Last Update : 27-November-2012, Tuesday

 

અઠવાડિક ભવિષ્ય તા.૨૫-૧૧-૨૦૧૨ રવિવારથી તા.૧-૧૨-૨૦૧૨ શનિવાર સુધી

 

મેષ (અ.લ.ઈ.)

 

આપને મસ્તકમાં, કાનમાં દર્દપીડાથી કંઈ ગમે નહીં. નોકરી-ધંધાના કામકાજમાં કંટાળો આવે. અનિચ્છાએ કામ કરતા હોવ તેમ લાગે. જુના સંબંધો-વ્યવહાર સાચવવા પડે, વધારાના ખર્ચને કારણે નાણાંભીડ અનુભવાય. ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ થાય. સંતાનના વિદ્યાભણતર, વિવાહ-લગ્ન અંગેની કામગીરીમાં ઘ્યાન આપવું પડે. બજારોની વધઘટમાં, અનાજ કરિયાણાના વેપારમાં, શેરોની લે-વેચમાં નાણાંકીય ખેંચ-ચંિતા-મુંઝવણ અનુભવાય. તા. ૨૫ નવેમ્બર રવિ નોકરી-ધંધાના કામ અંગે ચંિતા રહે. ૨૬ સોમ બજારોની વધઘટમાં, વેપાર-ધંધામાં જાગૃતિ રાખવી. ૨૭ મંગળ શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૨૮ બુધ દેવ દિવાળીએ ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ, મીલન-મુલાકાતથી આનંદ રહે. ૨૯ ગુરુ વિલંબમાં પડેલા કામમાં પ્રગતિ. ૩૦ શુક્ર નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. ૧ ડિસેમ્બર શનિ, કામકાજમાં સાનુકૂળતા, આનંદ.

 

વૃષભ (બ.વ.ઉ.)

 

સરકારી, રાજકીય, ખાતાકીય કામમાં, કાનૂની કાર્યવાહીમાં, નોકરી-ધંધાના કામકાજમાં આપને માનસિક પરિતાપ રહે. ચંિતા-ખર્ચ-દોડધામ અનુભવાય. ખાવાપીવાની અનિયમિતતા, શ્રમ-થાકના કારણે અસ્વસ્થતા, બેચેની અનુભવો. સાંસારીક પ્રશ્નમાં વિવાદ ચાલતો હોય, મનદુઃખ થયેલ હોય, છુટાછેડાની કાર્યવાહી ચાલતી હોય તો તેમાં નકારાત્મક વિચારો, ચંિતામાં, ખર્ચમાં અટવાયેલા રહો. માલીક-ભાડુઆતના પ્રશ્નમાં સાવધાની, રાખવી પડે. સીઝનલ ધંધો-આવક થાય. ધર્મકાર્યથી આનંદ રહે. તા. ૨૫ નવેમ્બર રવિ સગા-સંબંધી-મિત્રવર્ગના કારણે ચંિતા, ખર્ચ. ૨૬ સોમ નોકરી-ધંધાના કામમાં ખર્ચ, નુકસાન, વિવાદીત સંભાળવું. ૨૭ મંગળ યાત્રા પ્રવાસ-મુલાકાતમાં ચંિતા, મુશ્કેલી. ૨૮ બુધ દેવ દિવાળીએ ધર્મકાર્ય થાય, શુભકાર્ય થાય. ૨૯ ગુરૂ શરદી-ખાંસી-ગળાની-પેટ-કમરની તકલીફથી કામમાં રૂકાવટ. ૩૦ શુક્ર વિલંબમાં પડેલા કામની વ્યસ્તતા રહે. ૧ ડિસેમ્બર શનિ નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય.

 

મિથુન (ક.છ.ઘ.)

 

આપના નોકરી-ધંધાના કે વ્યવહારિક, સામાજીક, ધાર્મિક કામ અંગે યાત્રા પ્રવાસ, મીલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. ખર્ચ થાય પરંતુ આનંદ રહે. જુના સંબંધો, સંસ્મરણો તાજા થાય. પત્ની, પુત્રપૌત્રાદિકના કામમાં ઘ્યાન આપવું પડે. તેમના માટે ખર્ચ ખરીદી થાય. ધંધાના નવા કામ અંગે કોઈને મળવાનું થાય, ચર્ચા વિચારણા થાય. કમિશનના કામમાં, એજન્સીના કામમાં સાનુકૂળતા રહે. નોકરીમાં ઉપરીવર્ગ, સહકાર્યકરવર્ગથી સાનુકૂળતા રહે. તેમના કામમાં તમારે સહકાર આપવો પડે. સરકારી, ખાતાકીય સંબંધો તાજા થાય. તા. ૨૫ નવેમ્બર રવિ આનંદ ઉત્સાહ રહે. ૨૬ સોમ નોકરી ધંધાના કામની વ્યસ્તતા રહે. ૨૭ મંગળ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૨૮ બુધ દેવ દિવાળીએ ખર્ચ થાય, ધર્મકાર્યથી આનંદ રહે. ૨૯ ગુરૂ આકસ્મિક વધારાનો ખર્ચ વ્યવહાર સાચવવા કરવો પડે. ૩૦ શુક્ર સગા-સંબંધી-મિત્રવર્ગના કામમાં ઘ્યાન આપવું પડે. ૧ ડિસેમ્બર શનિ કામકાજમાં સફળતા, સાનુકૂળતા.

 

કર્ક (ડ.હ.)

 

વાણી-વ્યવહારના બંધનમાં તમારી હાલત ક્ષોભજનક રહે. સાચું-ખોટું બોલવામાં, નિર્ણય કરવામાં તમે પોતે જ મુશ્કેલીમાં મુકાવ. શેરોની લે-વેચમાં, નાણાંકીય ખેંચ-મુંઝવણમાં, નોકરી-ધંધાના વ્યવહારમાં વાણીની મીઠાસ ને વ્યવહારમાં નમ્રતા રાખીને આગળ વધવું હિતાવહ રહેશે. ક્ષણિક તમારું કામ હળવાશ-રાહતવાળુ બને તેવી કામગીરી થાય કે અન્યનો સહકાર મળી રહે. વધારાની કામગીરી, જવાબદારી સંભાળવાની થાય. પુત્ર પૌત્રાદિકને સીઝનલ બિમારીથી તકલીફ અનુભવાય. સંતાન માટે ખર્ચ થાય. તા. ૨૫ નવેમ્બર રવિ સગા સંબંધી-મિત્રવર્ગથી વ્યસ્તતા રહે. ૨૬ સોમ નોકરી-ધંધાના કામ અંગે ચંિતા રહે. ૨૭ મંગળ શાંતિથી કામકાજ કરવું. ૨૮ બુધ દેવ દિવાળીએ કામકાજમાં પ્રગતિ, સાનુકૂળતા. ૨૯ ગુરૂ વિલંબમાં પડેલા કામ અંગે ચંિતા-વ્યસ્તતા રહે. ૩૦ શુક્ર માનસિક પરિતાપ છતાં કામમાં ઘ્યાન આપવું પડે. ૧ ડિસેમ્બર શનિ, સગા સંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય.

 

સંિહ (મ.ટ.)

 

નોકરી-ધંધાના તેમજ વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક કામની, ધાર્મિક કામની વ્યસ્તતા અંગે, કામકાજ અંગે, યાત્રા પ્રવાસ-મુલાકાત અંગે ચર્ચાવિચારણા થાય. વધારાનો ખર્ચ કરવો પડે. અન્યના કારણે, રોજીંદા કામમાં, નોકરી-ધંધાના કામમાં વિલંબ થાય. સરકારી-રાજકીય-ખાતાકીય કામગીરી, જવાબદારી સંભાળનારને વધારાની કામગીરી, જવાબદારી અંગે વ્યસ્ત રહેવું પડે, બહાર જવું પડે. ભાગીદારીવાળા ધંધામાં ધંધો કરવામાં આનંદ ઉત્સાહ જણાય નહીં. ધંધાના વિલંબમાં પડેલા કામ અંગેની ચંિતા રહે. તા. ૨૫ નવેમ્બર રવિ યાત્રા પ્રવાસ-મુલાકાતથી ખર્ચ, પરંતુ આનંદ. ૨૬ સોમ નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. ૨૭ મંગળ યાત્રા પ્રવાસ-મુલાકાત અંગેનું આયોજન ગોઠવાય. ૨૮ બુધ દેવ દિવાળીએ ધર્મકાર્ય થાય, આનંદ રહે. ૨૯ ગુરૂ નોકરી-ધંધાના કામ અંગે ચંિતા-ઉચાટ રહે. ૩૦ શુક્ર વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ૧ ડિસેમ્બર શનિ પુત્રપૌત્રાદિકના કામની વ્યસ્તતા રહે.

 

કન્યા (પ.ઠ.ણ.)

 

શારીરિક-માનસિક-આર્થિક પ્રશ્ને ચંિતા, દ્વિધા, વિચારોમાં, વિવાદમાં અટવાયેલા રહો. જસ મળે નહીં પરંતુ તમારી મહેનતનું શુભફળ નોકરી, ધંધામાં જણાય, આવક થાય. જુના-નવા સંબંધોથી સાનુકૂળતા રહે. ધર્મકાર્ય થાય. પુત્ર પૌત્રાદિકનું કામ થાય. યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. મકાન-જમીન-ઘરના કામકાજમાં પ્રગતિ જણાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. પત્નીથી સાનુકૂળતા રહે. કોઈને મળવાનું થાય. તા. ૨૫ નવેમ્બર રવિ અન્યના કારણે અસ્વસ્થતા, બેચેની અનુભવો. ૨૬ સોમ નોકરી-ધંધામાં તન-મન-ધનથી, વાહનથી સંભાળવું. ૨૭ મંગળ આકસ્મિક ચંિતા-ખર્ચ પછી હળવાશ, રાહત. ૨૮ બુધ દેવ દિવાળીએ ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ, મીલન, મુલાકાતથી આનંદ. ૨૯ ગુરૂ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ૩૦ શુક્ર નોકરી-ધંધાના કામમાં જાગૃતિ રાખવી. ૧ ડિસેમ્બર શનિ સગાસંબંધી-મિત્રવર્ગથી ચંિતા-ઉચાટ.

 

તુલા (ર.ત.)

 

આપને એક દિવસ સાનુકૂળ અને એક દિવસ ચંિતા-અસ્વસ્થતામાં પસાર થાય. વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક, ધાર્મિક કામમાં ચંિતા રહે. સગા સંબંધી, મિત્રવર્ગના વ્યવહારમાં પ્રતિકૂળતા જણાય. સોના-ચાંદીના, અનાજ કરિયાણાના, રૂ, કઠોળના વેપાર ધંધામાં, તેલીબીયાના ધંધામાં જોખમી ધંધો કરવો નહીં. ધંધો મળી રહે પરંતુ લોભ-લાલચમાં ખેંચાવું નહીં. પત્નીના નામે ધંધો હોય તો તેમાં સાનુકૂળતા રહે. કુટુંબ, પરિવારમાં સીઝનલ બિમારી આવી જાય. આપે વાહન શાંતિથી ચલાવવું. તા. ૨૫ નવેમ્બર રવિ સગા સંબંધી-મિત્રવર્ગના કારણે વ્યસ્તતા રહે. ૨૬ સોમ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. ૨૭ મંગળ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ માનસિક અસ્વસ્થતા, ચંિતા. ૨૮ બુધ દેવ દિવાળીએ શારિરીક-માનસિક-આર્થિક તકલીફ, ચંિતા. ૨૯ ગુરૂ તન-મન-ધનથી, વાહનથી સંભાળવું. ૩૦ શુક્ર વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપવું પડે. ૧ ડિસેમ્બર શનિ યાત્રા પ્રવાસ, મીલન-મુલાકાત.

 

વૃશ્ચિક (ન.ય.)

 

આપ હરો ફરો, કામકાજ કરો પરંતુ હૃદય-મનને શાંતિ જણાય નહીં. સાંસારીક, કૌટુંબીક પ્રશ્નમાં ચંિતા-ખર્ચ અનુભવાય. યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. પરંતુ શારીરિક, માનસિક, આર્થિક પ્રશ્ને ચંિતા-મુશ્કેલીના કારણે આનંદ, ઉત્સાહ જણાય નહીં. જુના-નવા સંબંધો છતાં સામી વ્યક્તિની પ્રતિકૂળતાના કારણે તમારી ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. જાહેર સંસ્થાકીય કામમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં ચંિતા રહે. પત્નીના આરોગ્યની અસ્વસ્થતા, સ્વભાવના કારણે આપ ધાર્યું કામકાજ કરી શકો નહીં. તા. ૨૫ નવેમ્બર રવિ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે. ૨૬ સોમ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૨૭ મંગળ ઘર-પરિવાર-કુટુંબના કામ અંગે ચંિતા, ખર્ચ. ૨૮ બુધ દેવદિવાળીએ શારીરિક-માનસિક શ્રમ, થાક અનુભવાય. ૨૯ ગુરૂ રોજીંદા કામકાજમાં રૂકાવટ, ચંિતા ૩૦ શુક્ર તન-મન-ધનથી વાહનથી સંભાળવું. ૧ ડિસેમ્બર શનિ, સગા સંબંધી-મિત્રવર્ગથી ચંિતા-ખર્ચ.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

 

પુત્ર પૌત્રાદિકના, નોકરી-ધંધાના કામ અંગે યાત્રા, પ્રવાસ થાય, ખર્ચ થાય. ધર્મકાર્ય થાય. પરંતુ આપે ખાવાપીવામાં, હરવાફરવામાં સંભાળવું. સોના-ચાંદી-રૂ-તેલીબીયા, ખાંડ, સાકર, અનાજ કરિયાણાના વેપાર-ધંધામાં નુકસાન થાય તેવો કોઈ નિર્ણય કરવો નહીં. સાસરીપક્ષ કે મોસાળપક્ષમાં બિમારી-ચંિતા-આવી જાય. સગા સંબંધી-મિત્રવર્ગના સંબંધ, વ્યવહારમાં આપ નોકરી-ધંધા માં મનદુઃખ, અન્યાય, શોષણ થતું જણાય અને તમારા કાર્યક્ષેત્રમાં ફેરફાર કરવાના સંજોગો સર્જાય કે વિચારો આવે. તા. ૨૫ નવેમ્બર રવિ, પુત્ર પૌત્રાદિકના, પરિવારના કામની વ્યસ્તતા રહે. ૨૬ સોમ નોકરી-ધંધાના કામમાં પ્રગતિ. ૨૭ મંગળ બજારોની વધઘટમાં ઘ્યાન રાખવું પડે. ૨૮ બુધ દેવદિવાળીએ ધર્મકાર્ય થાય, બહાર જવાનું થાય. ૨૯ ગુરૂ નાણાંકીય પ્રશ્ને, આરોગ્યના પ્રશ્ને ચંિતા રહે. ૩૦ શુક્ર નોકરી-ધંધાના કામમાં સાનુકૂળ પ્રગતિ રહે. ૧ ડિસેમ્બર શનિ, સગાસંબંધી, મિત્રવર્ગને મળવાનું થાય.

 

મકર (ખ.જ.)

 

સગા સંબંધી-મિત્રવર્ગના કારણે ખર્ચ થાય, કામની વ્યસ્તતા રહે, આપના કામમાં રૂકાવટ, વિલંબ થાય. શેરોની કામગીરીમાં, બજારોની વધઘટમાં વેપાર ધંધામાં જાગૃતિ રાખવી પડે. પુત્રપૌત્રાદિકના વિદ્યા-ભણતર, વિવાહ લગ્ન અંગેની કામગીરીમાં ઘ્યાન આપવું પડે, વધારાનો ખર્ચ થાય. મકાન-જમીન-વાહનના કામકાજમાં, વેપાર-ધંધામાં નાણાંકીય ખેંચ, ચંિતા-મુંઝવણ રહે. આડોશ પાડોશના કે નિકટના સગા સંબંધી-મિત્રવર્ગમાં બિમારી-ચંિતાનું આવરણ આવી જાય. માતૃપક્ષથી ચંિતા-ખર્ચ-દોડધામ જણાય. તા. ૨૫ નવેમ્બર રવિ ઘર-પરિવારના, સગા સંબંધી-મિત્રવર્ગના કામની ચંિતા-વ્યસ્તતા રહે. ૨૬ સોમ નોકરી-ધંધાના કે વ્યવહારિક-સામાજીક કામ અંગે ચંિતા. ૨૭ મંગળ હરોફરો, કામકાજ કરો પરંતુ ઉચાટ-દ્વિધા-ચંિતા રહે. ૨૮-બુધ દેવદિવાળીએ ધર્મકાર્ય થાય. સંતાનની ચંિતા રહે. ૨૯ ગુરૂ પુત્રપૌત્રાદિકના કામમાં ઘ્યાન આપવું પડે. ૩૦-શુક્ર હળવાશ, રાહત રહે. ૧ ડિસેમ્બર શનિ, કામકાજમાં પ્રગતિ.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

આપના નોકરી-ધંધાના, કુટુંબ, પરિવારના કામકાજમાં શાંતિ, રાહત જણાય નહીં. એક ચંિતા ઉપાધિ હોય એટલામાં અન્ય ચંિતા, ઉપાધિ આવી જાય. કૌટુંબીક ભાગીદારીવાળા ધંધામાં કે અન્ય ભાગીદારીવાળા ધંધામાં દિવસ ઉગેને નાના-મોટા કોઈ પ્રશ્ન તમારી સમક્ષ આવે. સરકારી નોકરી હોય, સરકારી કામકાજ, જવાબદારી હોય તેમાં તમને શાંતિ-રાહત જણાય નહીં. કામ કરો, દોડધામ કરો છતાં તમારી મહેનતનો જસ, ફળ અન્યને મળે. પુત્ર પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો, તા. ૨૫ ડિસેમ્બર રવિ આકસ્મિક કોઈ ને મળવાનું થાય, આપના ઘેર કોઈનું અપમાન થાય. ૨૬ સોમ નોકરી-ધંધાના સંબંધોમાં ચર્ચા-વિચારણા થાય. ૨૭ મંગળ ચંિતા-ઉચાટ રહે. ૨૮-બુધ સગા સંબંધી-મિત્રવર્ગ-સંતાનના કામમાં ચંિતા રહે. ૨૯-ગુરૂ નોકરી-ધંધાનું કામકાજ શાંતિથી કરવું. ૩૦ શુક્ર વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ૧ ડિસે. શનિ, પુત્રપૌત્રાદિક, સગાસંબંધી-મિત્રવર્ગનું કામ થાય.

 

મીન (દ.ચ.ઝ.થ.)

 

યાત્રા પ્રવાસ-મુલાકાતમાં, સગા સંબંધી, મિત્રવર્ગના પ્રશ્નમાં ચંિતા-ઉચાટ-વિવાદના કારણે ધાર્યું કામ થાય નહીં. નોકરી-ધંધાના કે વ્યવહારિક, સામાજીક, ધાર્મિક કામ અંગે આપને ચંિતા રહે, વધારાનો ખર્ચ થાય. તમારા વ્યવહાર-સંબંધ સાચવવા માટે ઈચ્છા-અનિચ્છાએ બહાર જવું પડે કે, બહારથી આવેલ વ્યક્તિને આવકારવી પડે. આપનું રોજીંદું કામ કરો પરંતુ કોઈને કોઈ કારણસર તેમાં નિયમીતતા, એકાગ્રતા, શાંતિ જણાય નહીં. તા. ૨૫ નવેમ્બર રવિ કૌટુંબિક, સામાજીક, વ્યવહારિક કામ ઉકેલાય. ૨૬ સોમ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા. ૨૭ મંગળ યાત્રા પ્રવાસ-મુલાકાતના પ્રશ્ને, નોકરી-ધંધાની કામગીરીના પ્રશ્ને ચંિતા-વિવાદ જણાય. ૨૮ બુધ દેવ દિવાળીએ ધર્મકાર્ય થાય, બહારનું કામ થાય. ૨૯ ગુરૂ કામકાજમાં રૂકાવટ ચંિતા. ૩૦ શુક્ર હૃદય-મનને શાંતિ જણાય નહીં. ૧ ડિસેમ્બર શનિ, ઘર પરિવાર, સંતાનના કામમાં ઘ્યાન આપવું પડે.

[Top]
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved