Last Update : 27-November-2012, Tuesday

 

કોર્ટો સામે અપમાનજનક વિધાનો અંગે દિલીપ સંઘાણી વિરુદ્ધ રિટ

સંઘાણીનો વાણી વિલાસ 'રાજ્ય સરકારના હકક્ષેત્રમાં અદાલતોનો હસ્તક્ષેપ યોગ્ય નથી'

અમદાવાદ, સોમવાર
રાજયનાં કાયદા પ્રધાન દિલીપ સંઘાણી પર જામનગરનાં એક જાહેર કાર્યક્રમમાં કોર્ટોની વિરૃધ્ધ અપમાનજનક નિવેદનો કરવા બદલ 'કોર્ટ-અવમાનના'ની રિટ હાઈકોર્ટમાં કરવામાં આવી છે. અરજદાર રાજેન્દ્ર મિસ્ત્રીએ રિટમાં રજુઆત કરી છે કે રાજયનાં કાયદા પ્રધાન કોર્ટો પ્રત્યે અંગત કારણોસર પૂર્વગ્રહ રાખી કોર્ટની કામગીરી વિશે તિરસ્કારપૂર્ણ અને અવમાનના જનક વિધાનો કરે તે રાજય માટે ક્ષોભજનક બાબત છે. કાયદા પ્રધાનની આવી હરકત વિશે અવાર-નવાર મુખ્યમંત્રીને રજુઆત કરી હોવા છતાં દિલીપ સંઘાણીની સામે કોઇ પગલાં લેવામાં આવ્યાં નથી. રાજયનાં કાયદા પ્રધાન કાયદો અને વ્યવસ્થાને રક્ષણ આપતી કોર્ટો વિરૃધ્ધ આવા અવૈધાનિક નિવેદનો કરે તે રાજયમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થા પ્રત્યે ગંભીર બાબત છે. જેથી તેઓની વિરૃધ્ધ રાજય રકારે આકરા પગલાં લેવા જોઈએ.
૨જી જૂનનાં રોજ જામનગર એ.પી.એમ.સી. ખાતે કૃષિ શિબિરનાં ઉદ્ધાટન કાર્યક્રમમાં દિલીપ સંઘાણીએ કોર્ટો વિરૃધ્ધ બેફામ નિવેદનો આપ્યા હતા. તેઓએ જાહેર સભામાં નિવેદનો આપ્યા હતા કે કયા અધિકારીને કયાં મુકવો છે તે રાજય સરકારનો હકક્ષેત્ર છે. કોર્ટોને અમારા કામમાં ખોટી રીતે હસ્તક્ષેપ કરવાનો સહેજ પણ અધિકાર નથી. હું આ વિધાનો રાજયનાં કાયદા પ્રધાન તરીકે આપી રહ્યો છું. કોર્ટો ખોટા અર્થઘટનો કરીને ચુકાદો આપે છે. તેઓએ રાજય સરકારનાં હસ્તક્ષેપમાં હસ્તક્ષેપ કરીને બંધારણનાં તાણાં-વાણાંનાં લીરેલીરા ઉડાવી નાંખ્યા છે. જયારે રાજય સરકાર વેપારીઓ સામે પગલા લે છે ત્યારે કોર્ટ બંધારણ અને કાયદાથી ઉપર વટ કરી આદેશ આપે છે. કેન્દ્ર સરકારની ફરજ છે કે તેઓ કોર્ટોને અંકુશમાં રાખે. આ વિધાનોની ગંભીર નોંધ લેતાં હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી છે તેવી અરજદારે આજ રોજ જાણ કરી હતી.
અરજદારે રજુઆત કરી હતી કે કાયદાપ્રધાન રાજયનાં ઉચ્ચ પદે હોવાથી તેઓની સામે કેસ ચલાવવા એડવોકેટ જનરલની પરવાનગી લેવી અનિવાર્ય બને છે. આ અંગે બે વખત એડવોકેટ જનરલને જાણ કરી છે. પણ તેઓએ કાર્યવાહી આગળ ધપાવવા અંગે પરવાનગી આપી નથી. આ કેસની વધુ સુનાવણી જસ્ટિસ ડી. એચ. વાઘેલા અને જસ્ટિસ જી.આર. ઉઘવાણીની ખંડપીઠ સમક્ષ ૬ ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved