Last Update : 27-November-2012, Tuesday

 

સર્વપક્ષીય બેઠકમાં સર્વસંમતિ ન સધાઇ
FDIના મુદ્દે વિપક્ષો વિભાજીત ઃ સરકારને રાહત

તૃણમૂલે મતદાનનો આગ્રહ ન કરી આશ્ચર્ય સજ્યુંર્ વિપક્ષોને જક્કી વલણ છોડવા સરકારની અપીલ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૬
રિટેલમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ) મુદે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં આજે કોઇ સર્વસંમતિ સધાઇ ન હતી. જોકે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ મતદાન પર ભાર નહિ મુકીને સરકારને રાહત આપી હતી. તો એફડીઆઇ મામલે સરકાર સાથે છેડો ફાડનાર તૃણમૂલ કોંગ્રેસે પણ એ જ સૂરમાં વાત કરીને તમામને આશ્ચર્ચમાં મુકી દીધા હતા. જોકે સરકારે આજે આ મુદે વોટ સાથે ચર્ચા કરવા માગતા રાજકીય પક્ષોને તેમનું વલણ બદલવાની અપીલ કરી છે અને આશા વ્યક્ત કરી છે કે ઉકેલ આવશે.
જોકે યુપીએના સાથી પક્ષ ડીએમકેએ મતદાન અંગે તેની સ્થિતિ અંગે સસ્પેન્સ જાળવી રાખ્યું છે કેમ કે તેણે મલ્ટિ-બ્રાંડ રિટેલમાં ૫૧ ટકા એફડીઆઇને મંજૂરી આપવા અંગે તેની ચિંતા દર્શાવી દીધી છે. એનડીએ, એઆઇએડીએમકે, બીજેડી, ડાબેરી પક્ષો, ટીડીપી અને જેડી(એસ) સહિતના વિરોધ પક્ષોએ મતદાન ફરજિયાત બનાવતાં નિયમો હેઠળ ચર્ચાનો આગ્રહ રાખ્યો હતો. જેમાં તેણે સ્પષ્ટતા કરી હતી કે સંસદમાં મંડાગાઠ યથાવત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે છેલ્લાં ત્રણ દિવસથી કામગીરી શક્ય બની ન હતી. આશરે અઢી કલાકની બેઠક બાદ વિરોધ પક્ષના નેતા સુષમા સ્વરાજે કહ્યું હતું કે '૧૮૪ (રૃલ હેઠળ ચર્ચા) અંગે સમાધાન થશે નહિ.' શું ભાજપ આ મામલે સંસદને નહિ ચાલવા દે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતું કે 'કોઇ પણ રીતે સમાધાન નહિ. જ્યારે મેં કહ્યું કે સમાધાન નહિ ત્યારે એનો મતલબ ગમે તે થઇ શકે.'
ગત અઠવાડિયે એફડીઆઇ મુદે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરનાર તૃણમૂલ કોંગ્રેસે મતદાનનો આગ્રહ નહિ રાખીને આશ્ચર્ય સર્જ્યું હતું. તેણે માત્ર એટલું જ કહ્યું હતું કે ચેરમેન નક્કી કરશે કે ક્યા રૃલ હેઠળ ચર્ચા થઇ શકે છે.
તૃણમૂલના નેતા સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે 'અમારો પક્ષ રિટેલમાં એફડીઆઇ અને સબસિડીયુક્ત ગેસના સિલિન્ડર પર વાર્ષિક છની મર્યાદા સહિતના નિર્ણયોની વિરુદ્ધમાં છે. વિપક્ષને વધુ એક અવિશ્વાસની દરખાસ્ત લાવવા દો. અમે તેને સમર્થન આપીશું.'
એફડીઆઇ અંગે તેમનું વલણ બદલવાની અપીલ કરતાં સંસદીય બાબતોના પ્રધાન કમાલ નાથે કહ્યું હતું કે 'મેં તમામનો અભિપ્રાય સાંભળ્યો છે. સંસદ કેવીરીતે કામ કરે છે તે જોવા માટે બન્ને ગૃહોના પ્રિસાઇડિંગ ઓફીસર સાથે આ મામલે ચર્ચા કરીશ. અમે એનો રસ્તો કાઢીશું.'
પાર્ટીએ બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાજપના નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, સુષમા સ્વરાજ, આરજેડીના નેતા લાલુ પ્રસાદ, ટીએમસી નેતા સુદીપ બંદોપાધ્યાય, ડીએમકે નેતા ટી.આર. બાલુ, બીજેડી નેતા અર્જુન ચરન સેઠી, સમાજવાદી પાર્ટીના ગોપાલ યાદવ અને બીએસપી નેતા માયાવતી સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

કોણ સાથે, કોણ સામે ?
રિટેલમાં એફડીઆઇ અંગે હાલ સરકાર મુશ્કેલીનો સામનો કરી રહી છે. તૃણમૂલ કોંગ્રેસે આશ્ચર્યજનકરીતે તેનું વલણ બદલીને તરફેણ કરી છે. તો તેની સાથે સમાજવાદી પાર્ટી અને બીએસપીએ પણ મતદાનની માગ નહિ કરીને સરકારને રાહત આપી છે. જોકે સરકારે તેની પાસે પૂરતી સંખ્યા હોવાનો દાવો કર્યો છે.
મતદાનની માગ કરનારા પક્ષો
ભાજપ સહિત એનડીએના પક્ષો, એઆઇએડીએમકે, બીજેડી, ડાબેરી પક્ષો, ટીડીપી અને જેડી(એસ).
મતદાન ન માગનારા પક્ષો
સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ. જોકે તૃણમૂલે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવશે તો તેને ટેકો આપવીની વાત કરી હતી.

નીતિશ ઃ FDI મુદ્દે ભાજપ સાથે CBI મુદ્દે સરકાર સાથે
(પી.ટી.આઇ.) પટણા, તા. ૨૬
રિટેલમાં એફડીઆઇ મુદે ત્રીજા દિવસે સંસદ ઠપ થઇ જતાં આજે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે વોટિંગની જોગવાઇ ધરાવતાં નિયમ હેઠળ સંસદમાં તે અંગે ચર્ચાની વિરોધ પક્ષની માગને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે 'જો સંસદમાં કેન્દ્ર પાસે પૂરતી સંખ્યા છે તો વોટિંગની જોગવાઇ સાથે તેને ચર્ચા કરવામાં શુ વાંધો છે ? '
જોકે તેમણે સીબીઆઇના વડા તરીકે રણજીત સિંહાની નિમણૂકને વાજબી ઠેરવી ભાજપને લપડાક આપી હતી. તેઓ બિહાર કેડરના અધિકારી છે. તેથી હું તેમનો કેમ વિરોધ કરું તેમ કુમારે કહ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved