Last Update : 27-November-2012, Tuesday

 

લગ્નસરા ટાંકણે ઝવેરી બજારમાં તેજીનો પવન ફૂંકાયો
અમદાવાદ સોના ચાંદી બજારમાં રૃ.૩૨૯૫૦નો નવો રેકોર્ડ

ડોલર વધતાં ઈમ્પોર્ટ કોસ્ટ આસમાને પહોંચી ઃ ચાંદીમાં પણ આગેકૂચ ઃ દિલ્હીમાં હાજર સામે ફોરવર્ડ ચાંદીના પ્રીમિયમ બોલાયા

અમદાવાદ,સોમવાર
વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓમાં આગળ વધતી તેજીની ચાલની સંપૂર્ણ અસર આજે અમદાવાદ સોના ચાંદી બજારમાં જોવા મળી હતી. નવી ઝડપી લેવાલી પાછળ અમદાવાદ સોનાચાંદી બજારમાં આજે સોનામાં રૃૈ.૧૫૦નો ઉછાળો નોંધાતા તે રૃા. ૩૨૯૫૦ની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયું હતું અગાઉ અત્રે સોનાનો સર્વોચ્ચ ભાવ રૃા. ૩૨૯૦૦નો હતો. સોના પાછળ આજે ચાંદીમાં પણ રૃા. ૧૦૦ વધતાં તે રૃા. ૬૨,૮૦૦ની સપાટીએ મજબૂત રહી હતી.
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓમાં તેજી આગળ વધી હતી, સોનામાં નવા ભાવ ઉછાળા વચ્ચે નવી ઉંચી સપાટી દેખાઈ હતી. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના વધુ રૃ.૧૦૦ વધી ૯૯.૯૦ના રૃ.૩૨૯૫૦ તથા ૯૯.૫૦ના રૃ.૩૨૭૫૦ બોલાતાં નવો રેકોર્ડ થયાના સમાચારો હતા. અમદાવાદમાં ભાવો રૃ.૧૫૦ વધી રૃ.૩૨૯૫૦ બોલાતાં નવી ટોચ દેખાઈ હતી.
મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના વધુ રૃ.૧૫૫થી ૧૬૦ ઉછળ્યા હતા જયારે ચાંદીના ભાવો કિલોના આજે વધુ રૃ.૩૯૦ વધી રૃ.૬૪ હજારને પાર કરી ગયા હતા. વિશ્વ બજારમાં ભાવો ઉંચા બોલાતા તથા ઘરઆંગણે આજે રૃપિયા સામે ડોલરના ભાવોમાં આગેકૂચ ચાલુ રહેતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ આસમાને પહોંચી હતી, આયાત પડતર વધતાં તથા આવકો પણ ટાંચી રહેતા બજારમાં હાજરમાં આજે વધતી બજારે વેચનારા ઓછા તથા લગ્નસરાને અનુલક્ષીને બજારમાં આજે સોનાના ભાવો મુંબઈમાં સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૩૨૩૪૦ વાળા આજે રૃ.૩૨૫૨૫ ખુલી રૃ.૩૨૫૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૨૪૮૫ વાળા રૃ.૩૨૬૬૫ ખુલી રૃ.૩૨૬૪૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૩૯૬૦ વાળા રૃ.૬૪૨૩૦ ખુલી રૃ.૬૪૩૫૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઉંચામાં ૧૭૫૧.૯૦ થઈ સાંજે ૧૭૫૧.૨૦ ડોલર તથા ચાંદીના ભાવો વધી ૩૪.૧૫થી ૩૪.૨૦ ડોલર રહ્યાના સમાચારો હતા. ડોલરના ભાવો રૃ.૫૫.૫૨ વાળા આજે નીચામાં રૃ.૫૫.૪૭ થયા પછી ઉંચામાં રૃ.૫૫.૯૧ થઈ છેલ્લે રૃ.૫૫.૭૪ રહ્યાના સમાચારો હતા. દિલ્હીમાં ચાંદીના હાજર ભાવો આજે રૃ.૨૦૦ વધી રૃ.૬૩૨૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૩૪૦ વધી રૃ.૬૩૮૬૦ રહ્યાના સમાચારો હતા. ત્યાં હાજર ભાવો સામે ચાંદીની વિકલી ડિલીવરીના ભાવો પ્રીમિયમમાં રહ્યા હતા. દિલ્હીમાં છેલ્લે ૧૪મી સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ સોનાનો ઉંચામાં રૃ.૩૨૯૦૦નો રેકોર્ડ થયો હતો જે આજે તૂટયો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved