Last Update : 27-November-2012, Tuesday

 

મહિલાની હત્યા લૂંટ ચલાવી,નોકરાણી ફરાર

કાપડના વેપારીના ઘરમાં ૧ાા વર્ષથી કાર્યરત મૂળ ઝારખંડની નોકરાણી, બે સાગરિતોએ છરીના ૪૨ ઘા માર્યાઃ રૃા. ૧ લાખ અને દાગીનાની લૂંટ

અમદાવાદ, સોમવાર
બંગલામાં ઘરકામ માટે રાખવામાં આવતા ઘરઘાટી કે નોકરાણીનું રજીસ્ટ્રેશન પોલીસમાં કરાવવું ફરજીયાત છે. આ નિયમપાલનના અભાવે ચોરીના અનેક બનાવ બને છે. પણ, આનંદનગરના પોશ ધનંજય બંગલોઝમાં એક ગંભીર કિસ્સામાં નોકરાણી અને તેના બે સાગરિતો છરીના ૪૨ ઘા ઝીંકી મહીલાની હત્યા કરી રોકડ, દાગીનાની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા છે. કાપડના વેપારી રાજુભાઈ અગ્રવાલના પત્ની મધુબેન નિત્યક્રમ મુજબ બપોરે એકલા હતા. દોઢ વર્ષથી કાર્યરત નોકરાણી મનીલા અને બે સાગરિતોએ આયોજનપૂર્વક મધુબેન ઉપર ચપ્પાથી ખૂની હુમલો કર્યો હતો. બાદમાં, રૃા. ૧ લાખ અને દાગીના લૂંટી નાસી ગયા છે. હત્યા અને લૂંટના બનાવથી પોલીસમાં દોડધામ મચી ગઈ છે.
આનંદનગરના ધનંજય ટાવર પાછળ આવેલા ધનંજય બંગલોઝમાં રહેતા કાપડના વેપારી રાજુભાઈ રામભાઈ અગ્રવાલ નિત્યક્રમ મુજબ પત્ની મધુબેન (ઉ.વ. ૫૦) સાથે સવારે ૧૧-૩૦ વાગ્યે મંદિરે ગયા હતા. મંદિરેથી મધુબેન કારમાં ઘરે આવ્યા અને બીજા કારમાં પતિ રાજુભાઈ દુકાને ગયા હતા. પુત્ર સમર્થ બપોરે ૧૨-૩૦ વાગ્યે ઘરેથી બહાર ગયો હતો. ૪-૩૦ વાગ્યે સમર્થ આવ્યો ત્યારે ઘરનો મુખ્ય દરવાજો બંધ હતો અને ટી.વી.નું વોલ્યૂમ ફૂલ હતું. સમર્થે પાછળ બાજુના ખૂલ્લા દરવાજામાં જઈને જોતાં ડ્રોઈંગરૃમ માતા મધુબેન લોહીથી લથપથ હાલતમાં પડયા હતા. નોકરાણી મનીલા ઘરમાં જોવા મળી નહોતી. માતાને તૂર્ત નજીકની ખાનગી હોસ્પિટલે લઈ જવાયા હતા ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આનંદનગરના પી.એસ.આઈ. આર.બી. પરમાર અને દિનેશભાઈ પરમારની તપાસમાં મધુબેનને માથું, ગળું અને પીઠમાં તિક્ષ્ણ હથિયાર અને છરીના ૪૦થી ૪૨ ઘા મારવામાં આવ્યાનું જણાયું હતું.
બીજી તરફ, આનંદનગરના પી.આઈ. જે.એચ. જલુ અને ટીમ ધનંજય બંગલા નંબર ૩૧માં પહોંચ્યા હતા. પ્રથમ નજરે જ લૂંટના ઈરાદે હત્યા કરાયાનું જણાયું હતું. પ્રાથમિક વિગતો જાણી ડીસીપી નિરજ બડગૂજરે ટીમો કાર્યરત કરી હતી. મુળ ઝારખંડના બરેલીની વતની નોકરાણી મનીલા ક્રિશ્ચીયન દોઢ વર્ષ અગાઉ કોઈ એજન્સી મારફતે કામ કરવા આવી હતી. બંગલાના સર્વન્ટ રૃમમાં રહેતી મનીલાનો પતો લાગ્યો નહોતો. મનીલાના આગામી ફેબુ્રઆરી માસમાં લગ્ન હતાં. તેનો મંગેતર સુશીલ નજીકમાં આવેલા સોમેશ્વર બંગલોમાં કામ કરતો હોવાની વિગતો મળતાં પોલીસે તેની પૂછપરછ શરૃ કરી છે.
એ.સી.પી. પી.સી. જોષીએ કહ્યું કે- ઘરમાંથી એકાદ લાખ જેવી રોકડ રકમ અને મૃતક મધુબેનના હાથમાંથી વિંટી લૂંટી જવાયાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. અન્ય દાગીના ગયા છે કે કેમ તે મુદ્દો સ્વજનોની દુઃખભરી પરિસ્થિતિથી સ્પષ્ટ થઈ શક્યું નથી. નોકરાણી મનીલા ઉપરાંત અન્ય બે શખ્સોની સંડોવણી હોવાની આશંકા છે. આરોપીઓને પકડી પાડવા ક્રાઈમ બ્રાંચના પી.આઈ. આર.આર. સરવૈયા અને ટીમોને કાર્યરત કરવામાં આવી છે.

દિવાળીમાં હોંગકોંગ, મકાઉ જતાં દાગીના લોકરમાં હતા
* દિવાળીના તહેવારોમાં અગ્રવાલ પરિવાર હોંગકોંગ અને મકાઉ ફરવા ગયો હોવાથી કિંમતી દાગીના બેન્કના લોકરમાં મુક્યા હતા. ઘરમાંથી મોટો દલ્લો ન મળતા નિર્દયતાપૂર્વક છરીના અસંખ્ય ઘા ઝીંકાયાનું પોલીસનું અનુમાન છે. નોકરાણી મનીલાએ સાગરિતોને મોટો દલ્લો મળવાની વાત કર્યાની શંકા છે.

બંગલાના સરવન્ટ ક્વાર્ટર્સમાં રહેતી
ઘરઘાટી મનીલા લગ્ન કરવા શુક્રવારે વતન જવાની હતી
મંગેતર સુરેશ બીજા બંગલામાં કામ કરવા ગયો હતો રોહીત અને સુરતના દેવભદ્ર નામના શખ્સો ઉપર શંકા
અમદાવાદ, સોમવાર
પશ્ચિમ વિસ્તારમાં લાંબા સમય બાદ જઘન્ય અપરાધના કિસ્સામાં મુખ્ય આરોપી તરીકે ૨૦ વર્ષની નોકરાણી મનીલા ઉપસી આવી છે. ઝારખંડના બરેલીની રહીશ મનીલાના લગ્ન આગામી ફેબુ્રઆરી માસમાં યોજાયા હતા. આ માટે મનીલાએ આગામી શુક્રવાર, તા. ૩૦ના રોજ પોતાના વતન જવા અગ્રવાલ પરિવાર પાસે રજા પણ લીધી હતી.
પોલીસને એવી શંકા છે કે, લગ્નનો ખર્ચ કાઢવા અથવા તો મોટો દલ્લો મળશે તો લગ્ન પછી પોતાની જીંદગી સુખસાહ્યબીથી જીવી શકાય તેવા ઈરાદે મનીલાએ દોઢ વર્ષથી જ્યાં કામ કરતી તે ઘરના શેઠાણીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખી. મનીલાને લૂંટમાં ખરેખર કેટલો મુદ્દામાલ મળ્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ, મનીલા આ બંગલામાં કામ કરતા રોહીત અને સુરતના દેવભદ્ર નામના એક શખ્સના સંપર્કમાં હોવાની વિગતો પોલીસને મળી છે. હત્યા અને લૂંટમાં મનીલા અને બે સાગરિતોની સંડોવણીની આશંકાથી પોલીસે તપાસ આગળ ધપાવી છે.
મનીલાનો મંગેતર સુશીલ મુળ બિહારનો છે. તે આનંદનગર વિસ્તારમાં જ આવેલા સોમેશ્વર બંગલોઝમાં જ ઘરનોકર તરીકે કામ કરતો હોવાની વિગતો મળતાં પોલીસે તેની સઘન પૂછપરછ શરૃ કરી છે. મહીલાની હત્યા કરી લૂંટના કેસમાં સૂત્રધાર મનાતી મનીલા અને સાગરિતો પકડાશે ત્યારે ચોંકાવનારી વિગતો ખૂલવાની સંભાવના છે.

ટી.વી. વોલ્યૂમ વધારીને હૂમલો ડ્રોઈંગરૃમમાં લોહીના ડાઘ લૂંછયા
* અગ્રવાલ પરિવાર રહે છે તે બંગલાના ઝાંપા સિવાયની ત્રણ બાજુ ફૂલછોડ અને ઝાડથી આચ્છાદિત છે. આસપાસના લોકોને બૂમો ન સંભળાય તે માટે ટી.વી.નું વોલ્યૂમ વધારી દેવાયું હતું. હત્યા બાદ ડ્રોઈંગરૃમમાં લોહીના ડાઘ લૂંટી નાંખવા પ્રયાસ થયો હતો. પોલીસે રામપુરી પ્રકારની છરી કબજે કરી છે.

ઘરમાં એકલા હોવાથી હૂમલો અને આંગળીમાંથી વિંટી લૂંટી
* મધુબેન, પતિ રાજુભાઈ અને પુત્ર સમર્થના નાના પરિવારનો નિત્યક્રમ જાણતી નોકરાણી મનીલાએ આયોજનપૂર્વક કૃત્ય કર્યાની શંકા છે. બપોરના સમયે મધુબેન એકલા હોય તે સમયે સાગરિતોની મદદ લઈને હત્યા કરી રોકડ અને દાગીના શોધવા પૂરતો સમય લઈને આરોપીઓ ક્રૂરતાપૂર્ણ ગૂનો આચર્યો છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved