Last Update : 27-November-2012, Tuesday

 

સૌરાષ્ટ્રમાં ભાજપના સાત પ્રધાનો સામે પડકાર

વજુભાઈથી વસુબેન સુધી,કોઈની બેઠક આસાન નથી

 

 

કનુ ભાલાળાને કેશુભાઈની, દિલીપ સંઘાણીને ખુદની ઉપર થયેલા આક્ષેપોની અને વસુબેનને પાતળી સરસાઈના ભૂતકાળથી ચિંતા

બીગ શોટ વજુભાઈ વાળા રાજકોટ (વેસ્ટ)માંથી સાતમી વખત ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના સિનિયર મોસ્ટ ગણાતા નાણામંત્રી માટે અત્યાર સુધી ક્યારેય ન હોય તેટલી કઠિન આ ચૂંટણી છે. છેલ્લી ૩ ચૂંટણીમાં રાજ્ય- કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર કાશ્મીરાબેન નથવાણીને હરાવનાર વજુભાઈને ૨૦૦૭માં માત્ર ૯૮૫૬ મતની લીડ મળેલી. આ વખતે નવું સીમાંકન છે, સ્થાનિક પ્રશ્નોની ઉપેક્ષા છે અને સામા પક્ષે કોંગ્રેસે યુવા કોર્પોરેટર અને લોહાણા ઉમેદવાર અતુલ રાજાણીને મેદાનમાં ઉતાર્યા છે. પરિવર્તન પાર્ટીના જયદિપ માકડીયા પણ પૂરજોશમાં મેદાનમાં હોઈ વજુભાઈ માટે પોતાના વિસ્તારને છોડવો છેક સુધી મુશ્કેલ બની રહેશે.
૧૯૯૫માં વિસાવદરની બેઠક કોંગ્રેસે જીતી તે પછી ૧૯૯૮થી અહીં ભાજપનો દબદબો કેશુભાઈ પટેલના કારણે છે, આ વખતે કેશુભાઈ ભાજપમાં નથી અને તે પરિવર્તન પાર્ટી વતી ભાજપના મંત્રી કનુભાઈ ભાલાળાની સામે ઊભા છે ત્યારે ૭૦ હજારથી વધુ પાટીદારો માટે નિર્ણય બહુ અઘરો છે.
કોંગ્રેસના હર્ષદ રીબડીયા ગત ચૂંટણીમાં માત્ર ૪૨૨૯ મતે ભાજપના ભાલાળાની સામે હાર્યા હતા. પરંતુ આ વખતની સ્થિતિ અલગ છે. નવા સીમાંકનમાં જૂનાગઢ બેઠકના ભાજપના કમિટેડ વિસ્તારો વિસાવદરમાં ભળ્યા છે. જ્યારે કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવારી જ ન હોઈ આ ચૂંટણીમાં કનુભાઈ ભાલાળાએ 'ગોડ ફાધર' કેશુભાઈ સામે લડવાનું છે. કેશુભાઈ માટે પણ સક્રિય રાજકારણથી અલિપ્ત થયાને એક દાયકા જેટલો સમય વિતી ગયો છે ત્યારે હવે મતદારો તેને કેવી રીતે નિહાળે છે તે જોવાનું રહ્યું.
લીંબડીની બેઠક ઉપર મંત્રી કિરીટસિંહ રાણાને ભાજપે ચોથી વખત ટિકીટ આપી છે, આ બેઠકમાં સાયલાના કોળી જ્ઞાાતિના મતો નવા સીમાંકનમાં ભળતા આ બેઠક ઉપર આ જ્ઞાાતિ મહત્વનું પરિબળ બની ગઈ છે. આ સ્થિતિમાં સાંસદ અને સોમાભાઈ ગાંડાભાઈને ટિકીટ આપતા કિરીટસિંહ માટે પડકાર સર્જાયો છે. ગત ચૂંટણીમાં માત્ર ૭૧૫૯ મતોની લીડથી જીતેલા કિરીટસિંહ માટે આ વખતે નવા સીમાંકને નવી દુવિધા સર્જી છે.
જામનગર દક્ષિણની બેઠકમાં મંત્રી વસુબેન ત્રિવેદીને કોંગ્રેસ કરતા પણ વધુ ચિંતા પક્ષમાં તેની સામેના આંતરિક વિરોધ અને સીમાંકનની છે. માત્ર ૧૦૮૦ મતોની લીડથી ગત ચૂંટણીમાં (હારતા હારતા) જીતેલા વસુબેનની સામે આ વખતે જૂના જ હરિફ સામેનો મુકાબલો છે. કાંટેકી ટક્કર આપવા કોંગ્રેસે જીતેન્દ્ર લાલને ઊભા રાખતા આ બેઠકમાં વસુબેન માટે સહેલા ચઢાણ નથી. આ સ્થિતિમાં ભાજપના જ સિનીયર કોર્પોરેટર તુલસીભાઈ સભાયાએ પરિવર્તન પાર્ટીમાંથી દાવેદારી નોંધાવતા અહીં ભાજપના મતો કપાય તેવું માનવામાં આવે છે.
ટંકારામાં ૧૯૯૫થી ભાજપના મોહનભાઈ કુંડારીયા જીતતા આવ્યા છે. ગત ચૂંટણીમાં ૧૯૦૯૫ મતોની સરસાઈ હોવા છતા કુંડારીયા દ્વિધામાં છે કારણ કે આ વિસ્તારના ૧૬ ગામ મોરબી બેઠકમાં જ્યારે મોરબી બેઠકના ૧૬ ગામ ટંકારામાં ભળ્યા છે, ઉપરાંત તેની સામે મોરબી માર્કેટ યાર્ડમાં સતત ત્રણ વખત જીતેલા મગનભાઈ વળાવીયાને કોંગ્રેસે ટિકીટ આપી છે. ઉપરાંત ભાજપના ધીરૃભાઈ ભીમાણી પરિવર્તન પાર્ટીમાંથી ઊભા છે જ્યારે લલિત કગથરાએ અપક્ષ તરીકે ઝૂકાવતા ચતુષ્કોણીય મુકાબલો થશે.
આ ચૂંટણીમાં ભાજપ માટે પડકારજનક બેઠક હોય તો તે અમરેલીની છે. આજથી દસ વર્ષ અગાઉ ભાજપના પરસોતમ રૃપાલાને હરાવનારા કોંગીના જાયન્ટ કીલર પરેશ ધાનાણીને આ વખતે કોંગ્રેસે ફરી મેદાનમાં ઉતારી દિલીપ સંઘાણીને વિચારતા કરી દીધા છે. આમ પણ કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઘેરાયેલા સંઘાણી માટે રીઝવવા મુશ્કેલ માનવામાં આવે છે. સંઘાણી અહીં માત્ર ૪૧૭૯ મતોથી જીત્યા હતા. આ વખતે પાટીદાર મતોમાં ભાગ પાડવા પરિવર્તન પાર્ટીએ પ્રાગજીભાઈ હિરપરાને પણ ઉતાર્યા હોઈ આ ત્રિપાંખિયો જંગ ભારે રસપ્રદ બની રહેશે. હેવીહેઈટ પુરૃષોતમ સોલંકીએ તેના મતવિસ્તાર ઘોઘાને બદલી ભાવનગર (૧૦૩)માં ઉમેદવારી નોંધાવી છે. બેઠકની સાથે પરિસ્થિતિ પણ બદલી ગઈ છે. હવે તેની સામે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ છે. શહેરી મતો અને ગ્રામ્ય મતોના મિશ્રણ જેવી આ બેઠક ઉપર નવા સીમાંકન પછી નવા ઉમેદવારો, નવા જ્ઞાાતિ સમીકરણો છે અને કેશુભાઈ પટેલ વતી કેશુભાઈ ભગત પણ મેદાનમાં હોઈ આ જંગમાં કોણ જીતે તે કળવુ મુશ્કેલ છે. બોટાદમાં ગત ચૂંટણીમાં માત્ર ૩૧૮૮ મતે જીતેલા સૌરભભાઈ પટેલ માટે નવું સીમાંકન અને એન્ટી ઈન્કમ્બન્સીએ એવી સ્થિતિ સર્જી કે તેમણે બોટાદને બદલે સૌરાષ્ટ્રની બહારથી લડવાની નોબત સર્જાઈ છે.

વસુબેનને માત્ર ૧૦૮૦ મતની અને સંઘાણીને ૪૧૭૯ મતની લીડ મળેલી

મંત્રી

બેઠક

ગત ચૂંટણીમાં સરસાઈ

વજુભાઈ વાળા

રાજકોટ (પશ્ચિમ)

૯૮૫૬

કનુભાઈ ભાલાળા

વિસાવદર

૪૨૨૯

વસુબેન ત્રિવેદી

જામનગર દક્ષિણ

૧૦૮૦

મોહનભાઈ કુંડારીયા

ટંકારા

૧૯૦૯૫

કિરીટસિંહ રાણા

લીંબડી

૭૧૫૯

દિલીપ સંઘાણી

અમરેલી

૪૧૭૯

પુરૃષોતમ સોલંકી

ભાવનગર (૧૦૩)

નવી બેઠક


* સૌરભ પટેલ સીટ બદલી નાખી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved