Last Update : 27-November-2012, Tuesday

 

ઘરઆંગણે ઊંચા વ્યાજદરને કારણે નાણાં ઊભા કરવા ભારતીય કંપનીઓની વિદેશમાં નજર

આગામી ાૃથોડાક મહિનામાં વિદેશમાંાૃથી ૬ અબજ ડોલર ઊભા કરવા યોજના

મુંબઈ, તા. ૨૬
નાણાંભીડ અનુભવતી વધુને વધુ ભારતીય કંપનીઓ નાણાં મેળવવા માટે વિદેશની બજારો તરફ નજર દોડાવી રહી છે. ઓછામાં ઓછી અડધો ડઝન જેટલી કંપનીઓ જેમ કે ઓએનજીસી વિદેશ લિ. (ઓવીએલ),પાવર ગ્રીડ કોર્પો., એસ્સાર ઓઈલ, ડીશ ટીવી વગેરે આગામી થોડાક મહિનાની અંદર ઈક્વિટીઝ, બોન્ડસ અથવા લોન્સ મારફત અંદાજે ૬ અબજ ડોલર ઊભા કરશે.
ભારતની સરખામણીએ વિદેશમાં વ્યાજદર ઘણા નીચા છે જેને કારણે ભારતીય કંપનીઓ નાણાં ઊભા કરવા માટે વિદેશની બજારમાં નજર દોડાવી રહી છે. ડોલરમાં આવક કરતી કંપનીઓ માટે આ રુટ પસંદ કરવાનું લાભદાયી સાબિત થઈ શકે છે કારણ કે તેમને કરન્સીનું સ્વાભાવિક રીતે જ હેજ મળે છે, એમ એક મર્ચંટ બેન્કરે જણાવ્યું હતું.
ઓવીએલ આગામી વર્ષના પ્રારંભમાં ૧ અબજ ડોલરના ડોલર બોન્ડસ જારી કરવા યોજના ધરાવે છે. પાવર ગ્રીડ પણ ૫૦ કરોડ ડોલર ઊભા કરવા માગે છે. પોતાના હાઉટન ટેકઓવર માટે નાણાં પૂરા પાડવા ગલ્ફ ઓઈલે રોયલ બેન્ક ઓફ કેનેડાને રોકી છે.
આ ઉપરાંત વિદેશમાં બોન્ડસ મારફત નાણાં ઊભી કરી ચૂકેલી કંપનીઓ પણ પોતાના બોન્ડસના રિપેમેન્ટ માટે નવા નાણાં ઊભા કરી રહી છે. ં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના જુલાઈ મહિનાના ડોલર બોન્ડ ઈસ્યુને મળેલા નોંધપાત્ર પ્રતિસાદને જોઈને બીજી અનેક ભારતીય કંપનીઓ વિદેશમાંથી નાણાં ઊભા કરવા માટે પ્રેરાઈ છે. ભારત સામે રેટિંગ ડાઉનના ખતરાને કારણે વિદેશી રોકાણકારો અને બેન્કો ભારતીય કંપનીઓ માટે કેવું વલણ ધરાવે છે તે અંગે ભારતીય કંપનીઓ અત્યારસુધી અવઢવમાં હતી. પરંતુ સ્ટેટ બેન્કને મળેલી સફળતા બાદ બીજી કેટલીક બેન્કોએ પણ વિદેશમાંથી નાણાં ઊભા કરવા હાથ ધરેલા પ્રયાસમાં સફળતા મેળવી હતી.
આ વર્ષે સૌથી મોટી વિદેશી લોન્સ ઊભી કરવામાં રિલાયન્સ ઈન્ડ. લિ. સફળ રહી હતી. રિલાયન્સે ૪ અબજ ડોલર ઊભા કર્યા હતા. વિદેશમાં લોન મેળવવાનું સરળ અને સસ્તું પડતું હોવાથી ભારતીય કંપનીઓ દેશ કરતા વિદેશમાંથી નાણાં ઊભા કરવાનું વધુ પસંદ કરે છે એમ પણ મર્ચંટ બેન્કરે જણાવ્યું હતું. વિદેશમાં ખાસ કરીને યુરોપ તથા અમેરિકામાં મંદીને કારણે ત્યાં ધિરાણ ઉપાડ મંદ છે. સ્થાનિક ધિરાણદારો લોન્સ પૂરી પાડવા લવચિક ધોરણ અપનાવાતા હોવાનું પણ જોવા મળે છે. સારા રેટિંગ સાથેની ભારતીય કંપની ૮થી ૯ ટકા વ્યાજદરે પૈસા મેળવી શકે છે જ્યારે ભારતમાં આ માટે ૧૨થી ૧૩ ટકા ચૂકવવાનો વારો આવે છે.

વિદેશના બજારમાંથી ઊભું કરાયેલું ભંડોળ

વર્ષ

ઇકિવટી

કર્ન્વટીબલ

સાદા બોન્ડ

કુલ

૨૦૧૨ (ઓકટો. સુધી)

૮૯૭.૬૪

૪૦૭૩.૩૫

૩૭૯૨૭.૭૧

૪૨૮૯૮.૬૯

૨૦૧૧

૨૫૩૧.૭૧

૧૭૦૫.૧૪

૧૮૨૭૭.૨૮

૨૨૫૧૪.૧૩

૨૦૧૦

૫૩૬૬.૨૩

૬૦૮૩.૫૬

૩૮૪૦૮.૧૩

૪૯૮૫૭.૯૨

૨૦૦૯

૧૭૮૫૧.૮૨

૧૧૮૭૪.૧૪

૭૩૯૭.૦૦

૩૭૧૨૨.૯૫

૨૦૦૮

૧૯૮૨.૧૭

૨૧૨૧.૬૩

૪૬૬.૮૭

૪૫૭૦.૬૭

૨૦૦૭

૩૦૬૪૯.૦૯

૩૧૯૬૭.૦૮

૩૫૧૮૫.૫૦

૯૭૮૦૧.૬૭

(રૃ. કરોડમાં)

 

 

 

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved