હતો, પરંતુ તેનો આબાદ બચાવ થયો હતો. જોગેશ્વરી રોડ પર પુરપાટ વળેલા હુમલાખોરોએ હાટકેશ્વરના જલારામ એપાર્ટમેન્ટમાં રહેતા ૨૬ વર્ષીય મંગેશ નાનુમલ કારવાણીને પણ આનંદ શર્માની જેમ કંઇ પણ કહ્યાં વગર પગના ભાગે છરાનો એક ઇંચ ઉંડો ઘા ઝીંકી દિધો હતો. બાઇક પર પાછળ બેઠેલો શખ્સ મંગેશને છરો મારીને ભાગે તે પહેલા જ નજીકમાંથી એક સાઇકલ ચાલક પસાર થયો, જેને પણ હુમલાખોરે સાથળના ભાગે છરો ભોંક્યો હતો, સદનસીબે સાયકલ ચાલકના પેન્ટના આગળના ખીસ્સામાં તેનુ પર્સ હોઇ તેનો ચમત્કારીક બચાવ થયો હતો.
મંગેશની બૂમાબુમ સાંભળીને દોડી આવેલા લોકો હુમલાખોર બાઇક ચાલકોને પકડે તે પહેલા જ બન્ને બાઇકસવાર ત્યાંથી અમરાઇવાડીની પૂર્વદીપ સોસાયટી તરફ પુરપાટ ભાગ્યા હતા. પૂર્વદીપ સોસાયટી નજીક હુમલાખોરોએ ભીમાસા નારણભાઇ બાલકે (ઉં.૪૭, રહે. કૈલાસધામ સો. જોગેશ્વરી રોડ)ને પણ સાથળના ભાગે ચપ્પાનો ઘા ઝીંકી દીધો હતો. એકલદોકલ રાહદારીઓને કંઇ પણ કહ્યાં વગર છરા ઘા ઝીંકતા હુમલાખોરોએ હાટકેશ્વરના કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહેતા અને દાણીલીમડાના ૧૬ ડિવિઝનમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા જસ્મીનભાઇ જીતેન્દ્રભાઇ બારોટ (ઉં.૨૫)ને પણ પગના ભાગે એકથી દોઢ ઇંચ ઉંડો ઘા ઝીંકી દઇ પુરપાટ નાસી છુટયા હતા.
એક બે નહીં પરંતુ છ-છ લોકોને છરાના ઘા ઝીંકાયા હોવાના કંટ્રોલ મેસેજથી દોડતી થયેલી રામોલ અને અમરાઇવાડી પોલીસે સ્થળ પર દોડી આવી ઘાયલોને હોસ્પિટલ ખસેડયા હતા અને વિસ્તારની નાકાબંધી કરી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી હતી. જો કે ઘટનાના ૨૪ કલાક બાદ પણ હુમલાખોરોનો પતો મળ્યો નથી.

છરાનો ઘા ઝીંકી હુમલાખોરો વિકૃત આનંદ મેળવતા હતા!
* પોલીસ સૂત્રોનું કહેવું છે કે હોમગાર્ડમાં ફરજ બજાવતા જસ્મીનભાઇ રાતે જ્યારે દાણીલીમડા પોલીસ સ્ટેશનથી તેમનો પગાર લઇને બાઇક પર ઘરે આવી રહ્યાં હતા. ત્યારે અનુપમ સિનેમા પાસે તેમના બાઇકમાં પંક્ચર પડયું હતુ. બાઇક ખેંચીને તેમણે તેજેન્દ્ર કોમ્પલેક્ષ નજીક તેમના મિત્રને ત્યાં લાવી મુકી દિધી હતી. ઘરેથી યુનિફોર્મ બદલીને તે પરત આવ્યા ત્યારે પણ તેમના ખીસ્સામાં પગારના રૃપિયા હતા. હુમલાખોરોએ તેમનાપર છરાનો ઘા ઝીંક્યા બાદ ખીસ્સામાંતી રૃપિયા કાઢવાનો પણ પ્રયાસ કર્યો ન હતો. જેથી હુમલાખોરોનો ઇરાદો લૂંટનો નહીં પરંતુ વિકૃત આનંદ મેળવવાનો જ હોવાનું હાલ લાગી રહ્યું છે.

આરોપીઓના સ્કેચ બનાવી તપાસ થશે
* પોલીસ સૂત્રોનું કહેવું છે કે ઘાયલોની જીણવટભરી પુછપરછ કરી નિવેદન નોંધાવામાં આવી રહ્યાં છે. તેમના વર્ણનના આધારે હુમલાખોરોના સ્કેચ બનાવવામાં આવશે. સ્કેચ તૈયાર થતા જ અગાઉ પકડાયેલા આરોપીઓના ફોટા સાથે તેને સરખાવીને તપાસ હાથ ધરાશે.

અંબાલાલ પટેલનું મોત કેવી રીતે થયું તેની તપાસ
* પોલીસ અને તબીબી સૂત્રોનું કહેવું છે કે હુમલાખોરોએ રાહદારીઓને પગના સાથળના ભાગે જ ઘા ઝીંક્યાં હતા. મોતને ભેટેલા અંબાલાલને પણ હુમલાખોરોએ સાથળના ભાગે જ ઘા માર્યો હતો. તબીબી સૂત્રોનું કહેવું છે કે સાથળના ભાગે છરાના ઘાથી કોઇ વ્યક્તિ મૃત્યુ પામે તે શક્ય નથી. પરંતુ એક શંકા એ પણ છે કે કદાચ અંબાલાલને હાર્ટ એટેક આવી ગયો હશે અથવા છરાના ઉંડા ઘાને પગલે શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જવાથી તેમનું મૃત્યુ થયું હશે. જો કે મોતનું સાચુ કારણ પી.એમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતુ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved