Last Update : 27-November-2012, Tuesday

 

ગડકરીનું રાજીનામું માગતાં
સસ્પેન્ડેડ જેઠમલાણી ભાજપમાંથી હકાલપટ્ટીની શો-કોઝ નોટિસ

નોટિસ મળી નથી, સસ્પેન્શન માટે બોર્ડ કારણ આપેઃ જેઠમલાણીઃ યશવંત-શત્રુઘ્નને રાહત

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૬
સસ્પેન્શનના પગલાંથી એક ડગલું આગળ ચાલીને ભાજપે આજે રાજ્યસભાના તેના સાંસદ રામ જેઠમલાણીને એક શો-કોઝ નોટિસ ફટકારી છે. જેમાં તેણે ખુલાસો માગ્યો છે કે તેમને 'પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ' અને અશિસ્ત બદલ પક્ષમાંથી કેમ કાઢી ન મુકવા?. જોકે ભાજપે જેઠમલાણીને સમર્થન આપનાર તેના જ પક્ષના અન્ય બે નેતાઓ શત્રુઘ્ન સિંહા અને યશવંત સિંહા અંગે ભેદી રીતે મૌન સેવ્યું છે. આ અંગેના પ્રતિસાદમાં જેઠમલાણીએ કહ્યું હતું કે 'અત્યારસુધી મને કોઇ શો કોઝ નોટિસ મળી નથી. સંસદીય બોર્ડે તેમના સસ્પેન્શન માટે કારણ બતાવવા જોઇએ.' જેઠમલાણીના પુત્ર મહેશ જેઠમલાણીને પણ ભાજપ કાર્યકારીણીમાંથી કાઢી મુકાયા છે.
પક્ષની બેઠક બાદ ભાજપના મહામંત્રી અનંત કુમારે જણાવ્યું હતું કે 'સંસદીય બોર્ડે રામ જેઠમલાણીને ગેરશિસ્ત અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ હાથ ધરવા બદલ તત્કાળ પક્ષમાંથી હાંકી કાઢવાના પક્ષ પ્રમુખ નીતિન ગડકરીના નિર્ણયને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત તેમને એ અંગે પણ નોટિસ આપવામાં આવી છે કે તેમને પક્ષમાંથી છ વર્ષ માટે કેમ નિષ્કાસિત કરવામાં ન આવે? '
જોકે કુમારે કહ્યું હતું કે તેના લોકસભાના સાંસદો યશવંત સિંહા અને શત્રુઘ્ન સિંહા દ્વારા ગડકરી અને સંસદના બન્ને ગૃહોના નેતાઓ સામે આપેલાં નિવેદેનોનો મુદો ચર્ચાયો ન હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ બન્ને નેતાઓએ પણ ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહેલાં ગડકરીના રાજીનામાની રામ જેઠમલાણીની માગણીને સમર્થન આપ્યું હતું. પરંતુ પક્ષની બેઠકમાં તેમના વિશે કોઇ ચર્ચા ન કરી રહસ્ય સર્જવામાં આવ્યું છે. ભાજપની નિર્ણય લેતી ટોચની સંસ્થા સંસદીય બોર્ડને તેના પક્ષના સાંસદ કે ધારાસભ્યને પક્ષમાંથી હાંકી કાઢવાની સત્તા છે.
૨૦૦૯માં ભાજપના એક અન્ય સીનિયર નેતા જસવંત સિંહને શો-કોઝ નોટિસ ફટકાર્યા વગર જ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેમણે દેશના ભાગલા પાડવા માટે જવાહરલાલ નેહરૃ અને સરદાર પટેલને જવાબદાર ઠેરવતું અને પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી જિન્નાની પ્રશંસા કરતું પુસ્તક લખીને પક્ષનો રોષ વહોર્યો હતો.
સુત્રોએ જણાવ્યું હતું કે ભાજપના બંધારણ મુજબ તેના માટે શો કોઝ નોટિસ યોગ્ય પગલું હોઇ શકે. હાલ જેઠમલાણી ૨૦૦૨ના રમખાણોમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામેના કોર્ટ કેસોને ચલાવી રહ્યા હોવાથી જેઠમલાણી સામે આવું પગલું ભરવામાં આવશે તેવી અપેક્ષા કોઇને નહોતી. વધુમાં પક્ષમાં મોદીનો સિતારો બુલંદી પર હોવાથી જેઠમલાણી સામે પગલું ભરીને પાર્ટીના કેટલાક નેતાઓ તેમનો (મોદી) રોષ વહોરવાની તરફેણમાં ન હતા.
ગડકરી સામેના શબ્દોને કારણે તેમને આ પગલાંનો સામનો કરવો પડયો છે કે કેમ તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે 'મને ખબર નથી. પરંતુ તે અંગે શંકા કરી શકાય. '

જેઠમલાણી ઃ ગડકરી અને મોદી વચ્ચેના ઠંડા યુદ્ધનો ભોગ
સંજય જોશીને મોદીના ઇશારે હટાવાતાં ગડકરીએ જેઠમલાણીને નિશાન બનાવ્યા
૨૦૦૨ના રમખાણોમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સરકાર સામેના અનેક કેસોમાં બચાવ પક્ષના વકીલ તરીકેની ફરજ રામ જેઠમલાણી અદા કરી રહ્યા છે. હવે તેમની સામેના આ આકરા પગલાં મોદીને સીધી અસર કરશે કે કેમ તે અંગેની ચર્ચાઓ શરૃ થઇ છે. કેટલાક તો એમ કહે છે કે સંજય જોશી મામલે થાપ ખાઇ ગયેલાં ગડકરીએ આ પગલું ભરીને આડકતરી રીતે મોદીને પછડાટ આપી છે. આમ જેઠમલાણી ગડકરી અને મોદી વચ્ચેના ઠંડા યુદ્ધનો ભોગ બની રહ્યા હોવાનું લાગે છે. હવે જોવાનું એ છે કે મોદી કેવું વલણ અખત્યાર કરે છે કેમ કે તેમને સસ્પેન્ડ કરવા અને તે પછી હકાલપટ્ટી માટે શો-કોઝ નોટિસ આપવા સુધીનું પગલું સ્વાભાવિકપણે જેઠમલાણીની પક્ષ પ્રત્યેની નિષ્ઠાને અસર કરશે.
પક્ષની સંસદીય બોર્ડની આજની બેઠકમાં કેટલાક નેતાઓને આ બાબતનો ખ્યાલ આવી ગયો હતો અને તેઓ મોદી સાથે ઘર્ષણ ટાળવા માટે જેઠમલાણી સામેના પગલા વિશે ખાસ બોલ્યા ન હતા. જેઠમલાણી ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન અમિત શાહના પણ સોહરાબુદીન એન્કાઉન્ટર કેસમાં વકીલ છે. તે જોતાં જેઠમલાણી સામે હકાલપટ્ટીનું પગલું ભરાય તો તે ગુજરાતના અનેક નેતાઓના હિતમાં નથી તેમ કહી શકાય.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved