Last Update : 27-November-2012, Tuesday

 

ભૂતપૂર્વ ક્રિકેટરો-ચાહકોનો સવાલ ઃ તેંડુલકર રેકોર્ડ માટે રમે છે ?
ભારતની શરમજનક હાર બાદ તેંડુલકરને નિવૃત્તિ લેવા સલાહ

વાનખેડે સ્ટેડિયમમાં ચાહકોએ તેંડુલકરનો હૂરિયો બોલાવ્યો ઃ બીસીસીઆઇએ સચિનનો બચાવ કર્યો

મુંબઇ,તા.૨૬
મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડના સ્પિનરો સામે તેંડુલકર, સેહવાગ, કોહલી, યુવરાજ, ધોની સહિતના સ્ટાર બેટ્સમેનોના ધબડકા બાદ ભારતનો ૧૦ વિકેટથી શરમજનક પરાજય થયો હતો. આ સાથે કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરો અને મોટાભાગનાએ ફરી વખત છેલ્લા કેટલાક સમયથી ફ્લોપ રહેલા તેંડુલકરને હવે નિવૃત્તિ લઇ લેવાની સલાહ આપી હતી. તેંડુલકર છેલ્લી ૧૬ ટેસ્ટમાં એક પણ સદી ફટકારી નથી અને છેલ્લી ૧૦ ટેસ્ટમાં તો તેનો રેકોર્ડ અત્યંત સામાન્ય સ્તરનો રહ્યો હતો. તેંડુલકર વાનખેડે ટેસ્ટની બંને ઇનિંગમાં ૮-૮ રન કરીને પાનેસરનો શિકાર બન્યો હતો.
વાનખેડે સ્ટેડિયમમાં જ ભારતના નાલેશીભર્યા પરાજય બાદ રોષે ભરાયેલા કેટલાક ચાહકોએ તેંડુલકરનો હૂરિયો બોલાવ્યો હતો. તેંડુલકરના હોમગ્રાઉન્ડ મુંબઇમાં જ ચાહકોનો આ પ્રકારનો રોષ જોતાં તેંડુલકરે હવે નિવૃત્તિ અંગેનો નિર્ણય જલ્દી લઇ લેવો જોઇએ તેવો સૂર પણ મોટાભાગના ભૂતપૂર્વ ક્રિકેટરોએ વ્યક્ત કર્યો હતો. જોક ે ભારતીય ક્રિકેટ બોર્ડના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ સચિનનું સમર્થન કરતાં કહ્યું હતુ કે, તે મહાન બેટ્સમેન છે અને તેને કોઇની નિવૃત્તિની સલાહની જરૃર નથી. અમારી પાસે અનુભવી પસંદગીકારો છે અને તેઓ આ અંગે વિચારણા કરશે.
અગાઉ ગાવસ્કરે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતુ કે, હવે એ સમય આવી ગયો છે કે તેંડુલકરે તેની નિવૃત્તિ અંગે પસંદગીકારો સાથે ચર્ચા કરી લેવી જોઇએ.
તેંડુલકરના દોસ્ત અને ભૂતપૂર્વ કેપ્ટન કામ્બલી તેમજ ભૂતપૂર્વ ક્રિકેટર કિર્તિ આઝાદે પણ તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપી હતી. ક્રિકેટ ચાહકોમાં પણ હવે ચર્ચા શરૃ થઇ છે કે તેંડુલકર હવે માત્ર ૨૦૦ ટેસ્ટ રમવાનો રેકોર્ડ સર્જવા માટે જ રમતો નથી ને ? જો કે મેદાન પર આટલા કંગાળ દેખાવ અને તેની મહાનતાને ફટકો પહોંચે તેવી રીતે બોલ્ડ થવા છતાં તેંડુલકર હજું મૌન છે.
અગાઉ તે કહી ચુક્યો છે કે તેને જ્યાં સુધી આનંદ આવશે ત્યાં સુધી તે રમતો રહેશે. જો કે ભારતની હારથી ચાહકોનો આનંદ હતાશામાં ફેરવાઇ જાય છે તેની ચિંતા તેંડુલકર ક્યારે કરશે તેવી તીખી કોમેન્ટ પણ કેટલાક રોષે ભરાયેલા ચાહકોએ કરી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved